Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 92
________________ હતી કે “જો સર્વ મા-બાપ પોતાનાં બાળકોને યોગ્ય રીતે સંસ્કારી ઉછેરથી મોટા કરે તો આખું વિશ્વ એક જ પેઢીમાં પરિવર્તન પામી શકે.' ઘરમાં ગૃહિણી રસોઇ કરવાની માંડવાળ કરે એની અસર આખા ઘર પર પડી શકે તો પછી હજારો માતાપિતા પોતાની કર્તવ્યનિષ્ઠામાં થોડા ઊણા ઊતરે તેની અસર આવતી આખી પેઢી પર પડવાની જ ! અભિનય એકનો બગડે એમાં નાટક તો આખું જ બગડે. હાલના સમયે કેટલાક ક્ષેત્રો જે ઉપેક્ષાનો ભોગ બન્યા છે તેમાં સંતાનોના સંસ્કરણને અગ્રસ્થાન મળી શકે. ધરતી પર ઉષ્ણતામાન વધવાથી ધ્રુવછેડેની હિમશિલાઓ પીગળી રહી છે, સમુદ્રની સપાટી વધી રહી છે અને સમયસરના પગલા નહીં લેવાય તો આવનારા દાયકામાં આ સમગ્ર પૃથ્વી પર એક ચીજનો પ્રભાવ હશે અને તે હશે જોખમ ! તેવી જ રીતે આજની નવી પેઢીની સંસ્કાર વિમુખ બનવાની ઘટનાને ભાવિ દુર્ઘટના તરીકે લેવી જોઇએ. પેટાળમાં પાણીના તળ નીચાં જતાં રહે તેના કરતા પણ વ્યક્તિમાં સંસ્કારના તળ નીચાં જતાં રહે તે વધુ ચિંતાજનક બાબત છે. પાણી દ્વારા પડતા દુષ્કાળ કરતાં સંસ્કારનો દુષ્કાળ અતિ ભયાનક છે. પાણીનો દુષ્કાળ એક વર્ષને અસર કરે છે, સંસ્કારનો દુષ્કાળ આખી પેઢીને અસર કરે છે. વર્તમાન યુગ એટલે સંસ્કારના મહાદુષ્કાળનો કપરો કાળ ! કુસંગ, ટેલિવિઝન વગેરે પ્રચાર માધ્યમો, પશ્ચિમી પવન વગેરે વાદળોમાંથી કુસંસ્કારોની અતિવૃષ્ટિ થઈ રહી છે, જેના ઉપદ્રવથી વર્તમાન નવી પેઢી ગ્રસ્ત બની છે. તો, બીજી બાજુ સંસ્કારના સરોવરિયાં સૂકાઇ ગયા છે. બાળકને અંદરથી તંદુરસ્ત બનાવે તેવા ત્રણ મહત્ત્વના પરિબળો છે. શિક્ષણ, વડીલ અને વાલી. આધુનિક શિક્ષણ મૂલ્યનિરપેક્ષ હોવાથી અને કેવળ માહિતી પ્રધાન બનવાથી સંસ્કરણના ધ્યેયથી ઘણું દૂર ખસી ગયું છે. ઊર્દુ, શિક્ષણના માધ્યમથી કેટલાય કુસંસ્કારો અને મિથ્થામાન્યતાઓનું આરોપણ થતું જોવા મળે છે. વિભક્ત કુટુંબવ્યવસ્થાને કારણે દાદા દાદી વગેરે વડીલજનો દ્વારા મળતું પોષણ બંધ થઇ ગયું છે. અત્યંત વ્યસ્ત અને ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98