Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar
Catalog link: https://jainqq.org/explore/006099/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દરશાળા s khsțialc IIIGAB (t વિષય | સદાચાર ફેલ ગુણક - પંન્યાસ ઉદયવલ્લભવિજય ' Page #2 -------------------------------------------------------------------------- ________________ ઘરશાળા -પંન્યાસ ઉદયવલ્લભવિજય પ્રકાશક પ્રજ્ઞા પ્રબોધ પરિવાર clo. શ્રી સમકિત યુવક મંડળ રવિકુંજ, ગ્રાઉન્ડ ફ્લોર, દોલતનગર રોડ નં. ૭, બોરીવલી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૬૬. ફોન : ૩૨૫૨ ૨૫૦૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ ભું સંસ્કરણ : વિ.સં. ૨૦૭૧ મૂલ્ય : ૨ ૩૦.૦૦ પ્રાપ્તિ સ્થાન : શ્રી સમકિત યુવક મંડળ રવિકુંજ, ગ્રાઉન્ડ ફ્લોર, દોલતનગર રોડ નં. ૭, બોરીવલી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૬૬. ફોન : ૩૨૫૨ ૨૫૦૯ મિલનભાઇ આનંદ ટ્રેડ લિંક પ્રા.લિ. ૪૦૧, સ્પાન ટ્રેડ સેન્ટર, કોચરબ આશ્રમ સામે, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૬. મો. ૯૩૭૫૦૩૫૦૦૦ નવભારત સાહિત્ય મંદિર ૧૪૩, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦ ૦૦૨. ફોન : ૨૨૦૧૭૨૧૩ ફતાસાની પોળની સામે, ગાંધીરોડ, અમદાવાદ. ફોન : ૨૨૧૩ ૯૨૫૩ શશીભાઇ અરિહંત કટલરી સ્ટોર, આંબા ચોકની પાછળ, ભાવનગર-૩૬૪ ૦૦૧. મો. ૯૮૨૫૧૦૫૫૨૮ કેતનભાઇ ડી. સંગોઇ ૧/૧૨, વૈભવ એપાર્ટમેન્ટ, શ્રેયસ સિનેમા લેન, સાંઘાણી એસ્ટેટ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૮૬. મો. ૯૨૨૪૬ ૪૦૦૭૦. મુદ્રક : શુભાય આર્ટસ્ મો. ૯૮૨૦૫ ૩૦૨૯૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ કેટલીકવાર શાળાઓના નામ બહુ અર્થસભર હોય છે. જેમ કે સંસ્કાર જ્યોત, વિદ્યામંદિર વગેરે...ભાવનગર શહેરમાં એક શાળાનું નામ છે ઘરશાળા ! “શાળામાં પગ મૂકમાં જ ઘર જેવું વાતાવરણ લાગે. તેવી શાળા એટલે ઘરશાળા' એવું હાર્દ આ નામ પાછળ હશે. વાસ્તવમાં ‘ઘર' સ્વયં એક એવી શાળા છે જ્યાંથી બહાર પગ મૂકતાં જ માણસને કંઇક શીખીને નીકળ્યાનો અહેસાસ થાય. ઘરશાળા એટલે ઘરનું ઘર ને શાળાની શાળા ! આ શબ્દ તો હજી વામણો લાગે, ઘર એટલે એક સંસ્કાર યુનિવર્સિટી છે, જ્યાંથી સ્નાતકની ડિગ્રી લઇને બહાર નીકળેલાને બહારનો પવન અસર ન કરે ! . આજે આ યુનિવર્સિટી થોડી નબળી પડી છે. નવી પેઢીનું સંસ્કરણ એ વર્તમાનનો પડકાર જનક વિષય બન્યો છે. થોડો પ્રયાસ અહીં પણ થયો છે. જુના આદર્શો, વર્તમાન પ્રવાહો, શાસ્ત્રસંદર્ભો, વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક તારણોને સંમિલિતરૂપે એક ઔષધીય સ્વરૂપમાં અહીં રજુ કરવાનો આશય છે. વડીલ, આત્મીય પૂ. પંન્યાસ શ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા. એ લખાણને સાર્ધત તપાસીને ઉપકૃત કરેલ છે. ગર્ભસંસ્કરણ અંગેના તેમના મૌલિક વિચારોને આમાં વણી લેવાયા છે. આથી લખાણની સમૃદ્ધિમાં પણ વધારો થયો. માનું છું. આનાથી કર્તવ્યપાલનનો ધર્મ બજાવી સ્વ-પર સમાધિ અને જીવન ઉન્નતિનો પાયો રચાય તો બસ ! તેમાં વાલીઓને મદદરૂપ થવાનું હાર્દ આ લખાણમાં છે, પણ પ્રયાસ, સામે કિનારેથી થયો છે, માટે અંગુલિનિર્દેશ વારંવાર વાલીઓ તરફ થાય તે સહજ છે. વાચકો. એ જ દષ્ટિએ વાંચશે તેવી આસ્થા છે. જિનવચનથી વિરૂદ્ધ કાંઇ પણ લખાયું હોય તો અંતઃકરણથી. મિચ્છામિદુક્કડં... મુનિ ઉદયવલ્લભવિજય વિ.સં. ૨૦૬૨, ચૈત્રસુદ-૧, અજાહરાતીર્થ. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૠણ સ્મરણ બે કાંઠે વહેતી સ્નેહસરિતાના કાંઠે મારો ઉછેર થયો છે. શૈશવના ક્યારામાં ભરપૂર સમય અને સંસ્કારનું ખાતર નાંખીને મમતાભીની માવજત જેમણે કરી છે તે મારા જીવનના માળી સમા સંસારી પિતાશ્રી A પૂ. ગુરૂમહારાજ પૂ. મુનિરાજશ્રી મેઘવલ્લભવિજયજી મ.સા. અને સંસારી માતુશ્રી પૂ. સાધ્વીજીશ્રી નિર્વાણપ્રભાશ્રીજીનું ૠણ-અર્પણ તો અશક્ય છે, ૠણ-સ્મરણ કરવા કાજે આ નાનકડું પુષ્પ એ માળીના ચરણે... મુનિ ઉદયવલ્લભવિજય. Page #6 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્ય કલિંક पुत्तं पइ पुण उचियं पिउणो लालेइ बालभावंमि | उम्मीलियबुद्धिगुणं कलासु कुसलं कुणइ कमसो ||१|| ગુરુ-દ્દેવ-મૂ-જુરિ-સયા પરિવયે રાવે નિવૅપિ उत्तमलोएहिं समं मित्तीभावं रयावेइ ||२|| गिण्हावेइ य पाणिं समाण-कुल-जम्म-रूव कन्नाणं । गिहभारंमि निजुंजइ, पहुत्तमं वियरइ कमेण ||३|| पच्चक्खं न य संसइ वसणे वहयाण कहइ दुक्खत्थं । आयं वयमवसेसं च, सोहए सयमिमाहिंतो ||४|| दंसेइ नरिंदसभं देसंतर भावपयडणं कुणइ । इच्चाइ अवच्चागय उचियं पिउणो मुणेयर ||५|| (हितोपदेशमाला) પુત્ર પ્રત્યે વાલીનું કર્તવ્ય • બાલ્યકાળમાં તેને સ્નેહાદિ આપવા પૂર્વક તેનું લાલન-પાલન કરે. • બુદ્ધિથી પરિપકવ થાય પછી તેને વિવિધ રીતે પ્રતિભાસંપન્ન બનાવે. • દેવ-ગુરૂ-ધર્મ-સુખી અને સ્વજનો સાથે તેનો નિત્ય પરિચય કરાવે. ઉત્તમ લોકો સાથે મિત્રતા કરાવે. • સંયમ લેવા અસમર્થ એવા પુત્રને યોગ્ય પાત્ર સાથે પાણિગ્રહણ કરાવે. • ખરીદી, લેવડ-દેવડ જેવા ગૃહકાર્યામાં જોડે અને ક્રમે કરીને ઘરનો માલિક પણ બનાવે. • તેની હાજરીમાં વધુ પડતી પ્રશંસા ન કરે (અવસરોચિત પીઠ થાબડે). • તેના વ્યાપારાદિમાં થતી આવક-જાવક વગેરેનું ધ્યાન રાખે. • અનાચાર, વ્યસનાદિમાં તે ફસાય નહી તેનું ધ્યાન રાખે અને છતાં કોઇ કુપંથે ચડી જાય તો વ્યસન-અનાચારની ચુંગાલમાં ફસાયેલાની દુર્દશાનું વર્ણન કરીને (અને અન્ય ઉપાયોથી પણ) તેને પાછો વાળે. • રાજસભા દેખાડે તથા દેશ-દેશાંતરની માહિતીઓથી વાકેફ કરે. ટૂંકમાં, જીવન વ્યવહારના દરેક ક્ષેત્રે સંતાનના ઘડતરની જવાબદારી અદા કરવી એ વાલી તરીકેની ઉચિત ફરજ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ક્રમાંક વિષયાનુંક્રમા પૃષ્ઠોક સંસ્કરણઃ માનવની મોનોપોલી બીજ, ધરતી ને આબોહવા માવજતની મોસમ ગર્ભસંસ્કરણ: રત્નપ્રસૂતા બનવાની સાધના હુંફનું બાષ્પીભવના પપ્પાઃ ગ્રસ્ત, વ્યસ્ત, ને મસ્ત અનુશાસનઃ વ્યક્તિત્વનું સુરક્ષાચક્ર ધાકને ધાકમાં રાખો વારસામાં આપવા જેવો વૈભવ બાળક તો “બાળક” જ હોય ! ૧૧. પપ્પા-મમ્મી ખોવાયા છે ! ૧૨. સંસ્કાર બોલે છે ૧૩. કુટુંબસંસ્કૃતિનું નજરાણું: બાળસંસ્કરણ ૧૪. સંયુક્ત વીમો Page #8 -------------------------------------------------------------------------- ________________ ~ ~-- ~~~ ~~ સંસ્કરણ : માનવની મોનોપોલી ક્રિયા” અને “કળા” આ બે શબ્દો સમાનાર્થી નથી. There is a qualitative difference beteween Action and Art. બન્ને વચ્ચે ગુણાત્મક ફરક છે. ક્રિયામાં કોઈ ચોક્કસ પ્રકાર કે પદ્ધતિ ભળે છે, ક્રિયાને સુંદરતાનો ઓપ આપે છે પછી તે ક્રિયા કળાનો દરજ્જો પામે છે. ક્રિયા બધા પાસે હોઇ શકે, કળા બધે નથી હોતી. ક્રિયા, વિશેષ પ્રયત્ન સાધ્ય નથી હોતી, કળામાં વિશેષ પ્રયાસ અને સતત અભ્યાસ જરૂરી છે. શ્વાસોશ્વાસ અને પ્રાણાયામ વચ્ચે ફરક છે. સૂઇ જવું અને શબાસન કરવું બે જુદી બાબત છે. હવાતિયાં અને નૃત્ય શબ્દો વચ્ચેનો અર્થફેર આપણને સમજાય છે. હાથ-પગ બંનેમાં હલતા હોય છે અને છતાં એક ક્રિયા છે, બીજી યોગ કળા કહેવાય છે. લીટા તાણવા એ ક્રિયા છે, લેખન એ કળા છે. ચિતરડા અને મોર્ડન આર્ટ વચ્ચે કંઇક ફેર તો છે જ ! “ખડકવું” અને “ગોઠવવું' વચ્ચે ‘ઢગલા' અને “ ડિપ્લે' જેટલો ફરક છે. ગાડીને ઊભી રાખવી અને પાર્ક કરવી' માં પણ ફેર છે. હરશાળા Page #9 -------------------------------------------------------------------------- ________________ ચેતનાથી સમાન હોવા છતાં પણ માનવ અને પશુ વચ્ચે ખાસ્સો ફરક છે. માત્ર હાથ-પગની સંખ્યાનો ફરક કે શિંગડા ને પૂંછડાની ઉણપનો ફરક એ બહિરંગ ભેદ છે. અંતરંગભેદ માનવને મળેલી અનેકવિધ વિશેષતાઓને આભારી છે. પશુઓ પાસે ક્રિયા છે. માનવ પાસે કળા છે. સંસ્કરણ કળા એ માનવને મળેલું એક અનૂઠું વરદાન છે. પશુઓ પાસે શરીર છે, માણસ પાસે ફિગર છે. પશુ પાસે “ફેસ' છે, માણસ પાસે ફીચર્સ છે. પશુ પાસે વાળ છે, હેરસ્ટાઇલ નથી. પશુ પાસે જીવન છે, ફેશન નથી. એકની એક ક્રિયા પશુ કરે અને માણસ કરે તેમાં ફરક રહેવાનો. પશુના સ્નાનમાં ડૂબકી સિવાય કાંઇ ન હોય, માણસના બાથ ને કળાનો ટચ મળે છે. પશુ ભોજન કરે છે, માણસ વાનગી આરોગે છે. પશુઓના અવાજ માટે આપણે ત્યાં જુદાં જુદાં અનેક શબ્દો છે. જેમ કે કૂતરો ભસે છે, ગાય ભાંભરે છે, સાવજ ગર્જે છે, ગધેડો ભૂકે છે, ઘોડો હણહણે છે, મોર ટહૂકે છે. અહીં વિશેષતા એ છે કે પશુઓ પાસે વાણી છે, વૈવિધ્ય નથી. ધ્વનિનું વૈવિધ્ય માણસે વિકસાવ્યું છે. માણસ ક્યારેક બોલે છે, ક્યારેક બબડે છે, ક્યારેક બાખડે છે, ક્યારેક વક્તવ્ય આપે છે તો ક્યારેક ગીત લલકારે છે. પશુ પાસે સ્પષ્ટ અવાજ છે, પણ વ્યક્ત ભાષા નથી. ભાષા અને ભાષાંતરની કળા એ માનવની વિશેષતા છે. પોતાની સંસ્કરણ કળાનો જાદુઇ સ્પર્શ આપીને બોલવાની ક્રિયાનું તેણે મોડિફિકેશન કર્યું છે. પશુ માત્ર નિરક્ષર છે, સાક્ષરના એ માણસની ઓળખ છે. પશુ પાસે અવાજ છે પણ અક્ષર નથી. પંખીના કલરવમાં ક્યાંય કક્કાવારી નથી. માણસ પાસે અક્ષર છે. અક્ષરના આધારે ભાષા વિજ્ઞાન વિકસ્યું સાથે તેણે લેખન કળા અને વાંચનકળા વિકસાવી. પછી કોઇ લેખક બને, કોઈ કવિ બને, કોઇ ચારણ બને, કોઇ પંડિત બને, કોઇ વક્તા બને, કોઇ શ્રોતા બને, કોઈ વિદ્યાર્થી બને,કોઇ સ્નાતક બને. ઘરશાળા Page #10 -------------------------------------------------------------------------- ________________ આના અનુસંધાનમાં ટાઇપરાઇટિંગ, ટાઇપ સેટિંગ, કરસ્પોન્ડન્સ અને કોન્ફરન્સિંગ સુધી તેણે ભાષા સંસ્કરણનો જાદુ ચલાવ્યો છે. આવું દરેક ક્રિયાઓમાં છે. ચાલવું, દોડવું અને કૂદવું એ માણસ અને પશુ બંનેમાં સમાન છે, છતાં માણસ પાસે તેમાં પણ વેરાઇટીઝ ઘણી છે. તે ક્યારેક ચાલે છે, તે ક્યારેક દોડે છે, ક્યારેક જમ્પમ્પિંગ તો ક્યારેક જોગિંગ કરે છે, તો ક્યારેક સ્કેટિંગ કરે છે. કોઇ પંખી કથક ન કરી શકે, કોઇ પશુ ભારત નાટ્યમ્ રજુ ન કરી શકે. વાંદરો કૂદકા લગાવે છે પણ માણસ પાસે લોંગ એન્ડ હાઇ જમ્પની ગેમ્સ છે. કુદકામાં ગતિ હોય, ગેમ્સમાં ગતિની સાથે પદ્ધતિ હોય છે. પશુઓ દોડી શકે પણ પક્કડદાવ કે લંગડી રમતા નથી. પશુને છુપાતા આવડે છે પણ છુપાછુપી રમી શકતું નતી. પશુ પાસે બળ છે પણ કબડ્ડી તો માણસની રમત. ચાલવાની ક્રિયાને સંસ્કરણનો કમાન્ડ આપીને માણસે ચાલવાની, દોડવાની, નાચવાની અને રમવાની કેટલીય શૈલીઓ વિકસાવી છે. વાહનવ્યવહાર પણ આમ તો ગતિવ્યવહારનો જ માનવકૃત તીવ્ર સંસ્કાર છે. માણસે એવા સાધનો વિકસાવ્યા છે કે તે બેઠો હોય છતા દોડતો હોય ને ઊંઘતો હોય છતાં ઊડતો હોય. આહારચર્યા પણ જીવમાત્ર પાસે છે. પણ સંસકારચર્યાથી માણસે ત્યાં પણ પોતાનું લેવલ જાળવી રાખ્યું છે. કોઇ પશુ ખોરાકને સંસ્કારિત કરીને ખાતું નથી. જે અને જેવું મળે તે તેમનો ખોરાક. પશુઓ પાસે કાઠિયાવાડી, કે પંજાબી, ચાઇનીઝ કે બંગાળી જેવી ડિશ નથી. માણસ ક્યારેય સીધા ઘઉં કે ચોખા ખાતો નથી. માણસના શરીર પર રહેલું શર્ટ એ માત્ર પહેરણ નથી પણ માણસની સફળ સંસ્કરણયાત્રાની સૂચક પતાકા છે. કોઇ ખેતરમાં પહેરણ પાકતું નથી. માનવ સંસ્કરણ કળા દ્વારા તેને મેળવી લે છે અને એટલે જ માનવ સિવાયની કોઇ પ્રાણી સૃષ્ટિમાં વસ્ત્ર પરિધાન નથી. ઘરશાળા 3 Page #11 -------------------------------------------------------------------------- ________________ બગીચો માત્ર ફૂલ આપે છે, ગુચ્છો કે હાર માનવકૃત છે. વાડીમાંથી ફળો મળે, જ્યુસ કે ચાસણી નહીં. ગાય, ભેંસ દૂધ આપે છે, દૂધપાક નહીં. માણસ તે દૂધને બાળીને કે ફાડીને ડઝનબંધ વાનગીઓ મેળવે છે. માણસ સિવાય કોઇ સ્વયં દહીં, છાશ ને ઘી મેળવી શકતું નથી. પશુ સૃષ્ટિમાં ક્યાંય અથાણા નથી, વસાણા નથી, મસાલાના ડબ્બા નથી. જીવનના વિવિધ તબક્કે જરૂરમાં આવતી અઢળક ચીજોને માણસ સંસ્કારીને ઉપયોગમાં લે છે. મકાન એ માટીના સંસ્કાર છે. ફર્નિચર એ લાકડાના સંસ્કાર છે, વાસણ એ ધાતુનો સંસ્કાર છે, રોટલી એ ઘઉંનો સંસ્કાર છે, પીણું એ પાણીનો સંસ્કાર છે, શર્ટ એ કપાસનો સંસ્કાર છે અને મસોતું એ શર્ટનો અંતિમ સંસ્કાર છે. પુરૂષોની બહોંતેર કળા અને સ્ત્રીઓની ચોસઠ કળાઓ, શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. આ દરેક કળા કોઇ ને કોઇ વસ્તુ કે વ્યવહારને સંસ્કારિત કરે છે. આમ આ બધી અલગ અલગ પ્રકારની સંસ્કરણ પદ્ધતિઓ છે. આ દરેક સંસ્કરણ પદ્ધતિઓને અમલમાં મુક્તી વખતે માણસે તેની માનસિકતા પણ ફેરવવી પડે છે. એક જ માનસિકતાથી બધા કામ થતા નથી. ક્યારેક આકરા થવું પડે, ક્યારેક કુણા પડવું પડે, ક્યારેક ધીરજ ધરવી પડે તો ક્યારેક તક સાધવી પડે. ખેતરમાં વાવણી કરવામાં ધીરજ ન ચાલે, દૂધમાં મેળવણ નાંખી દીધા પછી ઉતાવળ ન ચાલે, મરચા ખાંડતી વખતે હળવા હાથે કામ નથી આપતો અને માટલું ટીપતી વખતે કુંભારે હાથ હળવો રાખવો પડે છે. ' સંસ્કરણશક્તિના કારણે કોઇ પશુએ નથી મેળવ્યા તેવા ભૌતિક પરિણામો સુધી માણસ પહોંચી શક્યો છે. તરસ લાગે ત્યારે પશુઓએ હજી તળાવે જવું પડે છે જ્યારે માણસે પાણીની જરૂરિયાત સમજીને “તળાવ' ઘરભેગું કર્યું છે. પશુસૃષ્ટિ અને માનવસૃષ્ટિ વચ્ચે આ એક મૌલિક ફરક છે. મેન્યુફેક્યરિંગ, પ્રોસેસિંગ, પ્રિન્ટીંગ, ફિનિશિંગ ન ફર્નિશીંગ જેવી ક્રિયાઓ ઘરશાળા Page #12 -------------------------------------------------------------------------- ________________ પશુઓના ક્રિયાકોશમાં ક્યાંય નથી. કાચો માલ અને પાકો માલ જેવી વ્યવસ્થા માનવ પાસે જ છે. પશુઓ કુદરતી જીવન જીવે છે, માણસ કુદરતના નિયમો જાણીને કુંદરત પાસેથી પણ કામ કરાવી લે છે. માણસની આ સંસ્કરણશક્તિ જ તેને સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં કંઇક અલગ સ્થાન આપે છે. જો કે અત્યારે માણસની સંસ્કરણ શક્તિનો વપરાશ મોટા પાયે અને મોટા ભાગે જડ ક્ષેત્રે અને ભૌતિક સ્તરે થઇ રહ્યો છે. અણુમાં છુપાયેલી શક્તિને બહાર લાવવા તે અબજો ડોલર્સ અને લાખો કલાકો ખર્ચી રહ્યો છે. માનવની આ શક્તિ જો જીવક્ષેત્રે વળે તો ચૈતન્યમાં પુરાયેલી અનંત શક્તિનો આવિર્ભાવ પણ તે કરી શકે છે. મનુષ્ય પોતાની સંસ્કરણ શક્તિને સાધનાના વિશેષ ક્ષેત્રે પ્રયોજે તો પોતાની અંદર પડેલું સુષુપ્ત સિદ્ધત્વ ઝંકૃત અને જાગ્રત થાય. કર્તવ્યના ક્ષેત્રે જો પોતાની આ સંસ્કરણ શક્તિને પ્રયોજે તો પોતાના આશ્રિતવર્ગની અંદર રહેલી શુભતા અને શુદ્ધતાને કંઇક આકાર મળી શકે. મહાસતી મદાલસાનું સંસ્કાર સમૃદ્ધ હાલરડું પ્રચલિત છે ઃ શુદ્ઘોળસ, વુદ્ઘોસ, નિતંબનોસ, संसारमायापरिवर्जितोऽसि । જેની આસપાસની હવામાં આવા ભાવો ગુંજતા હોય તેની આવતીકાલ સમૃદ્ધ છે. અનંતની યાત્રાનો કોઇ યાત્રિક જ્યારે ઉચ્ચકુળની હોટ સીટ પર સ્થાન મેળવવામાં સફળ થયો હોય, ત્યારે તે જીવ પોતાને મળેલી સ્વર્ણિમ તકનો પૂરો ફાયદો ઊઠાવી શકે. તે માટેના ઉચિત સંયોગો પૂરા પાડવાથી માંડીને તે યાત્રિકને હૂંફ, હિંમત, સ્નેહ અને સંસ્કારોનો પૂરતો પ્રવાહ મળી શકે તે અંગેનું ઉત્તરદાયિત્વ વાલીઓએ નિભાવવાનું છે. આ કર્તવ્યને નિષ્ઠા પૂર્વક બજાવનાર એક આદર્શ સંતાન, નીતિમાન્ નાગરિક, સ્નેહલ સ્વજન અને ગુણીયલ સજ્જનનું સર્જન કરે છે. આવતીકાલના સમ્રાટ્ના પારણાની રેશમદોરી તમારા હાથમાં છે. જે કર ઝુલાવે પારણું, તે