________________
ક્યાંક ઉપેક્ષિત રહેતા માતા-પિતા પણ સંતાનોના સંસ્કરણની જવાબદારી સુપેરે બજાવી શકતા નથી. આમ સંતાન નામના ખેતરમાં સિંચાઇ દુષ્કર બની છે.
કોઇ પણ બેન્કની નોનપર્ફોમિંગ એસેટ્સ જ્યારે વધી જાય છે ત્યારે તે બેન્કની કેટેગરી નીચે ઉતારી દઇને છેલ્લે તેને ડીલિસ્ટ કરી દેવામાં આવે છે. સંતાન એ મા-બાપની અસેટ છે અને મનુષ્ય જીવન એ સંતાનને મળેલી અસેટ છે. સંતાનનું જીવન સંસ્કરણ નબળું પડે એટલે આ અસેટ નોન-પર્ફોમિંગ બને છે. ભવિષ્યમાં એકને સંતાન વગરની દશા મળે, અન્યને મનુષ્યતરભવ મળે ! કર્તવ્ય વિસ્મરણ એ નાનો અપરાધ નથી.
શ્રી પ્રભાનંદસૂરિ કૃત હિતોપદેશમાલા નામના ગ્રંથમાં સંતાન પ્રત્યેની તેના માતાપિતાની કર્તવ્યસૂચિ વર્ણવામાં આવી છે.
• સંતાનને શારીરિક દૃષ્ટિએ સુદઢ બનાવવો, • આર્થિક દૃષ્ટિએ સદ્ધર બનાવવો, • વ્યવહારિકતામાં કુશળ બનાવવો, • બૌદ્ધિક દૃષ્ટિએ પ્રૌઢ બનાવવો, • સામાજિક રીતે તંદુરસ્ત બનાવવો, • માનસિક રીતે પરિપક્વ બનાવવો, અને, આધ્યાત્મિક દૃષ્ટિએ ઉન્નત બનાવવો.
સંતાનને આવું સુરક્ષિત સંસ્કાર છત્ર આપવાનું કર્તવ્ય તેના માતાપિતાનું છે. દીકરો જન્મે એ તો એક ઘટના માત્ર છે. મા-બાપ બનવું એ એક સાધના છે. શ્રી ધર્મદાસ ગણિ મહારાજ રચિત ઉપદેશમાલા પ્રકરણમાં આશ્રિતના સુયોગ્ય ઘડતરની ઉપેક્ષા કરનાર, તેના યોગક્ષેમનું પૂર્ણરૂપે વહન નહીં કરનારા માટે બહુ ભારેખમ શબ્દ વપરાયો છે : “કસાઇ' !
ઘરશાળા