________________
આવ્યું છે. બીજમાં વૃક્ષ છુપાયેલું છે. તેની વિકાસશીલતાને ઉજાગર કરનાર માળી મળે એટલે બસ !
મકરાણા માર્બલનો ટુકડો જો કોઇ પાનવાળાના ગલ્લા પાસે પડ્યો હોય તો લોકોના પગ અને પિચકારીઓ ખાઇને પોતાનો અસલ રંગ પણ ખોઇ બેસે છે. આ જ માર્બલ પીસ જો કોઇ કુશળ કારીગરના હાથે ચડી જાય તો મનોહર શિલ્પાકૃતિ તૈયાર થઇ જાય. પત્થર તો એના એ જ છે છતાં તેની દશા દયનીય બનશે કે દર્શનીય, તે બાબત તેને ઘડવૈયા કેવા મળે છે, તેના પર અવલંબિત છે. જેવું આરસ માટે છે, તેવું જ વારસ માટે છે.
હિતોપદેશમાં કર્તવ્યભ્રષ્ટ માતાપિતાને માટે ભારેખમ શબ્દો વપરાય છે : “માતા શત્રુ: પિતા વૈપી, વાનો પવિત:' સંતાનના સંસ્કરણ પ્રત્યે ઉદાસીન કે ઉપેક્ષિત રહેનારી માતા એ બાળકની શત્રુ બની કહેવાય અને એવા પિતા એ બાળકના વેરી થયા ગણાય ! - માવજતની ઉણપ એક સુંદર મજાના બગીચાને ઉકરડામાં ફેરવી શકે છે. માવજતની મહેનત ઉખર ભૂમિને પણ કંઇક લાયક બનાવી શકે છે. ખાલી પડેલા પ્લોટ પર આર્કિટેક્ટના પ્લાન મુજબ કોઇ બિલ્ડર બાંધકામ પ્રારંભે છે પછી થોડા જ વખતમાં ત્યાં ઉત્તુંગ ઇમારત ઊભેલી જોઇ શકાય છે. વિશાળ બાંધકામનો સ્કોપ ધરાવતો પ્લોટ એટલે મનુષ્ય ભવ !
ગુજરાતના ગામડે ગામડે ઐતિહાસિક તથ્યોની નોંધણી કરવાના ઇરાદા સાથે કોઇ ડેલિગેશન ફરી રહ્યું હતું. તેમના સર્વે પેપરમાં એક કલમ હતી “આ ગામમાં કોઈ મહાપુરુષનો જન્મ થયો છે ?
ઉત્તરગુજરાતના એક ગામમાં આ લોકોને જબરો અનુભવ થયો. પેલા પ્રશ્નના જવાબમાં ગામના વૃદ્ધ “ના” લખી દીધી. તે ગામની ખ્યાતિ, વસતિનું પ્રમાણ જોતા આ જવાબથી ડેલિગેટ્સ આશ્ચર્યમાં પડી ગયા. છેવટે સીધું જ પૂછી લીધું: “તમારા ગામમાં કોઇ મહાપુરુષનો જન્મ થયો નથી ?” “ના જ વળી.”
પાકી ખાતરી સાથે કહો છો તમે ?' ફરી પૂછી લીધું.
દરશાળા