જગત પર શાસન કરે ! ઘરશાળા Page #13 -------------------------------------------------------------------------- ________________ બીજ, ધરતી ને આબોહવા કોઇ સજ્જનનો સુપુત્ર થોડો ‘આડો ફાટ્યો ત્યારે તેના સ્વજનોએ સ્વ. પૂ. જૈનાચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજને પૂછેલું: “આંબામાંથી આંબો પાકે, બાવળમાંથી બાવળ પાકે તો પછી સજનનો સપૂત ખરાબ કેમ પાકે ?'' ત્યારે પૂજ્યશ્રીએ ગજબનો તર્કશુદ્ધ જવાબ આપેલો : “એ જ આંબામાંથી ફિક્કા પાંદડા પાકે છે, એ જે બાવળમાંથી સારો ગુંદર તથા દાંત સાફ કરનારા સારા દાંતણ પણ પાકે છે ને ! જે તળાવમાંથી કમળ જન્મે છે, તે જ તળાવમાંથી કીડા પણ જન્મે છે ને ! તો સારામાંથી સારું જ પ્રગટે એવો એકાંત નિયમ ક્યાં રહ્યો ?'' પછી વધુ સ્પષ્ટત કરતા જણાવ્યું “ખરી રીતે જુઓ તો આંબામાંથી આંબો પાકે એ એક જાતનું સમાન શરીર છે. એમ અહીં પણ પિતાનું માનવ શરીર છે તો પુત્ર પણ માનવશરીર રૂપે જ જન્મ્યો છે એટલે એ અંશની સમાનતા (Physical Similarity) તો છે જ. જે અસમાનતા જણાય છે તે તો જીવનગત ગુણ-દોષો અંગે જણાય છે અને તે ~~~~~ ~~~ ઘરશાળા Page #14 -------------------------------------------------------------------------- ________________ ગુણ-દોષો શરીરને નહીં પણ આત્માને સાપેક્ષ (Soul Related) છે. પુત્રનો આત્મા અને આત્માના એ ગુણ-દોષો કાંઇ પિતાના આત્મા કે શરીરમાંથી નિર્મિત થયેલ નથી કે જેથી સમાનતાનો પ્રશ્ન ઊભો થાય. પૂર્વભવોના કેરી ફોરવર્ડ થયેલા સંસ્કારો અને વર્તમાન ભવના સંયોગોમાંથી એ ગુણ-દોષો સ્વયં આકાર લઇ લે છે.” એટલે ટૂંકો ફલિતાર્થ એ થયો કે સંતાનનું વ્યક્તિત્વ એ પૂર્વના સંસ્કારો અને વર્તમાનના સંયોગોનો સરવાળો છે. સંસ્કારો તે સ્વયં લઇને આવે છે અને સંયોગો તેને અહીં પૂરા પાડવામાં આવે છે. આ ડેટા ફિક્સ છે. જાતિવંત બીજમાં ઘટાદાર વૃક્ષની વિરાટતા રહેલી છે. જરૂર છે તેને બે સહકારી કારણો મળવાની. માટી અને માળી. ફળદ્રુપ જમીન અને કુશળ માળી એ બીજની અંદર પડેલી વિરાટતાને પૃથ્વી પર છતી કરે છે. તેમ સંતાનમાં પણ અનેકવિધ શક્યતાઓ છુપાઇને અંદર પડેલી છે. ઉચ્ચકુળ અને ઉચિત ઘડવૈયા એક નાનકડા ભૂલકામાંથી ભવ્યતાનું નિર્માણ કરી શકે છે. જીવનું અવતરણ કયા કુળમાં થશે આ વ્યવસ્થાના નિર્માણમાં તેના કર્મ મુખ્ય ભાગ ભજવે છે. પરંતુ તે પછીની અવસ્થાનું નિર્માણ કરવામાં પોતાને મળતા સંયોગો અને પોતાનો પુરુષાર્થ ભાગ ભજવે છે. આમ વ્યક્તિના જીવનનિર્માણમાં ત્રણ પરિબળો મહત્ત્વના સ્થાને રહેશે. • પૂર્વકૃત કર્મસંસ્કારો. • મળેલા સંયોગો. • સ્વ-પુરુષાર્થ આમાંથી નિર્ણાયક પરિબળ તે રહેશે, જે પ્રબળ હશે. ક્યારેક જુના સંસ્કારોની પ્રબળતા નિર્ણાયક બનીને વર્તમાન સંયોગ અને પુરુષાર્થને સાઇડલાઇન કરી દે તેવું પણ બની શકે. ક્યારેક સંયોગોની પ્રબળતા સારા પુરુષાર્થને વેગ આપવા દ્વારા જુના અશુભ સંસ્કારો પર સરસાઈ મેળવી લે છે. આમ ત્રણે પરિબળો અગત્યના હોવાથી તેને સમજી લેવા જરૂરી છે. ઘરશાળા Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકૃત કર્મસંસ્કારો મોબાઇલ ટેકનોલોજીમાં મેમરી ચિપ્સનું મહત્ત્વ બધા જાણે છે. કમ્યુટર ટેકનોલોજીમાં ફ્લોપીનું સ્થાન શું છે તે સમજાય છે. તેમ પૂર્વની વૃત્તિ-પ્રવૃત્તિ દ્વારા ઉપાર્જિત થયેલા સંસ્કારો આત્માનો જાણે કે પડછાયો બનીને તેની સાથે આવે છે. એકાઉન્ટ્સમાં કેરી ફોરવર્ડનું જે મહત્ત્વ છે એટલી જ અસરકારિતા પૂર્વના સંસ્કારોની સમજવી. બાળકની ઉમર ભલે નાની હોય પણ તેની બાળકાયામાં રહેલી ચેતના પૂર્વના સંસ્કારોથી વાસિત થઇને આવેલી હોય છે અને તેને અહીં જેવા નિમિત્તો મળે છે, તેવી તેની દિશા અને દશા નક્કી થાય છે. કાલે યુગે આ વાતને બહુ મહત્ત્વની ગણી છે. મનોવિજ્ઞાનની દુનિયાનું એક પ્રસિદ્ધ નામ એટલે કાર્લ ગુસ્લેવ યુગ. આમ તો મનોવિજ્ઞાનના પિતા સમા સિમંડ ફ્રોઇડના એક વખતના સાથી શિષ્ય. પરંતુ વિચારભેદથી થોડાક વર્ષોમાં તેનાથી યુગ અલગ પડી ગયેલા. યુગના ખ્યાલોનો બહુ પ્રચાર થયો નહીં કારણ કે યુગની માન્યતામાં પૂર્વના દેશોની ધાર્મિક માન્યતાઓ, અલગ અલગ ધર્મોની પૌરાણિક કથાઓ અને અનેક ગૂઢ વિદ્યાઓ જેવી બાબતોની છાંટ સારા પ્રમાણમાં જોવા મળતી અને માટે જ પશ્ચિમી વિશ્વને તે “કમ મનોવિજ્ઞાની ઔર જ્યાદા તત્ત્વજ્ઞાની” કે “રહસ્યવાદી' જેવો લાગતો. યુગની એક વાતને યાદ કરીએઃ જન્મેલા બાળકને જાણે મગજ જ નથી અથવા તો તેનું મગજ સાવ બ્લેન્ક, તદન ખાલી, કોરી પાટી જેવું છે, કુલદાનીમાં જેમ પસંદગીના કુલો ગોઠવી શકાય તેમ બાળકના મગજમાં ધારો તે ભરી જ શકાય એવું હોતું નથી. યુગ કહે છે કે બાળક જન્મે છે ત્યારે તેના મગજમાં બધું જ છે. તે હજી જાગ્રત નથી પણ બધી જ ગુંજાઇશ ત્યાં પડી છે. સંયોગો મળતા બધું પ્રગટ થઇ શકે છે. જૈનદર્શન તો માને જ છે કે અનંતનો યાત્રી એવો આ જીવ જન્મ ધારણ કરે ત્યારે તે સાવ બ્લેન્ક હોતો જ નથી. પૂર્વકૃત ક્રિયાઓ દ્વારા ઉપાર્જિત શુભાશુભ સંસ્કારોને તે લઇને આવેલો હોય છે. તેમાંથી કેટલાક સંસ્કારો જાગ્રત થાયકેટલાક નષ્ટ થાય, કોઇ સંવૃદ્ધ બને તો કોઇ હીન થાય ને હશાળા Page #16 -------------------------------------------------------------------------- ________________ કેટલાક સુષુપ્ત પડ્યા પણ રહે. જીવને અહીં મળતા વાતાવરણની અસર હેઠળ આ સંસ્કારો એક્ટિવ બને છે. સંયોગ વ્યક્તિના વિચાર ઉપર સર્વાધિક અસર વાતાવરણની હોય છે. મીઠાઇની દુકાન પાસેથી પસાર થતા મીઠાઇનો વિચાર સહજ આવે છે. શોપિંગ સેન્ટરના શોરૂમ પર નજર પડતા વિચાર તે દિશા પકડે છે. કોઇ ફિલ્મી પોસ્ટર પણ વ્યક્તિના વિચારને આકાર આપે છે ને પરમાત્માની છબી પણ વિચારોને ઘડી શકે છે. આમ વિચાર અને વાતાવરણ વચ્ચે સીધી લિન્ક છે. વિચાર એ આચારની પૂર્વભૂમિકા છે અને વાતાવરણ એ વિચારનું પુર્વચરણ છે. અહીં પ્રબળ કક્ષાના સારા સંયોગો સર્જીને મા-બાપ સંતાનના ઉપકારક બની શકે છે. બાળક પાસે રહેલી સરળતા અને સહજતા તેના સંસ્કરણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. બાલ્યકાળમાં બધા સંસ્કારો કાર્યરત બનતા નથી માટે તે વખતે સંસ્કરણ વધુ સરળ બને. તે વખતે મળતા સંયોગોને તે પૂરા દિલથી અપનાવી લે છે. બાળકની પ્રવાહિતા અને પારદર્શકતા પાણી જેવી હોય છે. પાણી માટે હિંદીમાં એક મજાનું મુક્તક છેઃ પાની રેપની! तेरा रंग कैसा? जिसमें मिला दो, વલ, ૩ નૈસા ! બાળકને નાની ઉંમરમાં રમતગમતના સાધનો આપતી વખતે, મોજ મજા કરાવતી વખતે તેનાથી બાળકને કેવો રંગ ચડશે તે જાગ્રત વાલીએ ચકાસી લેવું ! બાલમાનસ અને કિશોરમાનસ પર સર્વાધિક અસર બે ચીજોની હોય છે. (૧) તેને મળતું સાહિત્ય અને સંગત (૨) ટેલિવિઝનના દશ્યો. ખાસ કરીને વર્તમાનમાં પ્રિન્ટ મિડિયા અને પ્રસાર માધ્યમોની તેના પર ખરાબ અસર ન પડે તે જોવું જરૂરી છે. અસભ્ય સાહિત્યથી લઇને વર્તમાન પત્રોની રંગીન પૂર્તિઓ સુધી કઇ બાબતોથી તેના મન પર કેવો રંગ ચડસે તે વાલી વિચારે ! હશાળા Page #17 -------------------------------------------------------------------------- ________________ અભદ્ર સાહિત્ય બાળકોને માનવીય સ્તરથી નીચે પટકી નાંખવા સિવાય કોઇ કામ કરતું નથી. અમેરિકામાં બળાત્કાર જેવા ગુન્હાઓમાં સંડોવાયેલા ગુન્હેગારોના મુખેથી મળતા રિપોર્ટ્સ છપાયા છે તેમાં જણાવ્યું છે કે ‘૮૬ ટકા ગુન્હેગારો અશ્લીલ સાહિત્યના બંધાણી હતા અને મોટા ભાગનાએ કબૂલ્યું હતું કે અઘટિત કાર્ય કરવામાં તેમના મનમાં જાગેલો અશ્લીલ દૃશ્યોનું અનુકરણ કરવાનો ઉન્માદ કામ કરી ગયો !'' આજે બાળકો મા-બાપ અને મિત્રો પાસેથી નથી શીખતા એટલું બધું તે ટેલિવિઝન પાસેથી શીખે છે. જીંદગીના પ્રારંભિક દોઢ દાયકામાં આશરે એક બાળક ટેલિવિઝન પર પૂરા પંદરેક હજા૨ કલાકના પ્રોગ્રામ્સ જોઇ ચૂક્યો હોય છે. જેમાં અંદાજે પંદરેક હજા૨ હત્યાઓ, એથી વધારે હિંસક હુમલાઓ, હજારો બળાત્કારો ને લાખો ચેનચાળાઓ જોઇ ચૂક્યો હોય છે. આમાનું માત્ર ૧ ટકો પણ તે અપનાવે તો ક્યા વાલી તે ચલાવી લેવા તૈયા૨ હશે ? કુમળા બાલમાનસ ઉપર ટીવી પર આવતી જાહેરખબરો દ્વારા હજારો વાર એવા વૈચારિક હુમલાઓ થઇ રહ્યા હોય છે કે શરાબ તો મસ્તી લાવે છે ! સિગારેટ ફૂંકવી એ તો શાન છે ! તમાકુ તમારી જાનમાં જાન રેડે છે ! બાકી રહ્યું છે તે પુરું કરવાની કસમ ખાધી છે રોજિંદી સીરિયલોએ ! ફેમિલી દશ્યો બતાવવાના નામે ફેમિલી લાઇફ પર સહુથી વિપરીત અસર પાડનારી આ બેહુદી પટકથા વળી લાંબી લચક સીરિયલો બિન્ધાસ્તપણે અનૈતિક સંબંધોને રજુ કરે ત્યારે કિશો૨વય અને યુવાવયની વચ્ચે રહેલા માનસ ૫૨ આની શું અસર પડશે તે સરકાર કે મિડિયા કદાચ ન વિચારે. શું સંતાનના વાલી પણ નહીં વિચારે ? વાલીજનો ! ભૂલતા નહીં કે તમારા સંતાનો પોતાના જીવન ધોરણ અને આદર્શો રૂપે૨ી પડદા પરથી સીધા ઉપાડી લેતા હોય છે. આ દૃશ્યોની કાતિલ અસ૨ એટલી બધી જલદ હોય છે કે બિચારો બાળક પોતે પણ જે બનવા નથી માંગતો, એ જ બની બેસે છે ! (છતાં ખરા ગુન્હેગારને ક્યારેય સજા થતી નથી.) સંતાનને સંસ્કારી બનાવવા ઇચ્છતા પ્રત્યેક મા-બાપ આ વાતને ખૂબ જ ગંભીરતાથી લે તેવી ભલામણ. (વાસ્તવમાં ચેતવણી !) ૧૦ ઘરશાળા Page #18 -------------------------------------------------------------------------- ________________ કમ્યુટર ક્ષેત્રે એક સિદ્ધાંત છે. GIGO (Garbage in, Garbage out) સંતાનના સંસ્કરણ ક્ષેત્રે પણ આ સિદ્ધાંત એટલો જ સચોટ છે. જે અંદર નાંખવામાં આવે છે તે જ બહાર આવે છે. પૃથ્વીને પાટલે અવતાર લેનાર પ્રત્યેક માનવની પાસે જુનો સ્કેપ અને નવો સ્કોપ બને છે. તેને કેવું વાતાવરણ મળે છે તેના પર બધો જ મદાર છે. આ રીતે જોતા ફરી એકવાર દરેક બાળક માટે તેના મા-બાપનો રોલ ખૂબ જ નિર્ણાયક બની રહે છે. દૂધમાંથી શું મળી શકે ? આ શક્યતા તપાસતા પૂર્વે દૂધમાં શું ભળશે તે જોવું પડે. દૂધમાં પાણી ભળે તો ઉકાળો બની શકે, મેળવણ ભળે તો દહીં જામી શકે, એસેન્સના ચાર ટીપા ભળતા સ્વાદિષ્ટ પીણું તૈયાર થઇ શકે અને તેજાબના બે ટીપા પડે તો આ બધી શક્યતાઓ ધરાવતું દૂધ ફાટી પણ જાય ! - પુરુષાર્થઃ સંસ્કાર પૂર્વના સાથે આવે છે. મા-બાપ તરફથી સારા સંયોગો મળ્યા હોય તે પછી પણ સફળ સંસ્કરણ પ્રયોગ માટે એક પરિબળ સંતાન તરફ મીટ માંડીને બેઠું છે અને તે છે તેનો પોતાનો પુરુષાર્થ. માતા રોટલી બનાવી શકે, ખવરાવી શકે, સંતાનના દાંત હલાવી ન શકે ! એટલી કામગીરી તો તેના પક્ષે રહે છે. આમ ત્રણ પરિબળો ભેગા મળીને સંસ્કરણયજ્ઞનો સામગ્રીથાળ બને છે. અહીં સંસ્કાર પોષક વાતાવરણ આપવાનો ભારવાલીના ખભે છે. શરૂઆતના વર્ષોમાં સજ્જડ સંસ્કરણ થયું ન હોય અને પૂરતું ધ્યાન અપાયું ન હોય ત્યારે મોટા ભાગના ઘરોમાં બનતું હોય છે કે મોટા થઇને છોકરાઓ બગડી જાય છે, નાના હતા ત્યારે કેવા સારા હતા !” સંસ્કારહીન વાતાવરણની જલદ અસર હેઠળ આવું ઘણા ઘરોમાં બનતું હશે. આવી ઉથલપાથલમાં કોઇ એકનો હાથ હોતો નથી. શરૂઆતના સંસ્કરણની થોડી નબળાઇ, સંતાનની ઉંમર તથા મનોદશા અને પ્રદૂષિત વાતાવરણની સિન્ડિકેટ કામ કરી જતી હોય તેવું લાગે છે. સૂરજ ઊગે એટલે આજ ઊગી, સંતાન આવે એટલે આવતી કાલ ઊગી. ઘરશાળા Page #19 -------------------------------------------------------------------------- ________________ ઊગતી પેઢીને ઊગતા સૂરજ સાથે સરખાવી શકાય : પૃથ્વી પર પડતો વરસાદ પણ સૂરજના તડકાને આભારી છે. પૃથ્વી પર ઊગતું અનાજ પણ સૂરજના તડકામાંથી કંઇક મેળવે છે. સૂરજ વનસ્પતિમાં વિટામિન્સ જન્માવે છે, માણસને વિટામિન્સ આપે છે. અઢળક પ્રકાશ અને પુષ્કળ ઊર્જાનો અલ્ટીમેટ સોર્સ પણ સૂરજ ! સમગ્ર જીવસૃષ્ટિની આજ અને આવતીકાલનો આધાર છે સૂરજ. સૂરજનો કોઇ પર્યાય હોઇ ન શકે ! સૂરજ માટે અંગ્રેજીમાં શબ્દ છે, Sun. સમાન ઉચ્ચાર અને ભિન્ન વર્ષાવલી વાળો આવો બીજો શબ્દ છે, son. Sun એટલે સૂરજ, Son એટલે દીકરો. સૂરજને અંધકાર, અનાચારને આળસનો વૈરી કહ્યો છે. સૂર્યનો ઉદય પ્રકાશ ફેલાવે છે, આળસ ખંખેરીને લોકોના શરીરમાં સક્રિયતાનો માહોલ સર્જે છે અને ચોર, કામી તથા હનવર્ગને નિષ્ક્રિય બનાવે છે. સન એટલે ભાઇ સન ! સૂરજ હોય કે સંતાન ! જેના અસ્તિત્વમાં અંધકાર, આળસ ને અનાચાર ન હોય તેનું નામ “સન” ! ઘરશાળા Page #20 -------------------------------------------------------------------------- ________________ માવજતની મોસમ તમારે હવે કાંઇ કહેવું છે ખરું ?''ચુકાદો આપતા પૂર્વ જજ સાહેબે ચોરને પૂછ્યું. હા ચોરે કહ્યું: “મારી એવી ઇચ્છા છે કે મારા માતા- . પિતાને મારી સાથે જેલમાં મોકલવામાં આવે.” કાંઇ કારણ?” આશ્ચર્ય સાથે જજ સાહેબે પૂછ્યું. બહુ મજબૂત કારણ છે'-ચોરે કહ્યું: “નાનપણમાં સ્કુલમાંથી એક પેન્સિલ ચોરીને લાવ્યો હતો ત્યારે તેમણે મને કાંઇ જ ન કહ્યું. એકવાર પેનસેટ સાથેનો કંપાસબોક્સ ઊઠાવી લાવ્યો, ત્યારે પણ મારી પીઠ થાબડવામાં આવી હતી. પછી ક્યારેક પાડોશીને ત્યાં હાથ અજમાવી લેતો ત્યારે પણ તેમણે આંખ આડા કાન કર્યા હતા. એકાદ બે વખત સ્વજનોના ઘરે હાથ સફાઇ કરી હતી. અંદરખાને તેઓ ત્યારે પણ ખુશ થયા હતા. પછી તો ચોરી મારી ટેવ બની ગઇ. જજ સાહેબ ! હું ચોર નથી, હું સંસ્કારી છું. ચોરી એ મારી આદત નથી, મારા સંસ્કાર છે. અને આવું સંસ્કરણ, આપનારા, મારી બુરાઇને ઉત્તેજન આપનારા શું સાવ નિર્દોષ હોઇ શકે ? માત્ર છ વર્ષની ઉમરે મેં પેન્સિલની ચોરી Eશાળા Page #21 -------------------------------------------------------------------------- ________________ ક૨ી હતી. તે જ વખતે મારી શાન ઠેકાણે લાવવાની જવાબદારી, અધિકાર અને તાકાત બધું જ હોવા છતાં તેમણે ત્યારે મને વાર્યો નહીં ત્યારે જ હું આગળ વધ્યો ને ! માટે એમને પણ સજા થાય તેવી મારા માંગણી છે. કાયદાને ભલે મર્યાદા હોય પણ કાળજામાં પડઘાય એવા આ શબ્દોમાં બચાવ ઓછો હતો, હૈયાવરાળ વધુ હતી. પ્રોત્સાહન એ ગતિનો હેતુ છે. પ્રોત્સાહન કઇ દિશામાં છે તેના આધારે ગતિની આગળ‘પ્ર’ અથવા ‘અધો’ શબ્દ ઉમેરાય છે. સંતાને આગળ જઇને શું કરવાનું છે તે વાત તેના વાલીઓ દ્વારા અગાઉથી જ નક્કી થઇ શકતી હોય છે. આ શક્યતાનો સંદર્ભ હંમેશા નજર સામે રાખીને બાળકને પ્રોત્સાહિત કરવો જોઇએ. ‘‘સીડેડ ! હી ઇઝ ગોન !’' ઇલેક્ટ્રોનિક ગેમ્સ રમતા કોઇ આખી ગાડીને ઉડાવી દેનાર બાળક બોલે છે. ‘હાઉ સ્માર્ટ !' કહીને પપ્પા તેની પીઠ થાબડે છે. ત્યારે આ પપ્પાને ખ્યાલ હશે ખરો કે આ સ્માર્ટનેસ ભવિષ્યમાં કેવી ઘાતક બની શકે છે ? ‘લુક મોમ !’ મેં પેલા એલિયન (પરગ્રહવાસી)ને હરાવી દીધો. આઇ કિલ્ડ હિમ !' મુઠ્ઠી વાળને દાંત કચકચાવી પોતાનું શૌર્ય બતાવતા લાલને ‘વેરી ગુડ !' કહીને પ્રોત્સાહન આપતી માતા જાણતી હશે ખરી કે આ હિંસકવૃત્તિને અપાઇ રહેલું ઉત્તેજન આગળ ૫૨ શું પરિણામ લાવી શકે છે ? રશિયન તત્ત્વજ્ઞ ટોલ્સટોયને એક લોખંડનો ટુકડો બતાવીને કોઇએ પૂછેલું: ‘આનું મૂલ્ય શું આંકી શકાય ?’ ‘ડિપેન્ડ્સ’ ટોલ્સટોયે કહ્યું ‘તમે આમાંથી ખીલી બનાવો તો કંઇક ઉપજે, કોઇ મોંઘી મશીનરીના સ્પેરપાર્ટસ બનાવો તો કદાચ થોડું વધારે ઉપજે અને આમ જ ભંગારમાં જવા દેશો તો ખાસ કાંઇ નહીંઉપજે. જેવું ઘડતર તેવી પડતર !'' આ થીયરી લોખંડના ટુકડાથી માંડીને લાડકા દીકરા સુધી સ્ટ્રેચેબલ છે. પોતાના દીકરાને નાની ઉંમરમાં જ બ્રાઇટ ચાઇલ્ડ કે વિઝ કિડનું લેબલ લગાડી દેવાની લ્હાયમાં મા-બાપ સ્વયં બાળકના સંસ્કારી ભાવિને નજર અંદાજ કરે છે. ૧૪ ઘરશાળા Page #22 -------------------------------------------------------------------------- ________________ મોબાઇલ અને કમ્યુટર પર મા બાપે જીંદગીમાં જોઇ કે સાંભળી પણ ન હોય એવી ફાસ્ટ અને હિંસક ગેમ્સ રમતા આજના ટાબરિયાઓ એકસ્ટ્રા સ્માર્ટ હોય છે. ચાવી દીધેલા રમકડાઓ હવે તેમને સાવ રબિશું લાગે છે. ટેડીબેર્સ, બાર્બીડોલ કે રંગીન નાનકડી ગાડીઓનો કાફલો તો તેમને આઉટડેટેડ લાગે છે. લંગડી કે લખોટી, સંતાકુકડી કે આમલી-પીપળીને મોઇદાંડી જેવી રમતો અંગે તેમને પૂછો તો આજનું બચ્ચા જનરેશન એટલું બધું ઇન્ટેલિજન્ટ છે કે ઘડીકમાં જ ઈન્ટરનેટના ગૂગલના સર્ચ એન્જિનમાં જઇને જાણી લાવશે. અઢી વર્ષનો રુચિત હાથમાં રિમોટ લઇને ધડાધડ ચેનલો ફેરવવા લાગે અને પોતાને જે કાર્ટુન નેટવર્ક જોવું હતું તે લાવીને જ જંપે ત્યારે તેના માબાપ દીકરાની આ કાબેલિયતનો ગર્વ લેતા હોય છે. જે ભારે તો ત્યારે પડે છે જ્યારે એકાદ દાયકા બાદ મોડી રાત્રે બધા સૂઈ ગયા પછી પણ, રુચિત હાથમાં રિમોટ લઇને સૂતા સૂતા ચેનલો ફેરવતો હોય. - ત્રણ વર્ષનો મિહિર હાથમાં મોબાઇલ લઇને વાત કરે ત્યારે તેની સ્માર્ટનેસ જે મા-બાપને ગમે છે તેમને જ બળતરા તો ત્યારે થાય છે કે જ્યારે એસ. એસ. સી. માં ભણતો મિહિર કોઇ વિચિત્ર અને વાંધાજનક એમએમએસની ક્લિપિંગ્સ અને બીજું પણ અણછાજતુ ઘણું બધું પોતાના મોબાઇલમાં સ્ટોર કરી બેઠો છે તેવો તેમને શક જાય. - સભ્ય ગણાતા પરિવારનું બાળક નાની ઉંમરે ક્યાંકથી સાંભળીને શીખી લાવેલો અપશબ્દ બોલે તો તરત તેને ટોકવામાં આવે છે અને આવા ડર્ટી વસ નહીં બોલવાની કડક સૂચના અપાય છે. આ વાત ખૂબ ગમે એવી છે. જો કે નાનું બાળક ગમે તે બોલે તેનું ખાસ મહત્ત્વ હોતું નથી અને તે શું બોલે છે તેની તેને પણ કાંઈ ગતાગમ હોતી નથી. છતાં તેને ટોકવાનું કારણ એક જ છે. “પછી ટેવ પડી જાય તો !” આવી સાદી સમજ બધે રાખવી જોઇએ. મોટા થતા જે વાત સંતાન માટે જોખમી પૂરવાર થઇ શકતી હોય તે વાત બાલ્યકાળે જોખમી ન હોવા છતાં પણ જોખમી છે. કારણ કે પછી ટેવ પડી જાય તો !' ઘરશાળા Page #23 -------------------------------------------------------------------------- ________________ દીકરી મોટી થતા કંઇક ઓછા સારા કહેવાય તેવા વેસ્ટર્ન આઉટફિટ્સ પહેરતી થાય ત્યારે કેટલાક સંસ્કારી પરિવારના કો'ક મોભીનો જીવ ચોક્કસ બળતો હોય છે. પણ આ જ દીકરી જ્યારે સાવ નાની હતી ત્યારે તેને ટૂંકા ને સ્લીવલેસ વસ્ત્રો કોણે પહેરાવ્યાં હતા.? નાનપણમાં કદાચ એ એટલું ખરાબ નહોતું અને છતાં ખરાબ હતું. કારણ કે પછી ટેવ પડી જાય તો ! બાળક મોટું થયા પછી જે પ્રવૃત્તિ કરે નહીં એવી જે બાબતે મા-બાપ ઇચ્છા ધરાવતા હોય તે બધી જ બાબતોથી બાળકોને પહેલેથી વેગળા રાખવાનું ડહાપણ મા-બાપે રાખવું જરૂરી. તેમાં પણ જે કાળે બાળકો બહુ નાની ઉંમરમાં જ મોટા થઇ જતા હોય તે કાળે આ સાવધાની રાખવી ખૂબ જ અનિવાર્ય બને છે. પોષક ખોરાક મળવાથી શરીરનું બંધારણ એવું નક્કર બને છે કે સામાન્ય હવાફેર કે વાઇરસ જલદી અસર કરી શકતા નથી. આવું જ બાલમાનસ અંગે સમજવું. પોષક વિચારો એ મનનો પૌષ્ટિક ખોરાક છે. કુનિમિત્તો અને કુસંગના વાઇરસ સામે ટકી રહેવાની પ્રતિકાર શક્તિ બાળકના મનમાં પહેલેથી ઊભી કરી દીધી હોય તેવા મા-બાપને મોટા થતા બાળકના સંસ્કાર સ્વાથ્ય અંગે ચિંતા ઓછી રહે. શિયાળામાં ખાધેલા ખજુર વર્ષભર અસર આપે છે. શૈશવકાળ એટલે જીવનનો શિયાળો. શિયાળામાં જઠરાગ્નિ વધુ પ્રદીપ્ત રહે તેથી જે આપો તેનું પરિણમન થઇ જાય છે. પરંતુ આજે જીવનનો શિયાળો વીતી જાય ત્યાં સુધીમાં બાળક સાથે પૂરતા પ્રમાણમાં પોષક વાર્તાલાપ થતો નથી. બાળક સાથે જેને અર્થપૂર્ણ વાર્તાલાપ (Meaningful Dialogoue) કહેવાય તેવો સમય કદાચ આખા અઠવાડિયામાં પૂરો અડધો કલાક પણ થતો હશે કે કેમ તે એક સવાલ છે. બાલ્યકાળ એટલે ખરો ગ્રહણકાળ. માણસ જીવનમાં જેટલા શબ્દો શીખે છે તેમાંથી તેનો મોટા ભાગનો શબ્દકોશ ઉમરવર્ષ ત્રણ થી છની વચ્ચે તૈયાર થાય છે. મોટા થઇને બાળકો જે કાંઇ કરે છે. તેનું ઘણું ખરું પ્રોગ્રામિંગ પણ લગભગ ત્રણથી છ વર્ષની વચ્ચે તૈયાર થાય છે. ઉંમરમાં આગળ વધતા જ ૧૬ ઘરશાળા Page #24 -------------------------------------------------------------------------- ________________ પછી તે દરેક વાતમાં લોજિક શોધવા માંડે છે. તે વખતે સમજાવવામાં વધુ હેતુપૂર્વક સમજાવવું પડે. જ્યારે ત્રણ થી છ વર્ષની વચ્ચેનો સમય એટલે નિર્ભેળ ગ્રહણકાળ. આ સમયગાળામાં બાળક કહ્યાગરું પણ હોય છે, જે સંસ્કરણના યજ્ઞને વધુ ફળદાયી બનાવે છે. વાવણીની વેળા ચૂકી જનારા ખેડુતે પાકની આશા છોડી દેવી પડે છે. બાળકના સંસ્કરણ અંગે મા-બાપે ખેડુત જેટલા સતર્ક રહેવું પડે. ખેતરમાં હરિયાળી તૈયાર થાય છે તેની પાછળ કેવલ “વાવણી” થી કામ નથી થતું, નિંદામણ”ની પણ એક અગત્યની ભૂમિકા હોય છે. (નિંદામણ શબ્દનો અર્થબોધ ન થાય તેમણે પોતાનામાં સંસ્કારોની “વાવણી કરનાર પાસેથી તે શબ્દાર્થ જાણી લેવો !) . આ માટે કેટલાક સંરક્ષણાત્મક અને રચનાત્મક પગલા લેવા જોઇએ. આ માટે મા-બાપ બાજવૃત્તિ અને કાકવૃત્તિને અમલમાં મૂકી શકે છેઃ - બાજવૃત્તિઃ ઊંચા આકાશમાં ઊડતું બાજ પંખી અતિ તીણ નજર ધરાવતું હોય છે. હજારો ફુટ નીચે રહેલું કલેવર તેની નજરે તરત જ ચડી જાય અને ચીલ ઝડપે નીચે ઊતરીને તેને ઊંચકીને પાછું ઉપર જતું રહે. તેની નજરમાં ચોક્કસાઇ છે અને તેની ગતિમાં ચપળતા હોય છે. સંતાન ઉપર આ રીતે બાજનજર રાખવી. શંકાના કારણે થતી આ કોઇ જાસુસી નથી. સંતાનના સંરક્ષણની ભાવના સાથે સંકળાયેલી તેની યોગક્ષેમની આ એક પદ્ધતિ છે. સંતાનો નજરથી અળગા જતા અવનવું ને અજુગતું શીખવા લાગ્યા છે તેવો અહેસાસ થતા અમેરિકામાં આજકાલ શાલાને બદલે ઘરમાં જ બાળકોને અભ્યાસ કરાવવાની પ્રણાલિ જોર પકડી રહી છે. અંદાજે દસેક લાખથી પણ વધુ બાળકો આ રીતે હોમ સ્કુલમાં ભણે છે. આ પદ્ધતિના કારણે બાળકો પરિવાર સાથે સંકળાયેલા રહેવા ઉપરાંત બહારથી ધુમ્રપાન, ડ્રગ્સ અને બીજા અનેક દુષણોથી પણ બચી જાય છે એવા ફાયદાની ત્યાં નોંધ લેવાય છે. અગાસીમાં વડી કે પાપડતડકે મૂક્યાં હોય તો તેના પર નજર રાખવાની પરંપરા જાળવનારા (આજે છે ?) સંતાનો પર નજર ન રાખી શકે ? ઘરશાળા Page #25 -------------------------------------------------------------------------- ________________ ટી.વી., રિમોટ, મોબાઇલ, કમ્યુટર, ઇન્ટરનેટ જેવા સાધનોનો બિનજરૂરી ઉપયગો સંતાન ન કરે અથવા ખૂબ મર્યાદિત ઉપયોગ કરે. મિત્રવર્તુળ કે પાડોશીવર્ગમાંથી કંઇક “અવનવું' તે શીખી ન લાવે તેની કાળજી રાખવી. વિચિત્ર ચિત્રોવાળા વર્તમાનપત્રો, મેગેઝિન્સ કે અન્ય કોઇ વાંધાજનક સાહિત્ય સાથે સંતાનને દોસ્તી ન થઇ જાય. વાણીમાં, વર્તનમાં, વેશમાં કે વ્યવહારના કોઇ પણ ક્ષેત્રે સંસ્કારિતા અને સભ્યતાની સરહદ બહારનું કાંઇ પણ પ્રવેશી ન જાય તેની બાજનજરેતકેદારી રાખવી અને એવું કંઇક આવેલું લાગે તો તે ખામી સ્થાયી બને તે પૂર્વે જ બાજની ચીલ ઝડપે તેને દૂર પણ કરી દેવી. કાકવૃત્તિઃ વર્ણ કાળો પણ કાગડો કેટલીક ગજબની ગુણવત્તા ધરાવે છે. બેફિકર કોયલ પોતાના ઇંડા મૂકીને જતી રહે છે. તેનું સેવન કરવાનું પરોપકારી કૃત્ય કાગડો કરે છે. સંતાનના સંસ્કરણમાં સજાગ રહીને બાળકના જીવનમાં મૂલ્યો અને સગુણોનું પ્રાગટ્યથાય તે રીતે કંઇક રચનાત્મક પગલા લેવા એ કાકવૃત્તિ છે. આ માટે બે અસરકારી પદ્ધતિઓને અજમાવી શકાય. વાર્તા દ્વારા વિચાર પદ્ધતિ : બાળક રવભાવે વાર્તાપ્રિય હોય છે. રોજ થોડો સમય કાઢીને એકાદ નવી, નાની અને સાત્ત્વિક વાર્તા બાળકને કહી શકાય. સાથે વાર્તાના મૂળતત્ત્વ ઉપર થોડા અને સરળ શબ્દોમાં પ્રેરણારૂપે પ્રકાશ પાડી શકાય. આ માટે મા-બાપે કથાકાર તરીકે થોડા તૈયાર થવું પડે. કથા સારગર્ભિત હોય, બાળયોગ્ય હોય અને રજુઆત બાળભોગ્ય હોય તો વિશેષ લાભકારી બની શકે. આ સંસ્કરણપદ્ધતિને આપણે “વાર્તા દ્વારા વિચાર પદ્ધતિતરીકે ઓળખશું. બાળકને વાર્તા કહેનારો માત્ર વાર્તા નથી કહેતો. વાર્તાના માધ્યમથી એક નક્કર અને પોષક તત્ત્વોથી ભરેલો તાજો વિચાર આપી રહ્યો છે. માતા જીજાબાઇએ રામાયણના અરણ્યકાંડની કથા વસ્તુઓના રસાળ શ્રવણથી સંસ્કારેલો બાળક આગળ જતા છત્રપતિ શિવાજી થયો હતો. માત્ર બે જ વર્ષ જો આ કાર્યક્રમ ચાલે તો બાળકમાં સત્ત્વ, દયા, કરુણા, નૈતિકતા, પરોપકાર, ઉદારતા, સત્યનિષ્ઠા, શૌર્ય, વિનય અને વિવેક જેવા ૧૮ ઘરશાળા Page #26 -------------------------------------------------------------------------- ________________ કેટલાય સગુણોના બીજારોપણ કરી શકાય. આ અસરકારી ચાઇલ્ડ વેક્સિનેશન છે. તેની અસર જીવનપર્યત રહી શકે. ઝલક દ્વારા જ્યોત પદ્ધતિ : વાર્તા પદ્ધતિના એક સંલગ્ન અન્ય પ્રકાર રૂપે આવું પણ કરી શકાય. પોતાના પરિચિત વર્તુળમાંથી કોઇએ (ખાસ કરીને બાળકે) કરેલા સત્કાર્યોની અથવા તે બાળકોની સંસ્કારિતાની ઝલક આપવા દ્વારા પણ બાળકને ઇસ્પાયર કરી શકાય. આ પદ્ધતિને આપણે 'ઝલક દ્વારા જ્યોત' પદ્ધતિ તરીકે ઓળખશું. આમાં માતા પિતાને બાલમાનસની બે વિશેષતાઓનો ફાયદો મળે છે: (૧) સરખે સરખાનું જોઇને બાળક ઝડપથી ઉત્સાહિત થાય છે. (૨) બાળકની સામે જે વસ્તુને ગૌરવરૂપે, પરાક્રમરૂપે, આદર્શરૂપે કે પ્રશંસનીયરૂપે રજુ કરાય તેને અપનાવવાનું બાળકને ખૂબ તાન ચડતું હોય છે. આજના વિજ્ઞાપન બજારમાં બાલમાનસની આ બંન્ને વિશેષતાઓનો ભરપૂર લાભ ઉઠાવવામાં આવે છે, પોતાનો માલ પધરાવવા ! તો આ પદ્ધતિની અસરકારકતાને સંસ્કરણના સચોટ ઉપાયરૂપે અજમાવી શકાય. વાર્તા કે ઝલક દ્વારા એક મૂલ્યવાન વિચાર કે સારા નરસાનો ખ્યાલ બાળકને આદર્શરૂપે પીરસવામાં આવે છે, અને આદર્શ એ આચરણની દિશા નક્કી કરે છે. આમ બાળકના ભાવિનું પ્રોગ્રામિંગ કરવાની તક ઝડપી લેવી જોઇએ. આ પદ્ધતિ પાછળ કદાચ સરેરાશ રોજની પંદરથી વીસ મિનિટ જ ફાળવવાની રહે. આમાં સમય કરતા સાતત્ય વધુ મહત્ત્વનું છે. જે મા-બાપ બે ત્રણ વર્ષ માટે આ રીતે રોજની વિશ મિનિટ ફાળવી શકે તેને કદાચ આગળના વર્ષોમાં આખી રાતોના ઉજાગરા નહીં કરવા પડે. ઘરશાળા Page #27 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસંસ્કરણઃ રત્નપ્રસૂતા બનવાની સાધના પરમ પવિત્ર જૈનાગમ શ્રી કલ્પસૂત્ર. શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના અલૌકિક જીવનના તમામ પાસાઓની તેમાં સુંદર છણાવટ થઇ છે. પ્રભુના જન્મનો અધિકાર વર્ણવતા ગ્રન્થકારે પ્રયોજેલી પંક્તિઓમાંથી એક મજાની વસ્તુ જાણવા મળે છે. તીર્થંકરદેવો, ચક્રવઓ, બળદેવો કે વાસુદેવો જેવા પુરુષરનો કાયમ ઉત્તમ કુળમાં જ અવતરે છે. • તેઓ તુચ્છકુળમાં જન્મ લેતા નથી. (રાજીવું હિતો) • તેઓ દરિદ્રકુળમાં જન્મ લેતા નથી. (૫રિહિતી) • તેઓ કૃપણકુળમાં જન્મ લેતા નથી. (રવિવMહિંતો) ઊંચો પાક આપતી ખેતરની માટી પણ ઊંચી જ હોય છે. સાચો હીરો મૂલ્યવાન છે તો તેનું જડતર ક્યારેય એલ્યુમિનિયમ રિંગમાં નથી જ થતું. ભાંગેલી પતરાળીમાં ઘરશાળા ઘરશાળા Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ ભોજન દ્રવ્યો લગભગ પીરસાતા નથી. હલકો અને નબળો માણસ લગભગ રાજસિંહાસન પર સ્થાન પામતો નથી. તેમ ઉત્તમ જીવોનું અવતરણ પણ ઉચ્ચ કુળોમાં થાય છે. ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ એટલે સર્વોચ્ચ કક્ષાની રાજપાટ ! તીર્થકરો એટલે સર્વોચ્ચ કક્ષાની ધર્મપાટ ! વિશિષ્ટ પુણ્ય અને અપ્રતિમ સાધનાનું સામર્થ્ય લઇને અવતરતા જીવો તેને સમુચિત સ્થળે જ સ્થાન ગ્રહણ કરે છે. આના પરથી એક વાતનો અંદાજ માંડી શકાય - જે કુળમાં આસ્તિકતા અને આર્યત્વના આદર્શો રહેલા હોય. - જે કુળમાં સગુણો, મૂલ્યો અને સંસ્કારિતાનો આદર કરાતો હોય. તેવા કુળમાં આવનાર બાળકની કક્ષા પણ સાવ કંગાળ તો ન જ હોઇ શકે. - એક કરોડનો ફલેટ, પચ્ચીસ લાખનું ઇન્ટિરિયર અને પંદર લાખની ગાડી ખરીદનારા સજ્જનની આર્થિક સ્થિતિ સાધારણ ન જ હોય તે સમજી શકાય છે. મેડિકલ કોલેજમાં મેરિટ્સ પર એડમિશન મેળવી લેનાર વિદ્યાર્થીનું બૌદ્ધિક સ્તર નીચું ન જ હોઇ શકે. તેમ ઉત્તમકુળમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ કોઈ અતિપુણ્યવાન આત્મા જ હોય તે સહજ છે. પુષ્કળ પુણ્યરાશિનો ચેક વટાવીને તે આવા કુળમાં આવ્યો હોય છે. એટલી પુણ્યની મૂડી વટાવતા પૂર્વે તેણે તે કમાઇ હશે અને તે માટે તેણે અગાઉના ભવોમાં સત્કાર્યોની શ્રેણી અને સદ્ગણોની શૃંખલા ઊભી કરી હશે. તેની આ કાર્યવાહીમાં ક્યાંક સમયનો પૂરવઠો ખૂટી પડતા તે ત્યાં અધૂરો રહ્યો. અહીં આવ્યો છે, તે અધૂરું કાર્ય પૂર્ણ કરવા, તે ન ભૂલવું જોઇએ. ટેસ્ટ-મેચના બીજે દિવસે સવારે કોઇ બેટ્સમેન ૧૮૪ના વ્યક્તિગત સ્કોરથી પોતાની ઇનિંગ્સ આગળ ધપાવે ત્યારે તેના આગલા દિવસની સતત અને સખત રમત, જે દિવસ પૂરો થઈ જવાના કારણે અધૂરી રહેલી, તેને પૂરો નિખાર મળે તેવી ઇચ્છા અને આશા કોને ન હોય ? તેમ ઉત્તમકુળમાં આવનાર સંતાન એક રીતે પૂર્વનો કોઇ સાધક હોય છે. ઘરશાળા Page #29 -------------------------------------------------------------------------- ________________ ગીતાનું અર્થપૂર્ણ વિધાન અહીં ટાંકવાનું મન થાય એવું છે : "शुचीनाम् श्रीमताम् गेहे योगभ्रष्टोऽभिजायते." પોતાના ઉદરમાં ગર્ભ રૂપે બાળક અવતરતાની સાથે, માતૃત્વની મહાન પદવીના પ્રાંગણમાં ઊભેલી ધન્ય નારીને એ વાતની તો ખાત્રી જ હોય છે, મારા ઉદરમાં અવતરેલો આ આત્મા કોઇ સામાન્ય જીવ નથી, અસાધારણ છે.. . તે ભોગભ્રષ્ટ ન હોઇ શકે, યોગભ્રષ્ટ છે.. તે તુચ્છકક્ષાનો નહિ પણ જાણે કોઇ ભૂલો પડેલો અવધૂત છે. તે ઉકરડામાં ફેંકી દેવા જેવું અશુચિમય જીવન જીવવા અહીં નથી આવ્યો. તે અસ્તિત્વના જંગમાં હોમી દેવા જેવું માત્ર પેટીયું રળવા અહીં નથી આવ્યો. તે તો ઉમદા અને આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ કરીને અંજલિ જેવું ભવ્ય જીવન જીવવા આવ્યો છે. આ બાળક તો... હેમચંદ્રાચાર્ય કે હરિભદ્રાચાર્યનું... કુમારપાળ, શ્રીપાળ કે વસ્તુપાળનું.. જગડુશા કે ભામાશાનું વિક્રમ કે વિવેકાનંદનું સુલસા કે રેવતીનું... રૉ મટીરિયલ છે ! આ માત્ર કોઇ કાયપિંડ નથી. ઉચ્ચસ્તરનો સંસ્કારપિંડ છે. આ માત્ર કોઇ ભવમાં ભમતો રખડું રોમિયો નથી... અનંતની યાત્રાએ નીકળેલો એક પવિત્ર યાત્રિક છે. આ માત્ર ગતાનુગતિક ચાલી જનારું કોઇ ગાડર નથી... અનેક માટે આલંબનરૂપ બનનાર કોઇ પથદર્શક છે. ઘરશાળા Page #30 -------------------------------------------------------------------------- ________________ આવો કોઇ મહાન આત્મા જ્યારે પોતાની કુક્ષિને અલંકૃત કરી રહ્યો હોય ત્યારે તે ધન્ય માતાના આનંદનો સ્કેલ કેટલો ઊંચો હોય ! અને, સાથે જ પોતાની સંસ્કારદાત્રી માવડી તરીકેની જવાબદારીઓ પ્રત્યેની તેની સભાનતા પણ કેટલી હોય ! સંસ્કારસિંચન એ બાલદીમાં પાણી ભરીને ક્યારામાં ઢોળી દેવા જેવી સરળ અને સાદી પ્રક્રિયા નથી. સંસ્કરણ એ તો એક વિશિષ્ટ સાધના છે અને આ સાધના સારી રીતે પાર પાડનારા માતા-પિતાને સાધકનો દરજ્જો આપવો ઘટે. જે ઉત્તમ યોગ્યતાઓ અને ઉન્નત શક્યતાઓ લઇને આ દિવ્યાત્મા કુક્ષિમાં અવતર્યો છે. તે તમામ યોગ્યતાઓનો ઉઘાડ કરવાનું અને શક્યતાઓને સાકાર કરવાનું કપરું ઉત્તરદાયિત્વ માતા-પિતાના શિરે છે. ' તેમાં પણ વિશેષ જવાબદારી માતાની છે. સંસ્કરણની ભગીરથ સાધના માટેનો શ્રેષ્ઠકાળ એટલે બાળકનો ગર્ભકાળ ! ગર્ભાવસ્થા એટલે માતા અને બાળક વચ્ચે ઘણું-ખરું દેહિક તાદાભ્ય. આ તાદાત્મ અને નૈદ્ય સંસ્કરણની આખી ય પ્રક્રિયાને ખૂબ સરળ અને સફળ બનાવે છે. પશ્ચિમી જગતના જીનેટિક વિજ્ઞાનીઓ પણ છેક હવે તેમના રિસર્ચ રિપોર્ટ્સ આગળ ધરીને એ તારણ પર આવ્યા છે કે ગર્ભસ્થ બાળક અને તેની માતાની શારીરિક અને માનસિક સ્થિતિ વચ્ચે સીધો સંબંધ હોય છે. બાળકનું સંપૂર્ણ અસ્તિત્વ અને વ્યક્તિત્વ જ્યારે માતાના જ અસ્તિત્વનો અને વ્યક્તિત્વનો એક અંશ હોય ત્યારે માતા પોતાના બાળક ઉપર ધારે તેવી અસર ઉપજાવી શકે. માતાની પ્રત્યેક ક્રિયાની તદનુરૂપ અને ત્વરિત પ્રતિક્રિયા બાળક ઉપર ઉપસતી હોય ત્યારે આ માવડી એક કુંભકારની કલાસૂઝ વાપરીને આ મીટાના પિંડને ધારે તે આકાર અને ઓપ આપી શકે ! બાળકના શરીર વિકાસની કુદરતી પ્રક્રિયાની સાથે જ સુસંસ્કારોના દિવ્ય રસાયણોનો અસરકારક પુટ અપાતો જાય ત્યારે એમ લાગે કે આ માતાનું ઉદર એક એવી રત્નશાલા બની છે. જેમાં ધરતીનું એક ઉત્તમ અને અણમોલ આભૂષણ ઘડાઈ રહ્યું છે. gશાળા Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્ર ગ્રંથના ત્રીજા-ચોથા પ્રવચનમાં માતા-ત્રિશલાદેવીદ્વારા થતા ગર્ભપરિવહનનો સંપૂર્ણ અધિકાર પ્રત્યેક ગર્ભવતી નારીએ નજર સમક્ષ રાખવા જેવો છે. તે આદર્શને અનુસરીને ગર્ભના સંવર્ધન, સંરક્ષણ અને સંસ્કરણની પ્રક્રિયા જે માતા આદરે તે માત્ર અવતરનારા બાળક ઉપ૨ જ નહીં પણ કદાચ સમગ્ર પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ ઉ૫૨ પણ જાણે અજાણે મહાન ઉપકાર કરી રહી છે. માતાના ઉદર જેવું શ્રેષ્ઠ ગુરુકુળ આ વિશ્વમાં બીજું કોઇ ન હોઇ શકે. અહીં ભણેલા પાઠ રક્તનાં બુંદબંદમાં અને અસ્થિ-માંસના કણકણમાં એવા ઘૂંટાઇ ગયા હોય છે કે જાણે પાટણના પટોળાની ભાત ! ‘‘યથા રાજા તથા પ્રજા’’ નો સુભાષિત સંદર્ભ બાળક અને માતા વચ્ચે પણ એટલો જ અર્થપૂર્ણ અને અકબંધ છે. ગર્ભસ્થ બાળક એક એવો આયનો છે, જેમાં તેની જનેતાના આચાર, ઉચ્ચાર, વિચાર, મનન, મંથન અને બધા જ હાવભાવના સ્પષ્ટ અને આબેહૂબ પ્રતિબિંબ ઝીલાય છે. માતાની દરેક વૃત્તિ-પ્રવૃત્તિના કેન્દ્રસ્થાને તેનું ગર્ભસ્થ બાળક હોય ! ઊઠવા-બેસવાની, સૂવા ચાલવાનીપ્રવૃત્તિમાં રાખવામાં આવતી દરકાર જો બીજા પણ કેટલાક ક્ષેત્રમાં હોય તો શિશુના સંસ્કરણમાં કોઇ ઉણપ ન રહે. ભોજન સંયમ ભોજન સંયમ એ સંસ્કરણ અને સંવર્ધનની પ્રાથમિક શરત છે. ભોજન દરમ્યાન કોઇપણ રસનો અતિરેક વર્જ્ય છે. • અતિ તીખું ન ખવાય. • અતિ ખાટું કે ખારૂં ન ખવાય. · અતિ તુરું કે કડવું ન ખવાય. ૨૪ • અતિ મધુ૨ પણ ન ખવાય. અતિ ઉષ્ણ પણ ન ખવાય. • • અતિ શીત પણ ન ખવાય. ઘરશાળા Page #32 -------------------------------------------------------------------------- ________________ • અતિ સ્નિગ્ધ પણ ન ખવાય. • અતિ રૂક્ષ પણ ન ખવાય. ગર્ભકાળનું તંદુરસ્ત તાદાભ્યઃ અમેરિકા અને યુરોપના દેશોમાં પણ તબીબો ગર્ભાવસ્થાના નવ મહિના દરમ્યાન તો ખાસ શાકાહારી, સાદા ખોરાકની હિમાયત કરે છે. કારણ કે તેમનું પણ દૃઢપણે એવું માનવું છે સગર્ભાના ખોરાક કે વ્યસનની અસરનું ક્ષેત્ર બાળકના શરીરથી લઇને તેના સ્વભાવ સુધી વિસ્તરેલું છે. માંસાહાર અને મરી મસાલાવાળા ખોરાક બાળકના માનસને અનુકંપા વગરનું અને અમાનવીય લાગણીઓવાળું બનાવે છે. તેનામાં સાત્ત્વિકતા પણ ઓછી જોવા મળે છે. મહિલાઓમાં સિગારેટ કે દારૂનું વ્યસન હોય તો ગર્ભસ્થ બાળકમાં સીધી જ ભાવિ બિમારી થાય તે રીતે તેના કોષોનું ફોર્મેશન કરે છે. ટૂંકમાં, ગર્ભકાળ દરમ્યાન આઇસ્ક્રીમ, ઠંડાપીણા, બજારું ખોરાક, હલકા, અભક્ષ્ય કે અપેય પદાર્થો, તથા પ્રકૃતિથી વિપરીત દ્રવ્યોનું સેવન ન કરાય. આરોગ્ય અને ભોજન વિવેકના સામાન્ય નિયમો અને મર્યાદાઓનું અચૂક પાલન કરવું જરૂરી. બાળકના શારીરિક, માનસિક અને બૌદ્ધિક ત્રણેય પ્રકારના વિકાસ ઉપર માતાની આહારચર્યાની ખૂબ ઘેરી અને ઊંડી અસર છે ઃ ખૂબ પ્રસન્ન વાતાવરણમાં, કુટુંબના સંસ્કારી અને સ્નેહાળ માહોલમાં, પ્રસન્નમુદ્રાએ માતા ભોજન કરે. ભોજન ક્રિયા શરૂ કરતા પૂર્વે ત્રણ નવકાર ગણીને એવી ભાવનાથી ભાવિત બને “મારા બાળકનું શ્રેય થાઓ, કલ્યાણ થાઓ, મંગલ થાઓ.' ઇન્દ્રિય સંયમ : . ભોજન સંયમ જેટલો જ મહત્ત્વનો છે ઇન્દ્રિય સંયમ. માતાની પ્રવૃત્તિનું સીધું પ્રત્યારોપણ ગર્ભસ્થ બાળકમાં થતું હોય છે. આપણે ત્યાં “કોઠા સૂઝ' જેવો શબ્દ પણ ગર્ભસ્થ બાળક જે ગ્રહણ કરે છે, તેના આધારે ઉતરી આવ્યો છે. આવનાર બાળકના સંસ્કરણ ક્ષેત્રે સજાગ રહેવા ઇચ્છનારી માતા અટલું ખાસ કરી શકે. ઘરશાળા ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ • અત્યંત મર્યાદાપૂર્ણ વ્યવહાર અને વેશભૂષા. • વિલાસી વાતાવરણ, વર્તણૂંક, સંવાદો, સંગીત અને સાહિત્યથી દૂર રહેવું. • શરીરની વધુ પડતી ટાપટીપ ન કરવી. • તામસી ભોજનની જેમ તામસી પ્રવૃત્તિ કે વાતાવરણથી દૂર રહેવું. •વધુ પડતા શરીરશ્રમની જેમ વધુ પડતા આળસ કે પ્રમાદ પણ ન કરવા. • સવારે મોડા ઊઠવાનું ને રાત્રે મોડા સૂવાનું ટાળવું. આપણે ત્યાં આ વાત સદીઓ પુરાણી છે, જે આઉટડેટેડ ગણાતી હતી પણ પરંપરાગત વસ્તુ જ જ્યારે રિસર્ચ કે સંશોધનનો સિક્કો લઇને અપડેટેડ થઇને આવે છે ત્યારે જાણે ધરમના કાંટે વસ્તુનું વજન થયું ગણાય છે. બેલ ફાસ્ટના એક વિજ્ઞાની રોજરોપરે તો જુદા-જુદા પ્રકારના સંગીત સંભળાવી તેના દ્વારા ગર્ભસ્થ શિશુ પરની અસરનું અદ્યતન સાધનોથી નિરીક્ષણ કર્યું હતું. તેના તારણ પ્રમાણે જેમ શાંત સુગમ અને સાત્ત્વિક સંગીત બાળક પર સારી અસર ઉપજાવે છે. તેમ ઝડપી બીટવાળા સંગીતની અસરૂપે સંતાનોમાં ઉશ્કેરાટ, ઉતાવળ, બહિર્મુખી દૃષ્ટિ અને તનાવનું લેવલ પણ જોવા મળતું હતું. સગર્ભા માતા જ્યારે કૌટુંબિક કલેશ, કાવાદાવા સભર કથાવસ્તુ ધરાવતી સિરિયલો જોતી હોય કે વિકૃતિ પોષક અન્ય કાર્યક્રમો નિહાળવામાં કે હિંસાપ્રચૂર ફિલ્મો જોવામાં રોજના કલાકો ગાળતી હોય ત્યારે તેની અત્યંત જલદ અસર માતાના હોર્મોન્સ દ્વારા ગર્ભસ્થ બાળક પર પણ પડે છે. તે ભૂલવું ન જોઇએ. ગર્ભાવસ્થા દરમ્યાન પત્તા રમીને દિવસોના કલાકો કાઢ્યા હોય તેવી માતાના સંતાનોમાં જુગાર અને પત્તાનો ક્રેઝ જોવા મળતો હોય તેવા દાખલા પણ નોંધાયા છે. વાણી સંયમઃ • જરા પણ ક્રોધ કે ક્લેશ કરવો નહીં. • કોઇની પણ નિંદા કે ટીકા કરવી નહીં. ~ ઘરશાળા Page #34 -------------------------------------------------------------------------- ________________ • કોઇ બાબતે અતિ જીદ કરવી નહીં. • અપશબ્દો કે મર્યાદા બહારના શબ્દો ભૂલથી પણ બોલવા નહીં. • મોટા અવાજે બોલવું નહીં. • વધુ પડતું બોલવું નહીં. • ખોટું બોલવું નહીં. • કોઇને ટોણા-મેણા મારવા નહીં. • રિસાઇ ન જવું, અબોલા ન લેવા. વિચાર સંયમઃ • કોઇ પણ વ્યક્તિ માટે દુર્ભાવના કે પૂર્વગ્રહ રાખવો નહીં. • કોઇ પણ વ્યક્તિનું મનથી પણ અશુભ ચિંતવવું નહીં. • સ્વાર્થ અને ઇર્ષાના ભાવોથી ખાસ દૂર રહેવું. • કોઇ વાતમાં ખોટું લગાડવું નહીં. • માનસિક ચિંતા, ઉદ્વેગ, ઉકળાટ અને ઉશ્કેરાટથી દૂર રહેવું. • અમંગળ કે અશુભ કલ્પનાઓ ન કરવી. • નબળા કે હીન વિચારો ન રાખવા. ખૂબ સરળ રહેવું. ગર્ભકાળ દરમ્યાન માતા શું પ્રવૃત્તિ કરી શકે ? ગર્ભકાળમાં પણ બાળકની ગ્રાહકતા ને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ કરવી જોઇએ. વર્તમાન વિજ્ઞાન પણ તે કાળે બાળકની ગ્રહણ શક્તિની સક્રિયતાને સ્વીકારે છે. વીર અભિમન્યુને ચક્રવ્યુહ ભેદનીતિનું જ્ઞાન ગર્ભાવસ્થામાં જ તેની માતા દ્વારા મળ્યું હતું એમ કહેવાય છે. બાબુભાઈ કડીવાલાનું નામ જેન જગતમાં અત્યંત પ્રસિદ્ધ અને પરિચિત છે. નવકાર અને નવપદને શ્વાસ પ્રાણની જેમ જીવનમાં તેમણે વણી લીધા હતા. તેમના જીવનની નવપદમયતાનું રહસ્ય પણ જાણવા જેવું છે. ~ ~~~~~ ~~~ ~ ~~ ~ ઘરશાળા ૨૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ કેટલાકને શુભ સંસ્કારો ગળથુથીમાં મળે છે. શ્રી બાબુભાઇને નવપદની સાધના તો ગર્ભકાળે જ મળી ગયેલી. માતાની કુક્ષીમાં હતો તે દરમ્યાન તેમની માતા જાસુદબેને તે નવ માસ દરમ્યાન જ નવપદના નવ આંબેલની નવ ઓળીઓ ૮૧ આંબેલ સાથે નવપદની વિશિષ્ટ સાધના કરી હતી જેની સીધી અસર જાણે ગર્ભસ્થ બાળક પર પડી. અને પછી પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી જેવા યોગી પુરુષની કૃપા ઊતરી, પછી બાકી શું રહે ! . ગર્ભકાળ એટલે ખરો સંસ્કરણકાળ. ગર્ભકાળ એટલે ખરો મહત્ત્વનો કાળ. ગર્ભકાળ એટલે અત્યંત અગત્યનો કાળ. આવનારની આવતીકાલનું આખું સોફટવેર એ સમય દરમ્યાન કાળજીપૂર્વક તૈયાર કરી શકાય છે. સ્કુલમાં ભણતો વિદ્યાર્થી વર્ષમાં સરેરાશ નવ માસ હાજરી આપે છે. આ નવમાસનું ભણતરતેનું શૈક્ષણિક ધોરણ ઊંચું લઇ જાય છે. ગર્ભકાળના નવ માસ દરમ્યાન ભક્તિ, મૈત્રી અને શુદ્ધિની સાધના કરવા દ્વારા આવનારા બાળકના જીવનના ઊંચા સંસ્કાર ધોરણની તૈયારી આ રીતે થઇ શકે. • ખૂબ ભાવ વિભોર બનીને ઇશ્વરોપાસના કરવી. • શકય બને તો પ્રભુજીની રવદ્રવ્યોથી પૂજા, અંગરચના, આરતી કરવી. • નવપદ વગેરે આરાધ્ય તત્ત્વોના કાયોત્સર્ગ કરે, જાપ કરે. • રોજ એકાદ કલાક મંદસ્વરે ભાવવાહી સ્તુતિ-સ્તવનો ગાવા. • શક્ય બને તો નિત્ય નવ સ્મરણનો અથવા ત્રણ કે પાંચ સ્મરણનો પાઠ કરવો. • મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું...અરિહા શરણં સિદ્ધા શરણે જેવા ભાવુક પદો તન્મય બની રોજ ત્રિકાળ બોલવા. • ખૂબ ભાવથી શુભક્ષેત્રોમાં યથાશક્તિ દાન આપવું. ઘરશાળા ૨૮ ઘરશાળા Page #36 -------------------------------------------------------------------------- ________________ • દીન, દુઃખી, ગરીબ અને નોકરવર્ગને ખુશ કરવા. • વડીલ જનોનો ખૂબ વિનય જાળવવો. • મનમાં ખૂબ પ્રસન્નતા જાળવી રાખવી. અપ્રસન્નતાના કારણોથી દૂર રહેવું. • મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવોથી મનને ભર્યું ભર્યું રાખવું. • સાત્ત્વિક સોબત રાખવી. સાત્વિક વાંચન દ્વારા સંસ્કરણ : " તીર્થકર દેવો અને અન્ય મહાપુરુષોના ચરિત્રો વાંચવા (ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર) કુમારપાળ, વસ્તુપાળ, શ્રીપાળ, મયણા, સંપ્રતિ મહારાજા, પેથડ મંત્રી, જગડુશા, ભામાશા જેવા મહાપુરુષોની ગૌરવવંતી જીવનકથાઓનું, સાત્ત્વિક અને સગુણપોષક વાંચન કરવું. - આવો એક સુંદર સંસ્કારયજ્ઞ નવ માસ દરમ્યાન નિરંતર ચાલતો રહે તો ભાગ્યની દેવી રૂમઝૂમ કરતી દોડી આવે. અને, એક રત્નકુક્ષી ધન્યમાતા બનવાના પરમ સૌભાગ્યનું કુમકુમ તિલક આ ધન્ય નારીના લલાટે કરી જાય. અનેખાતરી પૂર્વક કહી શકાય કે.. આવી સંસ્કારદાત્રી જાગ્રત જનેતાની કુક્ષિએ અવતરનારું બાળક, આગળ જતા સૃષ્ટિનો શણગાર બને. ધરતીનો ધબકાર બને. અવનિનું અલંકાર બને. પૃથ્વીનું પાનેતર બને. ગર્ભશ્રીમંત હોવા કરતા ગર્ભસંસ્કારી હોવું એ જીવનનું ઊંચું સૌભાગ્ય ઘરશાળા Page #37 -------------------------------------------------------------------------- ________________ 30 હૂંફનું બાષ્પીભવત “મને જરા વાગ્યું છે, લોહી નીકળ્યું છે. તમે મને જરા મદદ કરી શકો ?’’ “મારું મન ભણવામાં જરા પણ ચોંટતું નથી, હું શું કરું ?'' ‘‘તમે મને એક વાર્તા કહેશો ? કોઇ પણ વાર્તા.’ “મારે કંઇક કહેવું છે, મારી વાત સાંભળશો ? પ્લીઝ !'' કેવા લાગે છે આ ડાયલોગ્સ ? દરેક ડાયલોગની પાછળ કામ કરી રહેલી માનસિકતાનો અભ્યાસ કરી જુઓ. મુંબઇ જેવા મહાનગરમાં દસથી ચૌદ વર્ષની વચ્ચેની વયના બાળકો ૧૦૯૮ (ચાઇલ્ડલાઇનનો નંબર) લગાડીને ફોન ઉપ૨ આવા પ્રશ્નો પૂછીને જવાબો મેળવતા હોય છે. મહાનગરમાં આવા ત્રણેક સેન્ટર્સ છે, જેમાંના માત્ર એક સેન્ટ૨ ૫૨ જ મહિને લગભગ આવા અઢીથી ત્રણ હજાર ફોનકોલ્સ મળે છે. ઘરશાળા Page #38 -------------------------------------------------------------------------- ________________ ફોન કરનારાઓમાંથી કોઇને ખોરાકી ચિંતા કે રહેઠાણની અસુવિધા નથી. કોઇને દવાની કે અન્ય કોઇ જરૂર નથી. રોટી, કપડા ને મકાન સિવાયના પ્રશ્નો, જેનો ઉકેલ લાગણી, હૂંફ અને સાહચર્યના અનુભવથી લાવી શકાતા હોય, લગભગ તેવા જ પ્રશ્નો હોય છે. ચાઇલ્ડ હેલ્પલાઇનવાળાના કહેવા પ્રમાણે ઘણાખરા ફોનકોલ્સ માત્ર માર્ગદર્શન અને સહાનુભૂતિ મેળવવા માટેના જ હોય છે. કેટલીકવાર તો ફોન કરનાર બાળક ફોન કરી દીધા પછી ય ડરનો માર્યો સાવ ચૂપ રહે છે. વારંવાર પૂછવા છતાં પણ તે કાંઇ બોલતો કે બોલી શકતો નથી. - ઇ.સ. ૧૯૯૬માં સામાજિક ન્યાય અંગેની મિનિસ્ટ્રી દ્વારા ચોવીસ કલાક માટેની નિઃશુલ્ક ફોન તત્કાલ સુવિધારૂપે “ચાઇલ્ડ લાઇન' શરૂ કરવામાં આવેલી. મુખ્ય તો શોષણ પામતા, ગુમ થયેલા, ઘરેથી ભાગી ગયેલા અથવા ચિકિત્સાની જરૂરવાળા બાળકોને મદદરૂપ બનવાનો તેમાં આશય હતો. પણ આજે તો ચાઇલ્ડલાઇન એટલે જાણે મમ્મી-પપ્પા ! ' અહીં જણાવેલી વાત જરા પણ કલ્પિત નથી પરંતુ કલ્પી પણ ન શકાય તે હદે વાસ્તવિક છે. - શહેરી શિક્ષિત શ્રીમંતવર્ગમાં આ વ્યવસ્થા (!) વધુ કામ આવે છે. પ્રોફેશનલ પપ્પાઓ અને મમ્મીઓ એ કદાચ આવી કમનસીબ સંતાનોની સૌથી દુઃખદ ઉપલબ્ધિ હશે. આવા બાળકોને જોઇને ક્યારેક એવું લાગે કે - ગુલાબના ગોટા જંગલમાં કેમ ખીલતા હશે ? આજના કાળમાં બે મોટી પારિવારિક સમસ્યાઓ એટલે મા-બાપને . સાથે રાખવા માટે સંતાનોની તૈયારી નથી અને સંતાનો માટે મા-બાપ પાસે પૂરતો સમય નથી. આ કેટલાક ઘરોમાં મા-બાપ ઘરમાં સાથે રહે છે છતાં વૃદ્ધાશ્રમની તમામ સવલતો ઘરમાં જ મેળવતા હોય છે તેમ કેટલાક બાળકો એ હદે ગર્ભશ્રીમંત હોય છે કે તેમને અનાથાશ્રમની તમામ સવલતો પણ ઘરમાં જ મળી રહે છે. આ દેશમાં બાળક પાસે મજુરી કરાવી ન શકાય તેવો કાયદો કદાચ બની જશે પણ મજુરના બાળકને પણ તેના મા-બાપ પાસેથી મળી રહે તેવું હરશાળા ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ સ્નેહાળ સાંનિધ્ય દરેક બાળકને મળી શકે તે અંગે કાયદો મોન છે. આ દેશમાં બાળકોને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવા અંગેનો કાયદો છે પણ દરેક બાળકને મા-બાપ તરફથી સ્નેહ, સમય ને સંસ્કાર મળે તે અંગે કાયદો ચૂપ છે. બાળકોના ભરણપોષણ સિવાયની ઘણી અગત્યની બાબતોને કાયદાનું કવરેજ નથી મળતું. કાયદાની મર્યાદા ગણો કે લાચારી કહો. કાયદાથી દેશ ચાલે, ઘર નહીં. ઘર તો કાળજાથી અને કાળજીથી ચાલતી વસ્તુ છે. કાયદા પાસે હાથ, પગ ને આંખ હોય છે, કદાચ બુદ્ધિ પણ ખરી, પરંતુ હૃદય નથી હોતું અને ઘર હૃદયથી ચાલે છે. દક્ષિણ ગુજરાતના દહાણુ, ગોલવડ, વલસાડની આસપાસ અને ઉત્તરમાં ઉના, મહુવા આસપાસના વિસ્તારોમાં વિહાર દરમ્યાન લીલીછમ વનરાજીઓ જોઇ હતી. રોડની બંને બાજુ લચી પડેલા આંબા અને ઉન્નત નાળિયે૨ીઓથી વ્યાપ્ત મોટી વાડીઓ છે. જેના માલિકો કદાચ દૂર પણ વસતા હોય, ક્યારેક જ તે લોકો આ સ્થળોની મુલાકાત લેતા હોય છે. વાડી લીલીછમ હોય, વાડીમાં સર્વત્ર છાંયડો હોય, વાડીમાં સર્વત્ર ઠંડો મીઠો પવન હોય, વાડીમાં પંખીઓનો મધુર કલરવ સંભળાતા હોય, વાડીને સતત પાણી, ખાતર અને બધી જ સુવિધા મળી રહેતી હોય છે. પણ વાડીમાં વાડીનો માલિક ભાગ્યે જ આવે છે ક્યારેક તો દૂર રહેતા માલિકો વર્ષે માંડ એકાદ વાર આ પોતાની (!) વાડીમાં પધારતા હશે. આ શ્રીમંતો વાર્ષિક કોન્ટ્રેક્ટથી વાડી ચલાવવા કો'કને આપીદેતા હોય છે. આ લોકોને વાડી પરવડે છે. પણ તેની માવજત માટે સમય કે સૂઝ હોતા નથી. વાડીમાંથી તે લોકો રૂપિયાનો પાક લણે છે. આવા માલિકને વાડી