________________
સંયુક્ત વીમો ~
~~
~~
સુખી જીવન એટલે મોટું મકાન નહીં ! સુખી જીવન એટલે તગડું બેન્ક બેલેન્સ નહીં! સુખી જીવન એટલે અફાટ અક્યામતો નહીં ! સુખી જીવન એટલે તંદુરસ્ત શરીર નહીં !
આ બધું હોવા છતાં કે ન હોવા છતાં પણ સ્વસ્થ મન એટલે સુખી જીવન ! ચિત્ત સમાધિ જેવું કોઇ ધન નથી. ગમે તે ભોગે તેને સાચવવી જ પડે અને તેના ભોગે તો કાંઇ જ નહીં ! - વર્તમાન ગૃહસ્થજીવનમાં આ ચિત્તસમાધિની સામે અનેક પડકારો ઊભા થયા છે. ક્યારેક સંપત્તિનું સુરક્ષાચક્ર ગાયબ થઇ જાય છે, ક્યારેક આરોગ્યની આધારશિલા કંપે છે, તો ક્યારેક પોતાના જ પરિવારના આધારસ્તંભો ચલિત થાય છે. જેના પર આવતી કાલનો મદાર બાંધ્યો હોય તેવા સંતાનો જ ચિંતા અને પીડાનું નિમિત્ત બને છે. આવી કોઇ પણ ઘટનામાં પેલી નાજુક ચિત્ત સમાધિને ભારે ઇજા પહોંચે છે. જેની પીડા મુખ પર તરવરે છે, વાણી દ્વારા પણ વ્યક્ત થાય છે, ક્રિયા અને પ્રતિક્રિયાથી પણ જણાય છે.
ઘરશાળા