________________
નેપીના વડા, ફાઉન્ડર અને એક્ઝીક્યુટીવ ડો. કર્મી. ટી. અલ્વી દ્વારા દાયકાઓ સુધીના સંશોધન પર આધારિત, તૈયાર થયેલા કાર્યક્રમને વ્હાઇટ હાઉસમાં અને અમેરિકન કોંગ્રેસમાં રજુ કરવામાં આવશે. ઉપરાંત જાણીતી શાળાઓમાં અને ઘણીખરી કોર્પોરેટ સંસ્થાઓમાં આ કોર્સ દાખલ કરાશે. શાળામાં ભણતા બાળકોના પેરન્ટ્સને અને કોર્પોરેટ એકઝીક્યુટીવ્સને ટ્રેઇનિંગ અપાશે. ટૂંકમાં, આ અને આવા કાર્યક્રમને “અમેરિકાના ભાવિ' તરીકેની ઇમેજથી જોવામાં આવી રહ્યો છે.
બાળ ઉછેર અને સંતાનના સંસ્કારી ઘડતરની પરંપરાગત વિશેષતાઓ અને ખૂબીઓ, જે સૈકાઓથી ભારત સાચવતું આવ્યું છે તેને જો ગુમાવી નહીં દેતો ભારતને આવા કાર્યક્રમની જરૂર પડે તેમ નથી. (જો કે આવા કાર્યક્રમોમાં સંસ્કારિતાનું નહીં, સુખાકારિતાનું જ મહત્ત્વ રહેલું હોય છે !)
પશ્ચિમ અને પૂર્વના દેશોની રહેણીકરણી અંગેનો આ બુનિયાદી ફરક જોવા મળે છે. અહીં કુટુંબો ચાલે છે, ત્યાં તે અંગેના ક્લાસિસ ચાલે છે. કુટુંબ ભાવનાના ક્ષેત્રે ભારત પાસે માસ્ટર્સ ડિગ્રી છે જ્યારે પશ્ચિમના દેશો હજી ઘૂંટણિયે ચાલે છે.
પશ્ચિમની જીવનશૈલીનો વ્યાપ અહીંવધતો ગયો અને આજે આવા જ કંઇક પડઘમ અહીં પણ વાગે છે. આજે નવી પેઢીમાં સ્વેચ્છાચાર વધતો દેખાય છે, સદાચાર ઘટતો જાય છે. તેનું મિત્રવર્તુળ ખાસું મોટું હોય છે પણ કુટુંબભાવના ઓસરતી જાય છે. આમાં કાળનો પણ થોડો પ્રભાવ હશે સાથે મા-બાપની સંસ્કરણક્ષેત્રે ઉપેક્ષાવૃત્તિનો પણ થોડો હાથ છે. સંસ્કરણ નબળું પડે એટલે કેવળ એક વ્યક્તિ નબળી નથી પડતી. એક કુટુંબ, એક જ્ઞાતિ, એક સમાજ, એક રાજ્ય, એક રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વભરમાં તેની સ્થૂલ કે સૂક્ષ્મ અસર હોય છે. કારણ કે દરેક વ્યક્તિ એ વિશ્વની વિરાટ મશીનરીનો એક ઝીણો સ્પેરપાર્ટ છે.
ઘણા વર્ષો અગાઉ કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડૉ. ચાર્લ્સ. વાહલેએ એક કોલેજમાં પ્રવચન આપ્યું હતું. તેમણે તેમના પ્રવચનમાં એક સુંદર વાત કહી
ઘરશાળા