પાસેથી પૈસા પૂરા અને ફળ બહુ ઓછા મળે છે. કેટલાય શ્રીમંતપુત્રોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આ આમ્રવૃક્ષો. વાડીની કિલ્લોલ કરતી લીલીછમ શ્રીમંતાઇ વચ્ચેની અનાથતાનું અરણ્ય-રુદન સાંભળતા જેને આવડે તેને જ આવા શ્રીમંતપુત્રોની વ્યથાવાચા સંભળાશે. અતિશય શ્રમિત થયેલાને આહાર કરતા આરામની ઉતાવળ હોય છે. અતિશય તૃષાતુરને મીઠાઇના થાળની નહીં, પાણીના ગ્લાસની તલપ હોય ૩૨ ઘરશાળા Page #40 -------------------------------------------------------------------------- ________________ છે. વ્યક્તિને કંઇક આપતા પહેલા તેની જરૂરીયાત સમજી શકે તે ખરો દાતા છે. કેવલ ઉદારતાથી દાતા નથી થઈ શકાતું, સાથે સમજણ પણ જરૂરી છે. બાળકોને સંભાળનાર કરતા સાંભળનારની વધુ જરૂર હોય છે. પુષ્કળ સામગ્રીના ખડકલા અને તમામ અનુકૂળતા પણ વાલીના એક હૂંફાળા કલ્લાકની બરાબરી કરી શકતા નથી. માણસ પવનથી નહીં, શ્વસનથી જીવે છે. વાલીનું સ્નેહલ સાંનિધ્ય એ બાળકની શ્વસનક્રિયા છે. વાલીઓનો સમયાભાવ કેટલાય બાળકોને ગુંગળાવે છે. ઘરમાં રહેલા ફૂલછોડ પણ નિયમિત વોટરિંગ અને માલિક પાસેથી માવજત માંગે છે. પાળેલો કૂતરો પણ માલિકનો સમય માંગે છે. તો પોતાનું બાળક સમય આપ્યા વગર હૂંફાળું કઈ રીતે રહી શકે ? કેટલાક પપ્પાને કૂતરા સાથે ફરવાનો અને રમવાનો ટાઇમ મળે છે, બાળક સાથે નહીં. આવા કિસ્સામાં કૂતરાની ઇર્ષા કરતાં બાળકની દયા વધુ આવે. " ક્યારેક તો એવી કડવી વાત કરવાનું મન થઇ જાય કે આવા શ્રીમંત બાપને ત્યાં જન્મ મળે તેવા બાળક જેવી દરિદ્રતા કોઇની નહીં. આવા બાળકના પપ્પાનો કલાક એટલો બધો મોંઘો હોય છે કે તેના નબીરાને તેની જરૂર હોવા છતાં પણ પપ્પાનો એક કલાક ખરીદી શકવાની ખરીદશક્તિ તે બાળક પાસે હોતી નથી. પોતાની કંપનીના સ્ટાફના પ્રોફાઇલ અને પ્રોગ્રેસ રિપોર્ટ રાખનારા પપ્પાને બાળક ક્યા ધોરણમાં ભણે છે? કે કેવું ભણે છે ? તે કોની સાથે ફરે છે ? તે શું કરે છે? એ જોવાની'ય કુરસદ હોતી નથી. એમ લાગે કે તેનો પુત્ર દીકરા તરીકે ઘરમાં દાખલ થવાને બદલે યુન તરીકે કંપનીમાં દાખલ થયો હોત તો કદાચ તેના પપ્પાએ તેનામાં વધુ રસ લીધો હોત ! આવા બાળકોને ફરવા માટે ગાડી મળે છે જે પપ્પા નામના દૂરના પ્રદેશ પહોંચી શકતી નથી. તેમને ચોવીસ કલાક સાચવનારી એક આયા મળે છે પણ મમ્મીની માયા ઓછી મળે છે. આવા બાળકોની સગવડની દુનિયા પુષ્કળ છે પણ સ્નેહ અને હૂંફની દુનિયા સાવ પોકળ હોય છે. ગુન્હો એટલો જ કે આ બાળકે “અતિ ધનાઢ્ય ઘર' નામના નિર્જન ટાપુ પર જનમ લીધો ! આવા સંતાનોના માનસપટ પર પોતાના પપ્પા-મમ્મીનું ચિત્ર ઉપસતું હોય ઘરશાળા ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ છે. નીચે એક કેશન હોય છે : “ગુમ થયેલ છે. ભાળ મેળવી આપનારને યોગ્ય બદલો આપવામાં આવશે". આવા બાળકોના હૈયાં સુકાં હોય છે. આંખો ભીની હોય છે. આવા પરિવાર જીવન પર કોઇએ એક ચમચમતો કટાક્ષ કર્યો છે : “તું મને પાલવનું અંગ્રેજી પૂછ મા, અહીં તો દીકરાના આંસુ પણ ટિસ્યુ પેપરથી લૂછાય છે.' કબૂલ કે દરેક ઘરોમાં આ પરિસ્થિતિ નથી હોતી. પણ આ ટ્રેન્ડ પડી રહ્યો છે. ખાસ કરીને જે ઘરોમાં મૂડીવાદ અને ઉપભોક્તાવાદનું સામ્રાજ્ય હોય છે ત્યાં આ પદ્ધતિનું પરિવારજીવન (!) પ્રવર્તે છે. આજે કેટલાક બાળકો માત્ર દસ વર્ષના થાય ત્યાં તો ઘરથી સેંકડો માઇલ દૂર બેંગ્લોર, ઊટી કે દહેરાદૂન જેવા તદ્દન અપરિચિત સ્થળે શાળાકીય શિક્ષણ લઇ રહ્યા છે. ઊંચી ગુણવત્તાનું શિક્ષણ આપવાની આડશમાં મા-બાપની થોડા છુટ્ટા અને હળવા રહેવાની દાનત પણ થોડી કાર્યરત હોઇ શકે. ઉચ્ચ શૈક્ષણિક માળખું અને સર્વોત્તમ સવલતો સાથેની રેસીડેન્શીયલ સ્કુલમાં ભણતા બાળકો પાસે માતાનો હાલસોયો ખોળો નથી હોતો. ત્યાં કદાચ “ફાધર' હશે પણ પિતાનું હૂંફાળુ સાંનિધ્ય નથી મળતું, જે ઘણા બાળકોને કોરી ખાય છે. બૌદ્ધિક દ્રષ્ટિએ તેમનો વિકાસ થતો હોય તો પણ માનસિક દ્રષ્ટિએ તેમનામાં “સમથિંગ લેકિંગ” નો લઘુતાભાવ રહેલો હોય છે. આવા બાળકોને પોતાનું ઘર તો જાણે વેકેશન સ્પોટ બની જાય છે. છોકરાઓ વેકેશનમાં મામાને ઘેર જાય એ વાત દૂરની થઇ ગઇ, આજકાલ તો છોકરાઓ વેકેશનમાં મમ્મીના ઘરે જાય છે. વર્ષે દોઢ લાખની ફી ભરવી પરવડે પણ પોતાના વ્હાલસોયા પાછળ સમય કાઢવો ન પોસાય તેવી દરિદ્રતા કોઇ મા-બાપને ન પડો ! જેની પાસે પૈસા નથી એ તો ગરીબ છે જ પણ જેની પાસે પૈસા સિવાય કાંઇ જ નથી એ બહુ ઊંચા ગરીબ છે. બાળકોની ખરી બાબાગાડી છે મા-બાપ, તેના બદલે આ બાબાગાડી જ્યારે વિશાળકાય વાહન બને છે ત્યારે તેના અર્થોપાર્જન અને સુખોપાર્જનના ભારેખમ પૈડાઓ તળે બિચ્ચારું શૈશવ કચડાય છે. મા-બાપને પોતાની જીંદગી ૩૪ ઘરશાળા Page #42 -------------------------------------------------------------------------- ________________ માણવામાં એટલો બધો રસ હોય છે કે પોતાનું જ બાળક પોતાની જીંદગીનો હિસ્સો અને હેતુ લાગવાને બદલે ક્યારેક અડચણરૂપ લાગે છે. મોડી રાત સુધી પાર્ટીઓમાં ને પિકચરોમાં મોજ માણવાની ઇચ્છા ન રોકી શકતા પેરટ્સ પોતે “ચાઇલ્ડ ફ્રી રહેવા માટે બાળકને આયાના ભરોસે સોંપી દેતા હોય છે. ક્યારેક ઘરમાં દાદી પણ આ કામગિરી બજાવે છે. ક્યારેક આવા ચાર-પાંચ અનાથો ને એક સાથે કો'ક સાચવતું હોય છે, કારણ કે આખું ફ્રેન્ડ સર્કલ કોઇ પાર્ટીમાં મસ્ત હોય છે. કેટલાક મા-બાપ ઘરમાં એવી વિવિધ રમતો ને સાધનો બાળકો સામે ખડકી દે છે જેની સાથે રમતા બાળકને પોતાના મમ્મી-પપ્પા બિલકુલ યાદ જ ન આવે !. બેન્કિંગ સિસ્ટમનો એક પાયાનો નિયમ છેઃ You cannot withdraw unless you deposit. સંતાન પાછળ પેરન્ટસ જેટલો સમય ઇન્વેસ્ટ કરે છે, તેટલો સમય તેઓ સંતાનો પાસેથી પોતાની જરૂરિયાત વખતે આસાનીથી મેળવી શકે છે. બાકીનાને ખૂબ ખેંચ પડવાની ! શરૂઆતના ત્રણ ચાર વર્ષમાં મા કરતા આયા અને રમતના સાધનો સાથે જેણે વધારે સમય કાઢ્યો હોય, પછી કોઇ દૂરના સ્થળે શિક્ષણ લેવા ગયેલો બાળક ગૃહપતિની નજર હેઠળ રહ્યો હોય છે, પછી કોલેજના વર્ષોમાં સંગીન અભ્યાસ માટે તેણે દૂરના સ્થળે કોઇ હોસ્ટેલમાં થોડા વર્ષો ગાળ્યા હોય છે, તેવા સંતાન પછી મા-બાપથી થોડા અંતરે રહેવાનું જ વધુ પસંદ કરે છે. થોડા મોટા થયેલા દીકરા પછી પોતાની જીંદગીમાં મા-બાપની થોડી પણ દરમ્યાનગિરીને ઇન્ટરફીયરન્સ ગણે છે. ક્યારેક બહુ મોડા આવેલા કે ઉદાસ ચહેરે બેઠેલા દીકરાને કંઇક પૂછવા જાય કે ચોકખી ચોપડાવતા ભાઇસાહેબ કહી દેશે “આટલા વર્ષો કઇ રીતે મોટા થયા તેની તમને ખબર ક્યાં છે ? પછી હવે પૂછવાની કોઇ જરૂર નથી. અમારું અમે જોઇ લેશું.” પછી માબાપને એમ લાગે છે કે “છોકરો બહુ ઉદ્ધત થઇ ગયો છે આપણે એના માટે કેટલું બધુ કર્યું અને કેવા જવાબ આપે છે ?” ઘરશાળા ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ આવી ડિસ્ટન્ટ ઉછેર પદ્ધતિથી ઉછરેલું બાળક મોટા થતા એક ટેબલ પર પપ્પા સાથે જમવાનું પણ પસંદ નહીં કરે. જ્યાં જુદા ટેબલની સગવડ ન હોય ત્યાં સમય જુદો હશે. એક જ ઓફીસમાં બેસવાનું હોવા છતાં આવા બાપ-દીકરા ભાગ્યે જ એક કારમાં સાથે જતા હશે. ટાઇમ મેનેજમેન્ટમાં માનનારા આ મહારથીઓ એ વાત ભૂલી જાય છે કે પાંચ મિનિટ બગાડીને પણ દીકરા કે પપ્પાએ એક બીજાની રાહ જોવી એના જેવું ટકાઉ ટાઇમ મેનેજમેન્ટ બીજું કોઇ નથી. પાછળના વર્ષોમાં મા-બાપને અચાનક એવું મહેસુસ થવા લાગે છે કે દીકરો અમારાથી અળગો જ રહે છે. તેને મન બિઝનેસ અને ફ્રેસ જ છે, ફેમિલી જેવું કાંઈ છે જ નહીં. જરૂર જણાતા ક્યારેક દીકરાને પોતાનો બનાવવાના મરણિયા પ્રયાસો પણ થાય છે, જે સફળ થતા નથી કારણ કે કોઇ પણ સ્ત્રી બાળકના જનમ પછી પંદર કે વીસ વર્ષ બાદ મા બની શકતી નથી. માતૃત્વની પદવી જન્મ અગાઉ નવ મહિનેથી મેળવી લેવી જોઇએ. જે મા-બાપોએ સંતાનને શરૂઆતના વર્ષોમાં સેવકો, સગવડો કે સાધનોને હવાલે સોંપીને નિરાંત માણી હોય છે તે મા-બાપને વારસદારો મળશે, દીકરો ક્યારેય નહીં મળે. લીઝ ઉપર આપેલા મકાનો પાછા મળતા હશે, સંતાનો પાછા નથી મળતા. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલના ખંડમાં ટેબલ પર રહેલી ફોટોફ્રેમ સામે જોઇને કોઇએ કહેલું: “તમારી માતા કેવા સરસ લાગે છે !' ત્યારે ચર્ચિલે કહેલું: મારી માતા તો આનાથી ઘણી સુંદર હતી. આ તો મારી આયા હતી, તેનો ફોટો છે. મારી માતા પાસે સૌંદર્યના પ્રમાણમાં સ્નેહ અને સમય ઓછા હતા. મારા શૈશવકાળમાં મને અપાર હૂંફ અપનારી આયા હતી અને તે આયાને હું ક્યારેય ભૂલી શકતો નથી.' ચર્ચિલના જવાબ ઉપર મનન અને મંથન કરી લે આજના વ્યસ્ત વાલીઓ. અને દીકરાના ટેબલ પર પોતાની છબી ઠસ્સાથી રહી શકે તેવો પ્રયાસ કરે ! ૩૬ ઘરશાળા Page #44 -------------------------------------------------------------------------- ________________ ઘરશાળા પપ્પા: ગ્રસ્ત, વ્યસ્ત તે મસ્ત પ્રસંગ થોડા વખત પહેલાનો છે પણ સાચો છે. પોતાની લાડકી દીકરી ઉંમરલાયક થતા તેના અંગે ઘરમાં વાતચીત ચાલતી હતી ત્યારે તે દીકરીએ પોતાના પિતાને કહેલા શબ્દો સાંભળવા જેવા છે : ‘‘રૂપ કે રૂપિયામાં કંઇક કચાશ હશે તો તેવી વ્યક્તિ સાથે મને જરા પણ વાંધો નહીં આવે પણ તેનો સ્વભાવ તો પપ્પા ! બિલકુલ તમારી જેવો જ હોય તે ખાસ જોશો. તમારી પાસે વ્યક્તિને બરાબર સમજવાની સૂઝ પણ છે અને વ્યક્તિને સુધારવાની શિસ્ત પણ છે. તમે સગવડ અને સંસ્કાર બન્ને આપી શક્યા છો. અમને મોજ પણ કરાવી છે. છતાં મર્યાદાના પાઠ પણ શિખવ્યા છે. બહુ ઓછાને મળે તેવા પપ્પા મને મળ્યા છે, માટે સ્વભાવમાં તમારી સાથ સામ્ય ધરાવતું પાત્ર પસંદ કરશો.'' પિતા માટે સંતાન પાસેથી આનાથી વધુ ઊંચો અભિપ્રાય કયો હોઇ શકે... ? પિતૃત્વ એક એવી હૂંફાળી છત્રી છે જેની નીચે રહેલા સંતાનને રક્ષણ અને પોષણ બન્ને મળી રહે. દરેક સંતાનના પિતા હોય છે પણ દરેક પિતાનું પિતૃત્વ સરખું નથી ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ હોતું. નાળિયેરી પરમીઠા ફળ પાકે છે પણ તે છાયા આપી શકવામાં અસમર્થ છે. વડલા નીચે હૂંફાળી છાયા મળે પણ ત્યાં મીઠા ફળ નથી હોતા. આંબાના વૃક્ષ પાસે બન્ને આપવાની ક્ષમતા છે. પિતૃત્વના નિખારને આ રીતે નજરમાં રાખીને પપ્પાઓનું વર્ગીકરણ ત્રણ કક્ષામાં થઇ શકે. (૧) ગ્રસ્ત પપ્પા (૨) વ્યસ્ત પપ્પા (૩) મસ્ત પપ્પા ગ્રસ્ત પપ્પાઃ કામના બોજ નીચે કે તનાવ હેઠળ જેમના જીવનનો સમય અને સંવેદનાઓ સાવ નામશેષ થઇ ગયા હોય. ચપટી વગાડીને લાખ રૂપિયા કમાઇ શકે તેવું તકદીર હોય પણ સંતાનને એક કલાક આપવા જેમણે રીતસરનો પરસેવો પાડવો પડતો હોય. સંતાન સાથે મહિને એક વાર નિરાંતે વાત કરવાની પણ જેમને ફુરસદ ન હોય. સંતાનના અભ્યાસ, સ્વાસ્થ, સ્વભાવ અને તેની ખામીઓ, ખૂબીઓથી જે ઘણાખરાં અજાણ હોય. (અલબત્ત અજાણ રહ્યા હોય). “તમારો બાબો કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે' આવો પ્રશ્ન પૂછાય ત્યારે કેટલાક પપ્પાએ જવાબ આપતા પહેલા બાબાની મમ્મીને કન્સલ્ટ કરવા પડે છે ! આવા પ્રસંગે પપ્પાના સ્ટાન્ડર્ડનો પણ ખ્યાલ આવી જાય છે. • સંતાનના સાંસ્કારિક ઘડતર માટેની જેમની પાસે કોઇ દૃષ્ટિ ન હોય, • સંતાનોની સોબત અને નોબત અંગે વિચારવાનું જ્યાં મગજ ન હોય, • સ્નેહ અને સમય મેળવવા માટેના પોતાના પ્યારા સંતાનોનું અવ્યક્ત આક્રન્દ સાંભળી શકે તેવા જેમની પાસે કાન ન હોય, • પોતાના સંતાનને હૂંફાળુ હેત આપી શકે તેવું જ્યાં હૃદય ન હોય, જે છે, છતાં નથી જેવા છે, રાહુથી ગ્રસ્ત ચન્દ્ર જેવા પપ્પા એટલે ગ્રસ્ત પપ્પા ! આવા પપ્પા પાસે પોતાના સંતાનોના ઘડતર માટેની માહિતી કે મહેનત બેમાંથી એકેય હોતા નથી. પૃથ્વી પર કેટલાક એવા વૃક્ષો પણ હોય છે જેની પાસે પાંદડા કે ફળ કાંઇ જ નથી હોતું ! ૩૮ ઘરશાળા Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યસ્ત પપ્પા : પોતાના વ્યવસાયી જીવનમાંથી જેઓ સંતાન માટે ખાસ સમય ફાળવવા માંગે તો પણ ફાળવી શકતા નથી. સંતાનની ખરી જરૂરિયાત સમજવા છતાં સમયની ખેંચ હોવાના કારણે તેને બીજી પૂરક સામગ્રીઓથી પૂરી કરી દે છે. કેટલાક તગડા ઇન્વેસ્ટરો મોટા સુપર મોલ બાંધીને દુકાનો વેંચી દેતા હોય છે અથવા ભાડેથી ચલાવવા આપી દેતા હોય છે. તેમ સંતાન માટે આયા, માણસ, ગાડી, ડ્રાઇવર, ટીચરથી લઇને મનોરંજક સામગ્રીઓનો ઢગલો ખડકી દઇને સંતાનનો ઉછે૨ કર્યાનો મિથ્યા અહેસાસ કરી લેતા હોય છે. સંતાનને જન્મ આપી દે અને જન્મદિવસે પાર્ટી આપી દે. તેને પરણાવી દે અને કામે લગાડી દે એટલે બસ છુટ્ટા ! કર્તવ્યની દિશા કદાચ તેમની પાસે હોય છે પણ પગ તે દિશામાં માંડી શકતા નથી. વ્યસ્તતાની સાંકળ તેમને સતત બાંધેલી રાખે છે. આવા પપ્પા ઘરે આવીને પણ પોતાના કમ્પ્યુટર, કેલ્કયુલેશન્સ, ફોન અને ધંધાકીય સાહિત્યમાંથી બહાર આવી શકતા નથી. આવા પપ્પાને વ્યસ્ત પપ્પા કહી શકાય. કેટલાક લોકોના નંબર હોવા છતા ફોન લગભગ લાગતા નથી. તેમની લાઇન સતત બિઝી હોય છે ! મસ્ત પપ્પા : વસ્તુની પોષકતા તેના ઘટકતત્ત્વો (Ingredients) ને આભારી છે. અને વ્યક્તિની પોષકતા તેની ગુણવત્તા (Credentials)ને આભારી છે. મસ્ત પપ્પા પાસે ત્રણ વસ્તુ હોવી જરૂરી છે. • સમય • સ્નેહ • શિસ્ત સમય : સંતાન હોવું એ પિતાનું સૌભાગ્ય છે, સંતાન માટે સમય હોવો એ પિતાનું કર્તવ્ય છે. આ સમય જ પિતા અને પુત્ર વચ્ચે સ્નેહનો સેતુ અને આત્મીયતાનો હેતુ બને છે. કલાકની કસરતથી સંતાનના શરીરને લાભ થશે. કલાકના ટ્યૂશનથી તેની બુદ્ધિને લાભ થશે, પણ તેના મન અને જીવનને હર્યું ભર્યું અને આનંદમય રાખવાની તાકાત તેને મળતા પિતાના એક કલાકમાં રહેલી છે. સમય પ્રેમથી આપવો અને પરાણે આપવો એ બે બાબત વચ્ચેનો ભેદ પણ ભૂલાવો ન જોઇએ. ઘરશાળા ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ સ્નેહઃ સમય હોવો અને સ્નેહ હોવો એ બે પણ અલગ બાબતો છે. આઈડલ (IPLE) અને આઇડિયલ (Ideal) શબ્દો વચ્ચે આમ બહુ ઓછો ફરક છે. અને છતાં ઘણો બધો ફરક છે. પપ્પાનું વ્યક્તિત્વ એવું સોહામણું હોય કે વિના સંકોચે આશ્રિત ગમે ત્યારે પપ્પાનો અપ્રોચ કરી શકે. મુંઝવણ વિના કોઈ પણ બાબત પૂછી શકે. સલાહ માંગતા સંકોચ ન થાય અને ભૂલ કબૂલતા ભય ન લાગે તેવું નિર્ભય સ્થાન એટલે મસ્ત પપ્પા ! જેની પાસે છાંયડો પણ મળે ને આંબા પણ મળે તેવું આમ્રવૃક્ષ એટલે મસ્ત પપ્પા ! શિસ્ત સ્નેહ હોવો અને શિસ્ત હોવી આ બન્ને બાબતો પરસ્પર વિરોધી નથી પણ પરસ્પર પૂરક છે. પરમાત્મા પાસે કરુણા હોય છે. પોલિસ પાસે કડપ હોય છે. પિતા પાસે બન્નેનું કોમ્બિનેશન જોઇએ. કેટલાક મા-બાપ પાસે લાડનો અતિરેક હોય છે. કેટલાક પાસે ધાકનો અતિરેક હોય છે. આ બન્ને “અતિ' સંતાન માટે પનોતીરૂપ સાબિત થઇ શકે છે. આશ્રિતોના સુયોગ્ય ઘડતર માટે ઘડવૈયા પાસે હોવા જરૂરી એવા બે મહત્ત્વના ગુણો ઉપર જૈન દર્શને સરસ પ્રકાશ પાડ્યો છે. (૧) ભીમ ગુણ. (૨) કાંત ગુણ જેનાથી આશ્રિત સહજ રીતે થોડી આમન્યા જાળવે, ઉપરવટ જતા પહેલા વિચારે, જેનાથી આશ્રિતને થોડો ફડક રહે, અને તેને કહેલું અસર કરે તેવું વ્યક્તિત્વ એટલે ભીમગુણ. જેનાથી આશ્રિતને પોતાના તરફ સહજ ખેંચાણ થાય, પોતાની હાજરી માટે એ સતત તલસતો રહે અને વગર સાંકળે પણ તે બંધાયેલો રહે તેવું વ્યક્તિત્વ એટલે કાંતગુણ. અલગ શબ્દોમાં કહીએ તો એક આંખમાં રતાશ અને બીજી આંખમાં ભીનાશ એટલે ભીમ અને કાંત ગુણ. આ બન્ને ગુણોનું કોમ્બિનેશન આશ્રયદાતાને સમર્થ અને સફળ બનાવે છે. વધુ પડતી ધાક એટલે ફિલ્ટરેશન ૪૦ વરશાળા Page #48 -------------------------------------------------------------------------- ________________ વગરનો ભીમગુણ. તે એક હેવી સ્ટીમરોલર બનીન આશ્રિતના મનને કચડી નાંખે છે અને તેને સાવ શુષ્ક અને રૂક્ષ બનાવી દે છે. વધુ પડતા લાડ એટલે કાંતગુણની રેલમછેલ, જે સંતાન માટે ઉદ્ધતાઇક અને ઉચ્છંખલતાની ખાઈ તરફ ધકેલતો ઢાળ બને છે. શરીર, મન અને સંતાન આ ત્રણે ય અતિ લાડને પાત્ર નથી. અનિલાડથી શરીર શિથિલ બને છે, મન નિઃસત્ત્વ બને છે અને સંતાન ઉદ્ધત બને છે. ઘણા વર્ષે આવેલા અથવા બે દીકરી ઉપર આવેલા દીકરાને વધુ પડતા લાડ લડાવીને ઘણા મા-બાપો આજે પસ્તાય છે. આવા પ્રસંગે વડીલો ખાસ એક કહેવત પ્રયોજતા હોય છે : “સોનાની કટારી પેટમાં ન પોસાય !” આમ અતિલોડ અને અતિધાક બન્ને બાળસંસ્કરણ માટે કુપચ્ય સમાન છે. માટીના રમકડા બનાવનારો માટીને પાણીથી ભીની બનાવે નહીં ત્યાં સુધી તે માટી ઇચ્છિત આકારને પકડતી નથી, પણ પાણી જો પ્રમાણથી વધુ પડી જાય તો તે આકાર ટકતો પણ નથી. મિશ્રણ એકલું કામ નતી કરતું. પ્રપોર્શનલી પરફેકટ હોય તેવું મિશ્રણ જ કામ કરે છે. અપ્રમાણ સંમિશ્રણ થયું હોય તો જ આકાર આપી શકાય છે. શ્રી હેમચંદ્રાચાર્યએ વીતરાગ સ્તોત્રમાં કોમ્બિનેશનનો ફાયદો બતાવતું સરસ ઉદાહરણ ટાંક્યું છે. गुडो हि कफहेतु स्यात्, नागरं पित्तकारणं । द्वयात्मनि न दोषोऽस्ति, गुड-नागरभेषजे ।। એકલો ગોળ એ ક્યારેક કફનું કારણ બની શકે, એકલી સુંઠ ક્યારેક પિત્તકારક બને. પણ ગોળ અને સૂંઠને મિશ્રિત કરીને તૈયાર કરેલી ગોળીતો ઔષધરૂપ બનીને પરસ્પરના દોષોની મારક બનવા ઉપરાંત ગુણકારક પણ બને છે. આમ તો આ શ્લોકજૈન દર્શનના અનેકાંતવાદની વિભાવનાને સમજવા માટે મૂકાયો છે. છતાં કોમ્બિનેશન થીયરીનું સામ્ય જોતા આ સંદર્ભમાં પણ તે એટલો જ સંગત છે. શ્લોકગત ગોળ અને પિત્ત શબ્દના સ્થાને ભીમ અને ઘરશાળા ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ કાંત શબ્દ પ્રયોજીને સામાન્ય ફેરફાર સાથેની રજુઆત આવી હોઇ શકે. भीमो हि भयहेतुः स्यात्, कान्तो ह्यवज्ञतागृहम् । द्वयात्मनि न दोषोऽस्ति, भीमकान्तैकभेषजे ।। જે વધુ પડતો કડપ રાખે તેવા વાલી આગળ જતા સંતાન ગુમાવે છે. અને જે વધુ પડતા લાડ લડાવે તે સંતાન પરનું નિયંત્રણ ગુમાવે છે. પરંતુ આવું કોમ્બિનેટેડ પેરન્ટહૂડ બજાવતા આવડે તેના સંતાનો સંસ્કાર અને સફળતાના સોપાનો ચડવામાં હાંફતા નથી. આ વાતને વધુ સરળતાથી સમજવી હોય તો ચાકડે માટીચડાવીને માટલા બનાવતા કુંભારને એકવાર જોઇ લેવો જોઇએ. “ભીતર હાથ સંવારદ, ઉપર મારે ચોટ..” કુંભાર એક હાથ માટલાની અંદર રાખે, બીજા હાથે ઉપર ટપારતો જાય ને ઘડો ઘડાતો જાય. ઉપરથી ટપારે નહિ તો આકાર-નખરે નહિ, અને ટપારતી વખતે અંદરહાથનો ટેકો ન હોય તો આકાર બેસી જાય અથવા કાણું પડી જાય. બહારથી તે કુંભારનો એક જ હાથ કામ કરતો દેખાય છે છતાં બન્ને હાથનું કમ્બાઇન્ડ ફંકશનિંગ હોય છે તેમાં બે મત નથી. આ રીતે સમય, સ્નેહ અને શિસ્તના ટાંકણે સંસ્કારિતાનું મનોહર શિલ્પ ઘડનારા છે મસ્ત પપ્પા. ગ્રસ્ત, વ્યસ્ત અને મસ્ત દરેકના ફિઝિકસમાં અને બાયોલોજીમાં ખાસ ફરક હોતો નથી. છતાં, તેની કેમિસ્ટ્રીમાં ઘણો ફરક હોઇ શકે છે. ગોલવડના ચીકુ, નાગપુરની નારંગી, રત્નાગિરિની કેરીને કાશ્મીરી સફરજન જેમ પોતાના સમાન જાતીય ફળોની દુનિયામાં રાજા ગણાય છે, કારણ કે અન્ય ફળો કરતાં તેમની કેમિસ્ટ્રી તુલનાત્મક રીતે કંઇક ઊંચી છે. તેમ અહીં પણ મસ્ત પપ્પા એટલે બસ, મસ્ત પપ્પા ! મસ્ત સંતાન મેળવવા માટે મસ્ત પપ્પા બનવાની સાધના અનિવાર્ય છે. જેમના પપ્પા ગ્રસ્ત, તેમના સંતાનો ત્રસ્ત ! જેમના પપ્પા વ્યસ્ત, તેમના સંતાન સુસ્ત ! જેમના પપ્પા મસ્ત, તેમના સંતાનો અલમસ્ત ! ૪૨ શશાળા Page #50 -------------------------------------------------------------------------- ________________ અતુશાસનઃ વ્યક્તિત્વનું સુરક્ષા ચક્ર “સંતાન વગરના લોકો કરતાં સંતાનો ધરાવતા લોકોને માનસિક તનાવ વધુ હોય છે... પહેલી નજરે આ સ્ટેટમેન્ટ આશ્ચર્ય ઉપજાવશે. “પુત્રએ ગતિતિ'ના ઉચ્ચારણો જે દેશમાં રહેતા હોય અને સવાશેર માટીની ખોટ એ જીંદગીનો મોટો અભિશાપ મનાતો હોય તેવા દેશમાં આ સ્ટેટમેન્ટ હજી અપાયું નથી છતાં ચિંતાજનક અને વિચારણીય તો ચોક્કસ છે. ફલોરિડા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ થોડા વર્ષો પૂર્વે એક અભ્યાસ હાથ ધરેલો. જેમાં પુરા તેર હજાર વ્યક્તિઓનો અભ્યાસ કરાયો હતો. જેમાં નિઃસંતાન દંપતી કરતા બાળકો ધરાવતા દંપતીના સામાજિક સંબંધો વધુ દૃઢ બની શકવાની સકારાત્મક બાબત જણાવ્યા બાદ એક વિચિત્ર લાગે તેવું તારણ પણ નીકળ્યું હતું. “સંતાનો ધરાવતા લોકો વધુ ડિપ્રેશનથી પીડાતા જોવા મળ્યા હતા.” સંશોધકોના મતે સંતાનો ધરાવતા લોકોને બાળકો અંગેની ભાવાત્મક, સામાજિક, સ્વાચ્ય બાબતની તેમજ આર્થિક વિષયોને લગતી ચિંતાઓ ખૂબ સતાવતી હોય છે Gરશાળા ૪૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ જે લગભગ ઓછી થતી નથી. “નાના બાળકો નાની સમસ્યા ઊભી કરતા હોય છે અને મોટા બાળકો મોટી સમસ્યા ઉત્પન્ન કરનારા હોય છે'' તેવું પણ એક તારણ નીકળ્યું હતું. - તેમાં પણ બાળકો જ્યારે બહાર ગયેલા હોય, મોડે સુધી બહાર રહેતા હોય કે દૂર હોસ્ટેલ વગેરેમાં રહેતા હોય ત્યારે ચિંતાનું પ્રમાણ ઘણું વધી જતું હોવાનું જણાવ્યું હતું. અમેરિકન સોશિયોલોજિકલ એસોસિએશનના મુખપત્રમાં આ અભ્યાસ પ્રસિદ્ધ થયો હતો. જેમાં સરવાળે સંતાનોના ઉછેરને, મા-બાપના માનસિક સ્વાસ્થય માટે એક પડકારૂપ પ્રક્રિયા તરીકે જણાવેલ છે. જેનો જન્મ આનંદના આંદોલનો જગાવનારો હોય, જેનો જન્મ પેંડાના પેકેટોનું વિતરણ કરાવનારો ગણાય, જેનો જન્મ અભિનંદનની વર્ષા ખેંચી લાવનારો મનાય અને સમગ્ર ઘરમાં ને પરિવારમાં ઉત્સવનું વાતાવરણ સર્જનારો હોય તેનો ઉછેર તેના જ જનક અને જનેતાના માનસિક સ્વાથ્ય માટે પડકારરૂપ કઇ રીતે બને ? જે ઘડપણની લાકડીગણાય તે ચિંતાની ચિનગારીબને ? જે આવતીકાલનો આધારગણાય તે આવતીકાલનો પડકાર બને ? પોતાનો જ અંશ ને પોતાનો જ વંશ શું પોતાને જ પડકારે ? જે દેશની જીવનશૈલીમાં બાળસંસ્કરણની હવા અને અનુશાસનની દવા ન હોય, તેમજ તેને પૂરક સામાજિક માળખું ન હોય ત્યાંની આ ગવાહી છે. ભારત માટે કદાચ આગાહી કહી શકાય.' કોઇપણ દેશના સામાજિક માળખાની ગુણવત્તાનો આધાર બે વસ્તુ પર રહે છે. (૧) દેશની પરંપરાગત સંસ્કૃતિ. (૨) દેશનું વર્તમાન કાયદાકીય માળખું. પશ્ચિમના અનેક મૂડીવાદી દેશોમાં આજે કુટુંબવાદ પણ બચ્યો નથી. તેનું એક કારણ એ છે કે ત્યાંના કલ્ચરમાં અને કાયદાઓમાં સ્વાતંત્ર્ય' શબ્દને ઘણું બધું સ્વાતંત્ર મળેલું છે. અમેરિકામાં સંતાનોને બગડવાની તમામ સવલતો ४४ ઘરશાળા Page #52 -------------------------------------------------------------------------- ________________ અર્પે તેવું ફ્રી કલ્યર છે અને પાછું તે કલ્ચરને કવચ આપે તેવું કાનૂની પડ પણ છે. માત્ર બે થી ત્રણ વર્ષની ઉમરે પહોંચેલો બાળક પોતાના અલગ રૂમ માટે હકદાર બને છે. આવા પરિવારને સિંગલરૂમ કિચનનો ફ્લેટ ન મળે. તેણે બાળક માટે અલગ રૂમની જોગવાઇ કરવી જોઇએ કારણ કે બાળકને પોતાની જીંદગી હોય છે અને પ્રાઇવસીને તે લોકો જીંદગીનો એક બહુ જ અગત્યનો મામલો ગણે છે. તાકાત હોય તો પોતાના સંતાન સાથે પપ્પા કડક વલણ અખત્યાર કરી જોવે. ગણતરીની જ મિનિટોમાં ઘર નીચે પોલિસવેન આવી શકે છે અને પપ્પાને કડક શબ્દોમાં ચેતવણી આપી શકે છે “તમારા છોકરા સાથે સરખી રીતે વર્તતા શીખો !” એટલી શીવાતમાં પોતાના રૂમમાંથી પોતાના ફોન પરથી પોલિસને ડાયલ કરીને પોતાના પપ્પાને ગિરફતાર કરાવી દેવા સુધીની સત્તા જે દેશના બાળકોને મળતી હોય તે દેશની ખાજો દયા, તે બાળની ખાજો દયા ! બાળકો પર વધુ કડપ રાખવાથી ચાઇલ્ડ રાઇટસનો ભંગ થતો હોય તો પોતાના સંતાનો પર અનુશાસન રાખવાનો વાલીઓનો પણ કોઈ અધિકાર ખરો કે નહીં ? બાળકોના સ્વાતંત્ર્યને વધુ વ્યાપ આપવાથી પેરન્ટ્સ રાઇટનો ભંગ થયો કહેવાય કે નહીં ? વાસ્વતમાં બાળકો પર અનુશાસન રાખવું એ પેરેન્ટ્સનો માત્ર હક નહીં, પવિત્ર ફરજ છે. - બાલ્યકાળ અને કિશોરાવસ્થામાં સમજણની અને અનુભવની મર્યાદા હોવાથી કોઇ ખોટી ટેવ કે ખોટી સોબતનો ભોગ બને તે સંતાન માટે સંભવિત છે. આવી સ્થિતિમાં સમજાવવા છતાં ન માને તો કડકાઇનો સાથ લઇને પણ તેને “કુ'ની ચુંગાલમાં ફસાતો અટકાવવાની જવાબદારી કોની ? બાળકને પોતાની જીંદગી હોય છે તેની ના નથી, પણ તેની જીંદગી ઘડવાની કો'કની જવાબદારી પણ હોય છે. અંગ્રેજીમાં વાલી માટે મજાનો શબ્દ વપરાય છેઃ “ગાર્ડિયન.' ગાર્ડિયન એટલે “હી હુ ગાસ'. બાળકની જીંદગીનું રખોપું કરવાની પવિત્ર ફરજ કરતા એક વાલી તરીકે બીજી કઇ ચડિયાતી કાર્યવાહી હોઇ શકે ? ઘરશાળા ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ અનુશાસન શબ્દ આજે પોતાનો અર્થપ્રભાવ ખોઇ બેઠો છે અને આઝાદી શબ્દનો અર્થપ્રભાવ ઝનૂને ચડ્યો છે. રસ્તા પરના વાહન ચાલકો બધા જ પોતપોતાના મનસ્વી નિયમો બનાવીને વાહન હંકારે તેમાં રસ્તા પર કોઇની સુરક્ષા નથી, તેની પોતાની પણ નહીં. આઝાદી અને અવ્યવસ્થા વચ્ચેનો ભેદ ખૂલવો જોઇએ તેમ અનુશાસન અને આઝાદી વચ્ચેનો ભેદ ખિલવો જોઇએ. તત્ત્વજ્ઞ એપીટેટસ વેચ્છાચારના નિયંત્રણને આઝાદી કહે છે. તેનું મજાનું 9134 E9. Freedom is not procured by a full enjoyment of what is desired, but controlling the desire. આકાશમાં ઊંચે ઊડતો પતંગ ઉપરની હવામાં ટકે છે શેનાથી ? દોરીથી જ તે ટકે છે. ઉપલક દૃષ્ટિએ કદાચ એવું લાગશે કે આ દોરી તો તેને ઉપર જતા રોકે છે, પણ એકવાર દોરીછૂટી થયા પછી પતંગનું શું થાય છે તે જોઇ લેજો. ગમે તેટલા ઊંચે ગયેલા પતંગની સુરક્ષા નીચેની દોરી સાથે બંધાયેલા રહેવામાં છે. અનુશાસનને આ અર્થમાં સમજવાનું છે. જે પ્રગતિને રોકે નહીં, પ્રગતિને સ્થાયી અને સુરક્ષિત બનાવે. વૃક્ષની ફરતી પાંજરાની વાડ એ તેનું બંધન નથી પણ તેની સુરક્ષા છે. એ વાડ એટલી બધી સજ્જડ ન હોય કે જેથી વૃક્ષનો વિકાસ જ રુંધાઇ જાય પણ સાથે તે એટલી શિથિલ કે દૂર પણ ન હોય કે જેથી વૃક્ષ આડું ફાટી શકે ! અનુશાસન આ અર્થમાં વ્યક્તિને સુરક્ષારૂપ છે. નવી પેઢીની માનસિક તાસીર જો કે આજે જુદી જણાય છે. આજે છે દાયકા પછી ફરી એકવાર આ દેશમાં સ્વાતંત્ર્યનો પવન ફૂંકાઇ રહ્યો છે. ઇ.સં. સન ૧૯૪૭ પૂર્વે સ્વાતંત્ર્યની ચળવળ ઉપડેલી. આજે સ્વાતંત્ર્યની ચળ ઉપડી છે. નવી પેઢીની વિચારધારા બ્લન્ટ અને ફ્રન્ટ બનતી જાય છે. ટેલિવિઝન ઉપર ચાલતી ફેમિલી સિરીયલોનો રોલ આ તબક્કે ખૂબ જ ઘાતક છે. આ સિરીયલો હળવે હાથે નવી પેઢીમાં એક બળવાખોર માનસ ઘડે છે જે અનુશાસકની સામે પડી શકે. અનુશાસનના નામે જાણે કે આપણી સ્વતંત્રતા છીનવી લેવાય છે, આપણા ઉપર બધા નિર્ણયો જાણે કે ઠોકી બેસાડવામાં જ આવે છે. આપણી ૪૬ ઘરશાળા Page #54 -------------------------------------------------------------------------- ________________ જીંદગીનો નકશો આપણે જાતે તૈયાર કરવાનો છે, તેમાં કોઇની દખલગિરી શા માટે ?'' આવી બળવાખોર માનસિકતા નવી પેઢી ધારણ કરી રહી છે. આનું પરિણામ એટલું જલદ આવતું દેખાય છે કે નવી પેઢી અત્યંત સ્વચ્છંદી અને સ્વેચ્છાચારી બની રહી છે. તેમને કોઈની બીક લાગતી નથી. સ્કુલના શિક્ષકો હજી પ્રિન્સિપાલથી ગભરાય, પ્રિન્સિપાલ મેનેજમેન્ટ બોર્ડથી ગભરાય, મેનેજમેન્ટને ટુડન્ટના વાલીઓનું સાંભળવું પડે. વાલીઓ સંતાનોથી ગભરાય, સંતાનો કોઇથી ન ગભરાય ! તદ્દન નિર્ભીક, બિન્ધાસ્ત અને “હૂ કેર્સ” વાદી ! નિયંત્રણ અને બંધન વચ્ચેનો ભેદ આ લોકો સમજી શક્યા નથી. કોલેજમાં પ્રેસકોડ લાગુ કરવામાં આવે એટલે વિદ્યાર્થીઓ જાણે યુનિયન બનાવીને બતાવી દેવાના મૂડમાં આવી જાય અને નારાબાજી શરૂ કરી દે. મુદ્દો એક જ કે અમારે કેવા કપડા પહેરવા એ બીજા શી રીતે નક્કી કરી શકે ? માંદા માણસે શું ખાવું અને શું ન ખાવું એ અંગે ડોક્ટર નિયમન કરે છે તે કોઇના આહારસ્વાતંત્ર્ય ઉપરની તરાપ ન ગણી શકાય. એટલી સરળ વાત સ્વીકારી ન શકતી નવી પેઢીની બૌદ્ધિક ક્ષમતાની આ એક ઉણપ ગણાય. કોલેજમાં અઘટિત બનાવો બનતા અટકાવવાના હેતુથી પણ જો કોઇ અસભ્ય કહી શકાય તેવા સુરુચિભંગ કરનારા ડે ની ઉજવણી પર પ્રતિબંધ મૂકાય એટલે જાણે વિદ્યાર્થી આલમની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી હોય તેવો હોબાળો મચે છે. વિનય અને સંસ્કારિતાની છાંટ વગરની તીખી પ્રતિક્રિયાઓ આપી શકાય એવી આઝાદી ક્યો સભ્ય સમાજ મંજૂર રાખી શકે ? અનુશાસન અતિરેકી ન હોવું જોઇએ તે સમજી શકાય છે. જેને એક છેડે સત્તાનો કેફ હોય અને બીજે છેડે નકરું શોષણ હોય તેવાં અનુશાસનની અહીં વાત પણ નથી. વાસ્તવમાં તે અનુશાસન પણ ન કહેવાય. પરંતુ જે સતું અને શુભનું સર્જક, રક્ષક, પોષક અને પ્રદર્શક હોય તેવું અનુશાસન સર્વત્ર, સર્વદા અને સર્વથા અનિવાર્ય છે. વરાળા Page #55 -------------------------------------------------------------------------- ________________ આજનો શિક્ષિત ગણાતો અમુક વર્ગ પણ એક નવી જ હવા પ્રસરાવે છે. “નવી પેઢીને હવે બહુ કન્ટ્રોલમાં રાખવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. હવે સમય બદલાયો છે. બદલાયેલા સમય મુજબ દરેકને હવે છૂટ અને મોકળાશ જોઇએ છે.’’ કબૂલ, પણ આ તે નિદાન થયું, ઉપાય નથી. દર્દીને દવા કડવી લાગે એટલા માત્રથી દવા રદ્દ ન થઇ શકે. વ્યક્તિની જેમ સમાજનું પણ એક શરીર હોય છે, તેનું પણ એક આરોગ્ય હોય છે, તેના પણ કેટલાક રોગ હોય છે અને તેની કેટલીક દવાઓ પણ હોય છે. સજાથી લઇને નાના મોટા સહુ અનુશાસક ઉપાયો એ સામાજિક તંદુરસ્તીની હેલ્થકેર ફોર્મ્યુલા છે. ટીનેજ૨ દીકરો મોડી રાત સુધી ઘરની બહાર ફરતો હોય ત્યારે પૂછપરછ કરવાની ફરજ દરેક મા-બાપની છે અને એ પૂછ-પરછમાં પૂરો સહકાર આપવાની ફરજ દીકરાની પણ છે જ. અઠવાડિયામાં હજારેક રૂપિયા ઉડાવી દેનારા કોલેજિયનને તેના વાલી હિસાબ પૂછે તેમાં ખોટું શું છે? દીકરીના મોબાઇલ ૫૨ સતત કો’કના મેસેજ આવ્યા કરતા હોય તો શું સંસ્કારી માતા તે અંગે કોઇ ટકોર પણ ન કરી શકે ? પેરન્ટ્સ ઓર્થોડોક્સ હોય છે તેવું ઓછી જગ્યાએ બને છે. વાસ્તવમાં નવી પેઢી વધુ પડતી આઝાદી ઇચ્છે છે. આ તથ્યને વાલીઓના જુનવાણીપણાના પડદા પાછળ ઢાંકવાનો પ્રયાસ નવા સમાજ સુધારકો પણ ક્યારેક કરતા હોય છે જે ચિંતાજનક હકીકત છે. જીવનમાં આનંદવાદ હોઇ શકે પણ મોજમસ્તી અને મર્યાદા વચ્ચેનો ભેદ ભૂંસાઇ જાય તે હદે ઝનૂને ચડેલો આનંદવાદ એ વાસ્તવમાં આનંદવાદ નથી, સામાજિક આતંકવાદ છે. આનંદના નામે અપરાધના રાજમાર્ગો રચાઇ ન જાય તે જોનારા જીવતા હશે તો જ સમાજ સ્વચ્છ રહેશે. તાજેત૨માં અમેરિકાના સમાજ શાસ્ત્રીઓએ ચેતવણીના રૂપમાં એક તારણ આપ્યું છે. જેનો સારાંશ કંઇક આ પ્રમાણે છે. ‘‘જે મા-બાપો પોતાના સંતાનોને ઉંમ૨ની મર્યાદાથી કંઇક વધુ પડતી છૂટછાટ અને સમજ આપવામાં માને છે એ લોકોના સંતાનો અનૈતિક રસ્તાઓ પકડી લે છે. આ મા-બાપોને ૪. ઘરશાળા Page #56 -------------------------------------------------------------------------- ________________ એમ લાગે છે કે એ અમારા સંતાનોને ખુશ કરીએ છીએ, વાસ્તવમાં તે લોકો પોતાના સંતાનોને ખતમ કરે છે.' કેટલાક પેરન્ટ્સના સ્ટાઇલિસ્ટ ડાયલોગ સાંભળ્યા છેઃ “અમારે મન સંતાનની ખુશી સૌથી મહત્ત્વની છે તે જો ખુશ રહેતો હોય તો પછી તે શું કરે છે તેની સાથે અમારે બહુ નિસ્બત નથી.” આ કર્તવ્યના મેદાનમાં રમવા ઊભેલા મા-બાપની એક જાતની ભાગેડુવૃત્તિ (escapism) છે. બાળકને જે ભાવતું હોય પણ તેની હોજરીને ફાવતું ન હોય તેવો ખોરાક મા આપતી નથી. બાળકના સ્વાદ કરતાં બાળકના સ્વાથ્યને વધુ મહત્ત્વ આપનારા સંતાનના મોજ આગળ તેની માવજતને ગૌણ કરી દે એ એક રીતે સામાજિક અપરાધ ગણાય. આ ઉદારતા નથી, ઉપેક્ષા છે. ' આવી ઉપેક્ષાવૃત્તિથી કિશોરવયમાં સ્વેચ્છાચાર વધી જતા ક્યારેક અપરાધના ફાટકો ખુલ્લા થઇ જાય છે. જેને પછી બંધ કરવા ઘણા અઘરા છે. સમાજનું કાયદાકીય માળખું જો અપરાધોને અંકુશમાં રાખી શકતું હોય તો કુળ અને કુટુંબના અનુશાસન એમાં વિશેષ પૂરક ન બની શકે ? ટીનેજર્સમાં આજકાલ વધી રહેલા અપરાધીકરણની પાછળ વાસ્તવમાં ક્યા કારણો ભાગ ભજવે છે તેનું તટસ્થભાવે નિદાન અને ચિકિત્સા બંને થવા જરૂરી છે. તો આજના તબક્કે અનુશાસનની અનિવાર્યતા સમજાશે. આ સંદર્ભમાં એગર હોવર નામના સમાજશાસ્ત્રીનું સ્ટેટમેન્ટ સ્પષ્ટ, 241 24441 Bir E9. "If discipline is Practiced in every home Juvenile delinquency would be reduced by 95%. કેવી મજાની વાત ! લોકલ દવા દ્વારા ગ્લોબલ ઇફટ ! પ્રત્યેક ઘર જો અનુશાસનધર્મની આરાધના માટેનું ઉપાસના મંદિર બની જાય તો આજે યુવાપેઢી દ્વારા થઇ રહેલા અપરાધોમાં ૯૫% સુધીનો કાપ મૂકી શકાય છે. એલ્ગર હોવરનું ઉપરોક્ત સ્ટેટમેન્ટ વાસ્તવમાં ચિકિત્સા સૂત્ર છે. જેમાં ગર્ભિત રીતે નિદાન તરફ પણ આંગળી ચીંધણું છે. આ સૂત્રનો અમલ આવતી કાલના સ્વચ્છ અને સ્વસ્થ સમાજની ગેરંટી આપી શકશે. ઘરશાળા Page #57 -------------------------------------------------------------------------- ________________ ‘નવી પેઢી સમજવા તૈયાર જ નથી’ એવો નિરાશાવાદ પણ અસ્થાને છે. નવી પેઢીની પ્રતિભા અને પારદર્શકતા ગજબનાક છે. નવી પેઢીને અનુશાસનનું મહત્ત્વ યોગ્ય કેળવણી દ્વારા સમજાવી શકાય છે. શિસ્ત અને અનુશાસનને પર્સનાલિટી ડેવલપમેન્ટના મહત્ત્વના પાસા તરીકે વર્ણવી શકાય અને તે દ્વારા પણ દર્દી પાસે દવાનું માર્કેટિંગ થઇ શકે. માર્કેટિંગ એ ડિમાન્ડ ઊભી કરવાનું સક્ષમ માધ્યમ તો છે જ. જરૂર છે અનુશાસનને સ્ટેટસ સિમ્બોલ બનાવવાની. અનુશાસન એ દવા છે અને કોઇ પણ દવાનો ઓવરડોઝ કે હાઇડોઝ આડઅસરો સર્જી શકે છે. વધુ પડતું કે જલદ અનુશાસન સંતાનના મનમાં વિરોધની અથવા વિદ્રોહની લાગણી જન્માવી શકે છે. અનુશાસન સ્વીકારવાની સરળતા અને પાત્રતાનો સંતાનમાં વિકાસ થાય તે પણ જોવું જોઇએ. દરેક બેટ્સમેન ક્રીઝનું મહત્ત્વ સમજે છે. દરેક ડ્રાઇવર ગાડીમાં બ્રેકનું અને રોડ પર સિગ્નલની જરૂરિયાત સમજે છે. નવી પેઢીએ નવા વિશ્વમાં ઊભા રહેવાનું છે. જેમાં કેવળ બૌદ્ધિકતા કામ નહીં આપે. મૂલ્યો અને સંસ્કારોના કવચની આ વિશ્વમાં ટકવા માટેી અનિવાર્યતા છે અને નવી પેઢીને તે સમજાય તે અત્યંત જરૂરી છે. જિરાફ નામના લાંબા પ્રાણીને સહુ ઓળખે છે. માતા જિરાફ ઊભા ઊભા જ બચ્ચાને જન્મ આપે છે. એકાએક બચ્ચુ કડક જમીન પર પડે છે ને પડ્યું રહે છે. પછી માતા જિરાફની કામગિરી જોવા જેવી હોય છે. તે બચ્ચાની પાછળ જઇને પોતાના પગથી પોતાના બચ્ચાને એક જોરદાર લાત મારે છે. લાત પડતાં જ બચ્ચું તરત જ ઊભું તો થઇ જાય છે પણ પગની કમજો૨ીને કારણે પાછું જમીન ૫૨ બેસી જાય છે. જિરાફ માતા ફરીથી બચ્ચાની પાછળ પોઝિશન લે છે. ફરીથી એક લાત લગાવે છે. જ્યાં સુધી ઊભું થઇને તે બચ્ચું પોતાના પગે ચાલવા ન લાગે ત્યાં સુધી માતા પોતાની લાત પ્રક્રિયા ચાલુ રાખે છે. માતાની આ ક્રૂરતા નથી પણ સંસ્કરણની એક પદ્ધતિ છે. ૫૦ ઘરશાળા Page #58 -------------------------------------------------------------------------- ________________ અહીંલાત મારવી એ પશુતા નથી, માનવતા છે. જિરાફમાતાને જંગલી વાતાવરણનો અનુભવ છે. પોતાના પગ પર ચાલી કે દોડી ન શકે તો બચ્ચાને ક્યાંક કો'કનો શિકાર બની જતા વાર ન લાગે એવો નીતરતો માતૃસ્નેહ અહીં વ્યક્ત થાય છે. જે વખતે વિશ્વના પવનમાં સંસ્કારિતાની મહેંક સર્વથા નાબૂદ થતી લાગતી હોય. કોલેજમાં થઈ જનારી ખોટી સોબત પોતાના દીકરાની જીંદગી બરબાદ કરી દે તેવી શક્યતા હોય. વધુ પડતી છૂટમાં પૃથ્વીના ચીકણા પાટલા પર દીકરી ક્યાંક લપસી જશે એવી દહેશત રહેતી હોય. મોબાઇલ કે ઇન્ટરનેટનો ઢાળ ક્યાંક જોખમી જણાતો હોય ત્યારે ઘરના રક્ષકો આંખ આડા કાન કરે તે સંતાનના ભાવપ્રાણની હત્યા છે. નવી પેઢીના વ્હાલા ફરજંદોને ખૂબ લાગણીથી કહેવાનું મન થાય છે કે પ્લીઝ, શિલ્પની કામના હોય તો શિલ્પીના ટાંકણા ખાવાની તૈયારી રાખો. માતા કે પિતાની શિસ્ત અને મર્યાદા અંગેની આગ્રહવૃત્તિને પેલી જિરાફમાતાની કિકથેરાપીના અંદાજથી સ્વીકારશો. તમારી દરેક હલચલ પાછળ ઝીણવટથી કોઇ ધ્યાન રાખતું હોય તે શંકા પ્રેરિત નથી, નેહપ્રેરિત છે. આવું સ્પેશ્યલ અટેન્શન મળવું એ સંતાનની જીંદગીમાં ખલેલ નથી, તેનું સૌભાગ્ય છે. અનુશાસન એ માતા-પિતા અને કુટુંબની સંતાન પ્રત્યેની કરૂણાનું સક્રિય સ્વરૂપ છે. . • • • • • ઘરશાળા ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ ધાકતે ધાકમાં રાખો “આ વૃક્ષ કેવું ભાગ્યશાળી છે કે આવી સુંદર લતા તેને વીંટળાઇ છે !” “ના, ના, ખરી ભાગ્યશાળી તો આ લતા છે જેને આવા ઘટાદાર અને મજબુત વૃક્ષનો આશ્રય મળ્યો છે.' “છતાં પણ આ લતાના કારણે આ વૃક્ષની શોભા કંઇક જુદી જ નથી લાગતી ?” “લાગે જ છે ને ! અને આ વૃક્ષ ફરતે વીંટળાવાના કારણે જ તો આ વનલતા પણ આવી શોભી રહી છે !' રામ અને સીતા વચ્ચે આ સંવાદ ચાલી રહ્યો હતો. વનવાસ દરમ્યાન કોઇ મનોહર સ્થળે એક લીલીછમ લતાથી વીંટળાયેલા વૃક્ષને જોઇને બન્ને જણા પોતાના અભિપ્રાય જણાવતા હતા. છેલ્લે તોડ કાઢવા રામચન્દ્રજીએ લક્ષ્મણજી પર છોડતા કહ્યું: “તે તટસ્થ છે, નિર્ણય તે જ કરશે.' - લક્ષ્મણજી બન્નેના હૈયાના ભાવો સમજી ગયા હતા છતાં તેમણે તો કંઇક અલગ જ દિશા ખોલીઃ “ન તો આ વૃક્ષ ભાગ્યશાળી છે, ન તો આ વનલતા ભાગ્યશાળી છે.'' ' પર ઘરશાળા Page #60 -------------------------------------------------------------------------- ________________ સહેજ અટકીને પછી ઉમેર્યુંઃ ‘‘ભાગ્યશાળી તો તે જન છે જેને આની શીળી છાયા મળે છે.’’ રામ અને સીતા એક બીજાના ચહેરા વિસ્મયભાવે જોઇ જ રહ્યા. લક્ષ્મણજીએ હસીને જવાબના મર્મ ઉપરથી પડદો ઉઠાવ્યો. ‘ન તો આ રામચન્દ્રજી એવા ભાગ્યશાળી છે કે ન તો આ સીતામૈયા એવા ભાગ્યશાળી છે. ખરો ભાગ્યવાન તો આ સુમિત્રાનો નંદન છે જેનું જતન આ બન્નેની છત્રછાયામાં થઇ રહ્યું છે.’’ કોઇ સૌભાગ્યવંત પુરુષને જ મળે તેવો આશ્રય પોતાને મળ્યાનો કેફ લક્ષ્મણજીના જવાબમાં સ્પષ્ટ છતો થાય છે. આજે કેટલા સંતાનો પોતાને મળેલા આશ્રય અંગે આવો અભિપ્રાય આપી શકશે ? આજે મોટા ભાગના સંતાનોના મનમાં મા-બાપ પ્રત્યે નકારાત્મક અભિપ્રાય હોય છે. જે મા-બાપે સંતાનોના નામ પાડ્યા હોય છે તે સંતાનો ક્યારેક પોતાના મમ્મી અને પપ્પાના નામો પાડવા લાગે છે. કોઇ પોતાના મમ્મીને ‘હિટલર’ કે ‘હંટરવાલી’ કહે છે તો કોઇ પોતાના પપ્પાને ‘ઓસામા’ કે ‘સદ્દામ’ કહે છે. આ નામનું ચલણ મનની અંદર અને ઘરની બહાર થતું હોવાથી મમ્મી કે પપ્પા પોતાના નામથી અજાણ હોય છે. સાથે જ પોતાની આવી આગવી ઓળખ ઊભી થવામાં પોતાની વર્તણુંક પણ કંઇક અંશે જવાબદાર હતી કે બાબત પણ તેઓ પકડી શકતા નથી. પોતાના જ હિતસ્ત્રી વડીલો માટેની આવી અવગણના કરતી નવી પેઢી પ્રત્યે તો દયા ઉપજે, સાથે બાળકોના ઉછેરમાં કાળજી રાખનારા મા-બાપને કહેવાનું મન થાય કે સંતાનના દિલમાં તમારી મા-બાપ સિવાયની કોઇ ઓળખ ન થાય એટલી કાળજી ખાસ રાખશો. કેટલીક વાર બાળકની અમુક સામાન્ય ભૂલ કે હરકત ગળી ખાવી તે પણ એક પ્રકારની તેમની કાળજી જ છે. નાનપણથી જ બાળકો સાથે બિનજરૂરી તિરસ્કારી વલણ, વાત-વાતમાં તેમને ઉતારી પાડવાની ટેવ, બાળકો પર વધુ પડતી ઠપકાશાહી જેવી વર્તણુંક બાળકોના મનમાં મા-બાપ પ્રત્યે એક નકરાત્મક માનસિકતા ઊભી કરે છે. નકારાત્મક માનસિકતા એ રસ્તા પરના બંધ થયેલા ફાટક જેવી મનોદશા છે. ઘરશાળા ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ ફરક એટલો કે પેલું ફાટક બધી ગાડીઓને અટકાવે છે. આ ફાટક અમુક વ્યક્તિઓના પ્રવેશને જ અટકાવે છે. તેમાં પણ કેટલાક મા-બાપ જબાનની સાથે હાથને પણ બોલવા દે છે, ત્યારે આ ફાટક વધુ સજ્જડ બને છે. તેમના મતે બાળકને તરત જ સીધા કરવાનું એ હાથવગું સાધન છે. ઉંમર અને બળની મર્યાદાને કારણે તે વખતે બાળકો સીધા થઇ જતા હોય તેવું પણ બને પણ મા-બાપે આવા ટૂંકાગાળાના લાભને મહત્ત્વ આપવું જોઇએ નહીં. બે પેઢીઓ વચ્ચેનો સંબંધ એ કોઇ માત્ર બે પાંચ વર્ષનો કરાર નથી. શક્તિ કે બળપ્રયોગથી કોઇ વ્યક્તિ ઉપર કામચલાઉ અસર પાડી શકાય. કાયમી અસરકારિતા એ તંદુરસ્ત સંબંધોને સાપેક્ષ છે. તંદુરસ્ત સંબંધોની આધારશિલા છે તંદુરસ્ત માનસિકતા. સંતાનોને મારપીટ કરવાથી સંબંધની આધારશિલા ચલિત થાય છે. ઘવાયેલી માનસિકતા એ શરીર પરના ગુમડા જેવી છે. તેમાં સામાન્ય સ્પર્શ પણ જેમ અસહ્ય પીડાકારી લાગે તેમ તેવા સંતાનોને પછી મા-બાપ તરફથી મળતી સામાન્ય સૂચના પણ અરુચિકર લાગવા માંડે છે. સંતાનની ભૂલ થવી એ ઘટના છે. મારપીટથી તે દુર્ઘટનામાં પરિણમે છે. સંતાનોને અનુશાસન શીખવવાના અનેક રસ્તાઓ છે, મારપીટ એમાંનો કોઇ રસ્તો હોઇન શકે. સંતાનને ધિટ્ટાઇ તરફ ધકેલતો ઢાળ એટલે મારપીટ. મારપીટથી બાળક સુધરતો નથી, સમસમે છે. તેનામાં હિંસકવૃત્તિ અને આક્રમકતા વધે છે. સરવાળે તે સુધરવાને બદલે પોતાની જીદ સંતોષવા વધુ ઝનૂની બને છે. વાસ્તવમાં, મારપીટ એક એવી વિચિત્ર દવા છે જેની કાયમી અસર લગભગ થતી નથી અને લાંબાગાળાની આડઅસર કાયમ થાય છે. જેને વારંવારમાર પડે છે તેવા બાળકો લાંબાગાળે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે અને ગમગીન રહેતા હોય છે. એક રસપ્રદ સંશોધને ગજબનું તારણ આપ્યું છેઃ “જે બાળકોને ખૂબ માર પડ્યો હોય તે બાળકો આગળ વધવાનો ઉત્સાહ ધરાવતા હોતા નથી અને ઘણું કરીને ઓછા પગારવાળી નોકરી કરતા હોય છે.” ઘરશાળા ૫૪. Page #62 -------------------------------------------------------------------------- ________________ બાળકને અવસરે કહેતા રહીને, પ્રેમથી સમજાવવા દ્વારા, તેની આવી ટેવ તેના વિકાસમાં કેટલી અવરોધક બની શકે એ વાત તેના ગળે ઉતારવાની મહેનત કરવામાં કેટલાક માનતા નથી હોતા અને સામી વ્યક્તિમાં તત્કાલ સુધારો લાવી આપે તેવી તમાચ” થેરાપી અપનાવે છે. આવા વાલીઓમાં ધીરજ નથી હોતી અને ધીરજ ગુમાવનાર હંમેશા જરૂર કરતાં વધુ નુકસાની વેઠતો હોય છે. ગુજરાતના એક શહેરમાં બનેલી એક પારિવારિક ઘટના વાંચવા મળેલી સવારે ઘરમાં ફોનની રિંગ વાગી. આમ તો ઘરના વડીલશ્રી ડ્રોઇંગરૂમમાં જ બેઠા હતા. પરંતુ તેમણે અંદર રસોઇ બનાવી રહેલી પુત્રવધૂને ફોન લેવા બૂમ પાડી. એક હાથમાં સાણસી સાથે બહાર આવેલી ગૃહિણીએ ફોન લીધો. ફોનની વાતચીતમાં એને કોઇનંબરલખવાની જરૂર પડી એટલે પેન આપવા છોકરાને બૂમ પાડી. દીકરાએ પેન આપી પણ એ બરાબર ચાલતી ન હોતી અને સામે છેડેથી ફોન પર પેલા ભાઇ નંબર ફટાફટ બોલે જતા હતા એટલે મમ્મીએ ગુસ્સામાં પેન પાછી મુકવા કહ્યું. દીકરાએ પણ સામે કંઇક દલીલ કરી એમાં તો મમ્મીનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો. હાથમાં રહેલી સાણસીનો એણે છોકરા પર સીધો ઘા કર્યો, છોકરાનું નાક ફુટી ગયું. આને આપણે “ઘર” કહીશું...? જ્યાં પેન ચાલતી ન હોય અને સાણસી ઊડતી હોય ! વાત કેટલી ને નુકસાન કેટલું ? આ નુકસાન અટકી શક્યું હોય, જો • ડ્રોઇંગરૂમમાં જ બેઠેલા વડીલશ્રીએ ગૃહકાર્યમાં વ્યસ્ત પુત્રવધૂને બૂમ ન મારતા જાતે ઊભા થવાની તસ્દી લીધી હોત તો, • ફોનની બાજુમાં જ કાગળ પેન હોત તો, • “દીકરાએ કહેતાવેંત પેન તો આપી જ હતી. તે પેન ન ચાલી તેમાં દીકરો શું કરે ?' આટલી સમજ મમ્મીએ રાખી હોત તો, • નંબર લખાવનારે લખનારના સંજોગો સમજીને થોડીક ઓછી ઉતાવળ કરી હોત તો, Gશાળા ૫૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ • દીકરાએ પેન ચકાસીને આપી હોત તો, • મમ્મીના સંજોગો સમજીને દીકરાએ બીજી પેન આપી દીધી હોત તો, • ઘરના બીજા કોઇ સભ્ય તરત જ નંબર લખવા હાજર થઇ ગયા હોત તો, નુકસાન નિવારી શકાય તેવા આટલા બધા વિકલ્પો જો અને તો વચ્ચે જ લટકતા રહ્યા અને સાણસી છુટી ગઇ ! કારણ કે ધીરજ ખૂટી ગઇ ! સંતાનના ઘડવૈયાએ પણ ઘડાવું પડતું હોય છે. ક્યારેક ડોકટરની આંખ પણ કમજોર હોઇ શકે. જાત સુધારણા માટે પેરટ્સ આટલું કરી શકેઃ સંતાનને જ્યારે જ્યારે મારી બેઠા હોય તે પ્રસંગોની એક નોંધ રાખીને તેનું એનાલિસિસ કરવું જોઇએ. (૧) સંતાનને કયા કારણે માર્યો ? (૨) એ કારણ બાળક માટે સહજ હતુ કે અસહજ? . (૩) નાનપણમાં આપણે આવું જ કરતા હતા કે નહીં ? (૪) આ અંગે તેને અગાઉ ક્યારેય સૂચના આપી હતી કે નહીં ? (૫) મારવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ હતો કે નહીં? (૬) એ વખતે ખરેખર બાળકની જ ભૂલ હતી કે બીજા કોઇ ઉપરનો રોષ બાળક પર ઊતરી ગયો હતો ? ' વાદળાં ક્યાંક બંધાય છે અને ક્યાંક વરસે છે એવું જ ક્યારેક પરિવારોમાં પણ બનતું હોય છે. ક્યારેક ઓફિસમાં બંધાયેલું વાદળ ઘરમાં વરસે છે, ક્યારેક રસોડામાં બંધાયેલું વાદળ બહાર વરસે છે. સાણસીવાળું ઉદાહરણ ધ્યાનથી વાંચતા ખ્યાલ આવશે કે રસોડાની વ્યસ્તતામાં વિક્ષેપ પડવાથી પુત્રવધૂનું મગજ ધુંધવાયેલું હતું તેનું જ આ પરિણામ હતું. આજે મોટા ભાગના ચાઇલ્ડ કાઉન્સેલર્સ કે સાઇકિયાટ્રિસ્ટ બાળકની ફરિયાદ લઇને આવનારા પેરટ્સને બે સલાહ ખાસ આપે છે: ધીરજ વધુ રાખો, અપેક્ષા ઓછી રાખો. પદ ઘરશાળા Page #64 -------------------------------------------------------------------------- ________________ મારપીટ એ એક રીતે તો બાળકની નિર્બળતાનો એક પ્રકારનો ગેરલાભ ઉઠાવ્યો ગણાય. ઘણીવાર બાળકને પણ ખબર પડતી નથી કે તેને ક્યા કારણથી આટલી આકરી સજા કરાઇ છે. આવા કેટલાક કિસ્સાઓ જાણવા મળેલા. (૧) એક બહેન પોતાના દીકરાને જ્યારે પણ ભણાવે ત્યારે મારઝૂડ એ એમનો રોજીંદો ક્રમ હતો. આની આડઅસરો વધતા છોકરો સાવ ગુમસુમ રહેવા લાગ્યો ત્યારે કોઇ મનોચિકિત્સકની મદદ લેવાઇ, ઊંડી પૂછપરછને અંતે એવું તથ્ય ખૂલ્યું કે તે બહેનના પતિને વ્યવસાયાર્થે ઘણો વખત પરદેશમાં જ રહેવું પડતું, ઘરે માત્ર નામ પૂરતી અવરજવર રહેતી. પતિવિયોગથી નીપજતા નિરાશા અને રોષ બિચારા છોકરા પર ઊતરતા હતા. (૨) રોજની મા૨પીટ છતાં છોકરામાં સુધારો ન થતા તેને એક ચાઇલ્ડ કાઉન્સેલ૨ પાસે લઇ જંવાયો આગળ પાછળની વાતો સાંભળીને જે તારણ નીકળ્યું એ ચોંકાવનારું હતું. દેરાણી સાથે મેકઅપથી માંડીને સાડી, પૈસા વગેરે બાબતમાં સતત સરખામણી કરતી પેલા છોકરાની મમ્મી એક પ્રકારની લઘુતાગ્રંન્થિ અનુભવતી હતી. અને એની આડઅસરરૂપે બધો ગુસ્સો છોકરા ૫૨ કાઢતી હતી. (૩) બન્યું એવું કે એ બહેનને સવા૨માં જ સાસુ સાથે કોઇ મુદ્દે ચડભડ થઇ હતી. મિસ્ટરે થોડી દરમ્યાનગિરી કરી પણ તેમાં તેણે પોતાની માતાનો પક્ષ લીધો હતો આથી તે ગૃહિણી વધુ ઘવાયેલી હતી. બ્રીફકેસ લઇને મિસ્ટર ઓફિસે જતા રહ્યાં ત્યાં જ સ્કુલેથી આવેલો છોકરો થોડો રમતે ચડ્યો અને પેલા બહેનનો પિત્તો ગયો અને છોકરાનું આવી બન્યું. છોકરો હેબતાઇ ગયો પણ તેને ખ્યાલ ન આવ્યો કે નાની શી વાતમાં આટલું બધું કેમ થઇ ગયું ? પેમેન્ટની જેમ પનિશમેન્ટના પણ હવાલા પડતા હોય છે, જેને મોટાઓ રોકી શકતા નથી, નાનાઓ સમજી શકતા નથી. ઘરની કે ઘરના સભ્યોની પરિસ્થિતિ સમજી શકવાની ક્ષમતા ન હોય ત્યારે બાળકોની આ અક્ષમ સ્થિતિને મા-બાપે સમજવી જોઇએ. પરિપક્વતા અને ઠરેલપણું વાલીઓમાં ન વસે તો પછી ક્યાં વસે ? ઘરશાળા ૫૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ થોડાક વર્ષો પૂર્વે પરદેશની ધરતી પરબની ગયેલો પ્રસંગ આ સંદર્ભમાં ખૂબ ઉપયોગી છે. એ ભાઇએ પોતાની સાત વર્ષની નાનકડી દીકરીને તે દિવસે ખૂબ મારી છોકરીનો વાંક એટલો જ હતો કે પપ્પાએ વેંચવા માટે લાવેલા સોનેરી કાગળમાંથી એક મોટો ટુકડો ફાડીને તે કંઇક બનાવી રહી હતી. દેવું, મંદી અને આર્થિક સંકડામણથી થોડા ત્રસ્ત હતા તેથી છોકરી કંઈ કહે તો પણ સાંભળવાની ધીરજ પપ્પા રાખી શક્યા નહોતા. દીકરી રડતી રડતી સૂઇ ગઇ. બીજા દિવસની સવાર પડી અને આગલા દિવસનો માર ભૂલીને પેલી પરી હાથમાં સોનેરી ગિફટ બોક્સ લઇને હસતી હસતી ઊભેલી તેની આંખો થોડી સૂજેલી હતી. પપ્પા ! હેપી બર્થડે આજે તમારો જન્મ દિવસ છે ! “કહીને તેણે તે બોક્સ પપ્પાને આપ્યું. ગળગળા થઇ ગયેલા પપ્પાએ બોક્સ સ્વીકાર્યું અને ખોલીને જોયું તો સાવ ખાલી ! કેમ ?' પપ્પાએ પૂછ્યું. ત્યારે થોડા ઉદાસ ચહેરે પેલી બોલી “ગઇકાલે તમે ખૂબ વસ્યા તેથી કાંઇ ભરવાની હિંમત ન કરી શકી. પણ..પણ છતાં એ ભરેલું છે. બરાબર જુઓ પપ્પા ! આખું બોક્સ છલોછલ છે. ખૂબ પ્રેમથી ચુમીઓ ભરીને આ બોક્સ આપ્યું છે. અંદર મારો ચિક્કાર પ્રેમ ભર્યો છે. ક્યારેય ખાલી ન થાય એટલો બધો !' હવે રડવાનો વારો પપ્પાનો હતો. આગલા દિવસની સમગ્ર ઘટના આંખ સામે ખડી થઇ ગઇ. પોતાની ઉતાવળ અને ઉગ્રતા બદલ પારાવાર દુઃખ થયું અંતર ભરાઈ ગયું. “આઈ એમ વેરી સોરી' કહીને દીકરીને ગળે લઇ લીધી. ટ્રેજેડી તો એ થઇ કે થોડાક મહિનાઓ બાદ એક વાહન અકસ્માતમાં પેલી દીકરીનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું. પપ્પા પાસે બે ચીજ રહી ગઈ. જીંદગી ભરનો પસ્તાવો ને બોક્સભર પ્રેમ ! પછી રાત્રે સૂતી વખતે પપ્પા કાયમ આ બોક્સને પોતાના ઓશિકા પાસે રાખતા. આ ઉદાહરણ બે વાર ધ્યાનથી વાંચીને પછી તાકાત હોય તો સંતાન પર હાથ ઉપાડી જો જો ! શાક સુધારવું અને સંતાનને સુધારવું એ બે વચ્ચે ઘણો તફાવત છે. પ૮ ઘરશાળા Page #66 -------------------------------------------------------------------------- ________________ ~~ ~~~ ~ ~ ~ વારસામાં આપવા જેવો વૈભવ આઇરિશ કવિ મૂર કોઇ સભામાં લેક્ટર આપવા ગયેલા. લેક્ટર અસરકારક રહ્યું. સમારંભ પૂર્ણ થયા બાદ મૂર પોતાની કારમાં બેસવા જતા હતા ત્યાં જ તેમનો કોઇ કટ્ટર વિરોધી માણસ ક્યાંકથી ટપકી પડ્યો. “તમારા બાપા તો મીઠું-મરચું વેંચતા હતા ને તમે આટલું બધું બોલતા ક્યાંથી શીખી ગયા ?” પ્રશ્નનો મર્મ પામી જવા છતાં જરા પણ વિચલિત થયા વગર મૂરે સરસ જવાબ આપ્યો. “એમ તો તમારા પિતાશ્રી પણ કેવા સજ્જન હતા છતાં આપ આવા કેમ..?'' મૂરના સ્ટેટમેન્ટમાં તેની હાજરજવાબી પ્રતિભા અને ઘટનાથી અપ્રભાવિત રહેવાના મિજાજનો ખ્યાલ તો આવે જ છે. તે સિવાય પણ અહીંવારસાવિજ્ઞાનનો એક પાઠ છતો થાય છે. વાલીના ગુણદોષની આનુવંશિક અનુવૃત્તિ ચાલતી હોય છે. વારસાનો વ્યાપ રોગોથી લઈને ટેવો અને આવડતો સુધી, ખાસિયતો અને ખામીઓ સુધીનો હોય છે. ઓડિયો કરતા વિડિયોનું માધ્યમ વધુ શક્તિશાળી એટલા માટે ગણાય છે કે : Verbal effect કરતા Visual ઘરશાળા પ૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ effect વધુ હોય છે. માણસ સાંભળીને જેટલું શીખે છે તેના કરતા જોઇને અનેકગણું શીખે છે અને અનેકગણી ઝડપે શીખે છે. આ વાત બાળકો માટે વધુ સાચી છે કારણ કે બાલ્યકાળમાં દરેક વ્યક્તિની ગ્રાહકતા (Receptivity) અત્યંત હાઇ ફ્રિક્વન્સીવાળી હોય છે. દીકરો યુવાનીમાં આવતા પહેલા જ કોઇ વ્યસનને રવાડે ચડી ગયો હોય તો તેમાં લગભગ બેમાંથી કોઈ એક પરિબળ કામ કરી ગયું હોઇ શકે (૧) કુસંગ (૨) કુટુંબ. કેટલીક વાર વ્યસની કે અલ્લડ મિત્રતેને ઢીંચતા શીખવાડે છે તો ક્યારેક વ્યસની પપ્પા તેને ફેંકતા કે થુંકતા શીખવે છે. માવો, માણેકચંદ કે સિમલા, ગુટકા ખાનારા પપ્પા માત્ર પોતાની જ બારબાદી કરે છે એવું નથી. પોતાના દીકરા પાસે ગોલફલેકના પેકેટ્સ મંગાવનારા પિતાશ્રીઓ સિગારેટની સાથે સંતાનના તંદુરસ્ત ભવિષ્યને પણ કાંડી ચાંપે છે. દેવું, રોગ અને વ્યસન આ ત્રણ ચીજનો વારસો કોઇ સંતાનને ન મળો ! વ્યસનની જેમ વચનપદ્ધતિ પણ વારસાગત હોય છે. સંતાનોનો અડધો અડધ શબ્દકોશ ઘરમાં તૈયાર થયેલો હોય છે. ઘરમાં ચાલતી બોલાચાલીથી લઇને ગાળાગાળી સુધીનું બધું જ સંતાન નામની સી.ડીમાં ઝીલાય છે. આ સી.ડીમાં રેકોર્ડિંગ ત્વરિત થાય છે અને ડબિંગ ખૂબ જ મુશ્કેલ હોય છે. ઘરની અંદર છૂટથી અપશબ્દોનો પ્રયોગ કરનારા પોતાના કુળને ભૂલી જતા હશે ? ઘરમાં માણસ સિવાય કોઇ રહેતું ન હોવા છતાં “કૂતરા” ને “ગધેડા'ના સંબોધનો કેમ સંભળાતા હશે ? નોકરને ખખડાવતી વખતે શેઠ ભૂલી જાય છે કે “આવતીકાલના શેઠ” આ બધું જોઈ રહ્યા છે અને શીખી રહ્યા છે. ઘરમાં રહેલા વૃદ્ધ વડીલ માટે “બુઢિયો’ કે ‘ડોસી” શબ્દ વાપરનારે વિચારી લેવું કે પોતાના ઘડપણ વખતે આવા શબ્દો પોતાને માટે પસંદ પડશે કે કેમ ? પાડોશી સાથે ઝઘડતી વખતે બોલાતા શબ્દો અને સમગ્ર સંઘર્ષશૈલીનું કોચિંગ કો'ક ને અપાઇ રહ્યું છે તેવો ખ્યાલ ઘણીવાર કોચને પણ હોતો નથી. પતિ અને પત્ની વચ્ચે બેહુદી ભાષા કે આક્ષેપ પ્રતિઆક્ષેપ ~~~~ ઘરશાળા Page #68 -------------------------------------------------------------------------- ________________ ચાલે ત્યારે તેમના વારસને તેઓ શું આપવા માંગે એ બાબત કદાચ ખ્યાલ બહાર જતી રહેતી હશે. શબ્દકોશમાં ક્યાંય ન હોય તેવા કેટલાક (અપ) શબ્દો વ્યક્તિગત કોશમાં રાખનારા અને વાપરનારા લોકો બીજાના કાન ઉપર તો જુલમ કરે જ છે, સાથે પોતાના બાળકની જીભ ઉપર પણ સિતમ ગુજારે છે, જે વ્યક્ત નથી હોતો. બાળક બોલી શક્તો ન હોય તે કદાચ કમનસીબી ગણાય. પણ બાળકને સભ્ય અને સૌમ્ય વાણીકોશલ્ય શીખવવામાં મા-બાપને નિષ્ફળતા મળે એ તો કરૂણાંતિકા છે. જીવનવ્યવહારની ઘણી પદ્ધતિઓ પણ બાળક ઘરે જ શીખી લે છે. અચાનક કો'કનો ફોન આવતાં જ પપ્પા દીકરાને કહી દે છે “કહી દે, પાપા ઘરે નથી” ત્યારે પપ્પાને કદાચ એમ હશે કે મેં દીકરાને જવાબ આપતા શીખવ્યું. વાસ્તવમાં તેમણે દીકરાને જુઠું બોલતા શીખવ્યું છે. પોતાના મામૂલી લાભ ખાતર સંતાનના જીવનમૂલ્યો પર અસર કરે તેવું જો વાલી જ શીખવે તો સંસ્કારનો સ્રોત બીજે ક્યા મળશે ? સંતાનોના જીવનમાં સૌથી વધુ રિફલેકશન પોતાના મા-બાપનું પડે છે. કારણ કે પોતાના ઘડવૈયાની જીવનશૈલી, ભાષાશૈલી, કાર્યશૈલી સાથે સતત તે સંપર્કમાં રહે છે. , લાંબો પગપાળા પ્રવાસ કરી રહેલા એક પથિકે એક વૃક્ષ નીચે રાતવાસો કર્યો. સવારે ઊઠ્યો પણ શરીરમાં સ્કૂર્તિ નહોતી. સાંધા પકડાઇ ગયેલા અને ચાલવામાં ખૂબ તકલીફ પડતી હતી. આગળના ગામે એક વૈદ્યનો સંપર્ક કરીને તેણે દર્દની રજુઆત કરી. વૈદ્ય પૂછપરછ કરીને પછી નિદાન કર્યું. તમે રાત્રે જે વૃક્ષ નીચે આરામ કર્યો તે આમલીનું ઝાડ હોવું જોઇએ. જમીન નીચે રહેલા તેના મૂળિયાની ખટાશ અસર કરી ગઇ છે તેથી તમારા સાંધા અક્કડ થઇ ગયા છે.” આશ્રયસ્થાનની આશ્રિત ઉપર કેવી અસર હોય છે તે અહીં બરાબર જાણવા મળે છે. ઘરશાળા Page #69 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજીમાં મજાનું વાક્ય છે : Example is better than Precept. ઉપદેશ કરતા ઉદાહરણ વધુ અસ૨કા૨ી બાબત છે તે ભૂલવું ન જોઇએ. વિનાયના પાઠ ભણાવના૨ પપ્પાના શબ્દો ઓછા અસ૨ કરે છે, દાદા સાથેનો પપ્પાનો વ્યવહા૨ વધુ અસર કરે છે. સચ્ચાઇ અને નીતિનો ઉપદેશ આપવા કરતા તેનો આદર્શ આપવો એ વધુ સક્ષમ ઉપાય છે. સદાચારની સલાહ આપનારા મા-બાપ ટેલિવિઝન પર સલાહ વિરુદ્ધ કાર્યક્રમો નિહાળતા હોય ત્યારે પેલા ઉપદેશના વોલ્ટેજ કેટલા હોઇ શકે ? જબાન કરતા જીવન હંમેશા વધુ બોલતું હોય છે. મા-બાપ વચ્ચેના વાર્તાલાપ અને વર્તણુંકની બાળક ઉ૫૨ સૌથી ગહેરી અસર પડે છે. બાળક નાનું હોય ત્યારે જાણે કે તે છે જ નહીં એમ માનીને છૂટથી થતો વર્તનવિલાસ પણ બાળકના મગજમાં અવળા સંસ્કાર તો નાંખે જ છે. વાલીઓ સંતાનની હાજરીને સસરાની હાજરી સમજીને ચાલે ! વિલાસની જેમ કંકાસની પણ બાળકના મન પર અવળી અસર પડે છે. બાળકના મગજમાં શુષ્કતા અને શૂન્યતા સર્જવામાં સૌથી પ્રબળ નિમિત્ત છે, બાળકની હાજરીમાં થતો ગૃહકંકાસ. ઘર એ સંસ્કાર ભૂમિ છે, યુદ્ધભૂમિ નથી. આ વાતનું ક્યારેક શીર્ષાસન થઇ જાય છે ત્યારે બાળકના સંસ્કારોને શબાસન લાગુ પડે છે. પપ્પાના આક્રમણને વારંવાર જોઇ રહેલો બાળક છુપી રીતે મમ્મી પ્રત્યે સહાનુભૂતિ વધારી દે છે. ક્યારેક મમ્મીના ઝંઝાવાતી સ્પેલ સામે લાચાર બેટ્સમેનની અદાથી ઊભેલા પપ્પાને જોતા બાળકને મમ્મી પ્રત્યે અણગમો થવા લાગે છે. કો'ક ઘરમાં બધા જ ઓલરાઉન્ડર્સ ભેગા થયા હોય ત્યાં બાળકની શું દશા થતી હશે તે તો ફરીથી બાળક બનીએ તો જ ખબર પડે ! એકવાર એક નાનકડી બાળકીએ પોતાના ભઇલાને હાથમાં વેલણ આપીને કહ્યું કે ચલ, આપણે પપ્પા મમ્મીની જેમ ફાઇટિંગ કરીએ અને શો શરૂ થઇ ગયો. મહેમાનોની હાજરીમાં બનેલા આ પ્રસંગમાં ઘરનું નાગરિકશાસ્ત્ર ખુલ્લું થઇ ગયું. ફોટોગ્રાફ અને એક્સ-રે વચ્ચે ફરક હોય છે. એમ ૬૨ ઘરશાળા Page #70 -------------------------------------------------------------------------- ________________ કહેવાનું મન થાય કે For God's Sake નહીં તો છેવટે For Child's Sake. ઘરમાં શાંતિ જાળવો ! ઘરમાં થતી દરેક હિલચાલ એ બાળકની આવતીકાલની પ્રવૃત્તિ છે. માતા-પિતાની ભાષાશૈલી એ બાળકની જબાનનો રિંગટોન છે. માતાપિતાની જીવનશૈલી એ બાળકનો અભ્યાસક્રમ છે, જેને એ પૂરા દિલથી ભણે છે. બાળકના ઘડતરમાં મા-બાપના પોતાના અંગત જીવનનો પણ ખાસ્સો હિસ્સો હોય છે. કારણ કે ફરીથી યાદ કરી લઇએ એ વાતને કે બાળક જોઇને જેટલું ઝડપથી શીખે છે તેટલું એ બીજી કોઈ રીતે શીખતો નથી. તપેલીનું દૂધ તાજું હોવા છતાં પણ જો ફાટી જાય તો માનો કે જે તપેલીમાં આ દૂધ ભર્યું છે તે તપેલીમાં અગાઉના દહીંની રહી ગયેલી ખટાશ કામ કરી ગઇ ! બાળકો પાસે બે મહાનશક્તિઓ રહેલી છે. (૧) ગ્રહણ શક્તિ (૨) અનુકરણશક્તિ. બાળકો અને યોગી બની ગ્રહણશક્તિ સતેજ હોય છે પણ બન્નેની ગ્રાહકતામાં એક અસમાનતા પણ છે. યોગીનીગ્રહણ શૈલી દર્પણ જેવી છે જ્યારે બાળકની ગ્રહણ શૈલી કેમેરા લેન્સ જેવી છે. દર્પણમાં પ્રતિબિંબ દરેક વસ્તુનું પડી શકે છે પણ દર્પણ તેને માત્ર ઝીલે છે, તેનો સંગ્રહ કરતું નથી કે તેની કોઇ અસર લેતું નથી. વસ્તુ ખસેડતા જ તેની કોઇ અસર દર્પણમાં રહેતી નથી. કેમેરાલેન્સની ગ્રાહકતા આથી તદ્દન વિપરીત છે. સામે આવતા દૃશ્યને તે ઝીલે છે ને પછી કચકડાની પટ્ટી પર તેને સંગ્રહે છે. વસ્તુ સામેથી ગાયબ થઇ ગયા પછી પણ તેની અમીટ છાપ તેની અંદર કેદ થઇ ગયેલી હોય છે. કાયમી અસર છોડીને તે જાય છે. યોગી કેવળ જ્ઞાતા અને દૃણ રહી શકે છે. બાળક તેના જ્ઞાન અને દર્શનને સ્મરણ અને અનુકરણ સુધી લંબાવે છે. દરેક શક્તિ વરદાન પણ બની શકે છે, અભિશાપ પણ. એમાં બાળકની બન્ને શક્તિઓ પણ અપવાદ ન હોઇ શકે. શક્તિ તટસ્થ હોય છે. પરિણામનો આધાર તેનો પ્રયોગ કરનાર પર રહે છે. બાલમાનસની આ બે વિશિષ્ટ અને વિરલ શક્તિનો જો વરશાળા Page #71 -------------------------------------------------------------------------- ________________ રચનાત્મક રીતે શુભક્ષેત્રે ઉપયોગ કરતા આવડે તો ચમત્કારિક પરિણામો લાવી શકાય છે. બ્લેન્ક કેસેટ જેવા છે બાળકો, જેનું ધારો તેનું રેકોર્ડિંગ થઇ શકે છે, સરળતાથી અને સહજતાથી. ભીની માટીને જે આકાર આપો તે પકડી લે છે. “કુમળા છોડને વાળો તેમ વળે” આ કહેવત કો'કની કરણી બને તે માટે બની છે. “પાકા ઘડે કાંઠા ન ચડે' ની વાત આડકતરી રીતે બાળપણના શીઘ્રગ્રહણને સર્ટિફાય કરે છે. અહીંઘરના વાતાવરણનો રોલ ખૂબ અગત્યનો બની જાય છે. ઘરનું પર્યાવરણ જો પ્રદૂષિત હશે તો બાળકના સંસ્કાર સ્વાચ્ય સામે મોટું જોખમ ! તંદુરસ્ત કૌટુંબિકતા અને પોષક સંસ્કારિતાનો શુદ્ધ પ્રાણવાયુ આજે કેટલા ઘરોમાં હશે ? શિક્ષાની બીક કે ઇનામની આશાથી બાળક શીખે ખરો, સંગતથી તે બાળકને સારું શીખવવા માટે એકલી ઇનામી યોજનાઓ પૂરતી નથી અને બાળકને ખોટું કરતા અટકાવવા માટે એકલી શિક્ષાપ્રણાલી પૂરતી નથી. આલંબન આપવામાં વાલીએ પાછા ન પડવું જોઇએ. ચાલ ચલગતને અમુક રંગ ચઢે ખરો, સમજણ આપવાથી તેના વિચાર ઘડાય ખરા, પરંતુ મા-બાપ કે અન્ય વડીલોના ખુદના આચરણ આગળ એ બધાની અસર કોઇ વિસાતમાં નથી. એકવાર પોતાની માતાને કોઇના પર દયા વરસાવતી જોઇને બાળક દયાનો ગુણ જેટલા સંપન્ન કરે એટલો સાત હજાર ચોપડીથી પણ નહીં કરે ! ઉચ્ચ આદર્શ એ વારસામાં આપવા જેવો સર્વોચ્ચ વૈભવ છે. ૬૪ ઘરશાળા Page #72 -------------------------------------------------------------------------- ________________ બાળક તો “બાળક” જ હોય ! એક ડોકટરના ક્લિનિકમાં ગુલાબના ગોટા જેવા હસતા ખિતલા બાળકનું રંગીન ચિત્ર હતું. નીચે મજાનો સંદેશો લખેલો હતો. “મોટાઓની વાત સમજી શકાય તેવી બુદ્ધિ અમારી (બાળકો) પાસે નથી. આમારી વાતો સમજી શકે તેવું હૃદય તમારી પાસે નથી.” પેલું ચિત્રસ્થ બાળક જો સહી ઝુંબેશ આદરે તો કદાચ દુનિયાના કરોડો બાળકોની સહી તેને મળી રહે. ક્યારેક કોઇ મોટી ઉંમરનો યુવાન કોઇ બાબતે જીદ કરે તો તેને કહેવામાં આવે છે કે “હવે તું નાનો નથી કે જીદ્દ કરે છે.” અને જો કોઇ નાનું બાળક જીદ્દ કરે તો બે તમાચા મારીને તેને કહેવામાં આવે છે કે “સમજતો નથી ? બોલ, જીદ્દ કરીશ ?' ઉતાવળે દોડતો કોલેજિયન લપસી જાય તો તેને કહેવામાં આવે છે કે “શું નાના ટાબરિયાની જેમ દોડાદોડ કરે છે ? અને નાનું બાળક દોડાદોડી કરતા પડી જાય તો તેને ઉપરથી બે ખાવી પડે અને પછી સાંભળવું પડેઃ ઘરશાળા ૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ “આટલી અક્કલ નથી ? શું કામ ખોટીદોડાદોડ કરેછે ?'' બાળકોને ઠપકારતા કે ઠોકતા પહેલા બાળપણના લક્ષણો જાણી લેવા જોઇએ. બાળકો ઉ૫૨ ગુસ્સે થઇ ગયા પછી કે હાથ ઉપાડી દીધા પછી માતાનું માતૃત્વ ઘણીવાર અંદરથી જ તેને ડંખતું હોય છે. ઘણીવા૨ સંકલ્પો ક૨વા છતાં અચાનક જ કમાન છટકી જાય છે ને હાથ ઉપજી જાય છે અને પછી ફરીથી પસ્તાવો પણ થાય છે. આવા વાલીઓ સ્વસ્થ ચિત્તે બાળકોની સાયકોલોજીને થોડી સમજી લે તો તેમનો સંકલ્પ ચિરંજીવી બની શકશે. : ઉતાવળે સંતાન પર ગુસ્સો થઇ ગયા પછી પોતાના જ બચાવમાં પોતે જ બોલતા હોય છે ઃ ‘‘અમારી પણ કાંઇ લિમિટ હોય ને ! સમજે જ નહીં તો પછી મગજની કમાન છટકે ને !'' પોતાની લિમિટ બીજાને સમજાવવાની કોશિશ કરવાને બદલે સ્વસ્થતાપૂર્વક વાલીએ બાળકોની કેટલીક મર્યાદાઓ (Child Limitations) ને જાણી લેવી જોઇએઃ • બાળકો પોતાની લાગણીઓને રોકી શકતા નથી : મોટાઓની બુદ્ધિ તેમના હૃદય કરતા વધુ કામ કરતી હોય છે. જ્યારે બાળકોની બુદ્ધિ કરતા તેમનું હૃદય વધુ સક્રિય હોય છે. આથી પોતાની લાગણીઓ કે વિચારોને અમલમાં મૂકતાં પહેલાં તે પુખ્ત વિચારણા ન કરે તે સહજ છે. રડવાની લાગણી ઉત્પન્ન થવા છતાં લોકોની હાજરીનો ખ્યાલ હોવાથી વયસ્ક વ્યક્તિ પોતે ક્યારેક રડવાનું રોકી પણ શકે છે. ઘરમાં મહેમાનોની ઉપસ્થિતિનો ખ્યાલ હોવાથી કેટલીક વાર ઘરની વ્યક્તિ પર ગુસ્સો આવવા છતાં તે તત્કાળ તો શાંત રહી શકે છે. ૨મવાનું મન થવા છતાં પણ પરીક્ષાનો ખ્યાલ હોવાથી મોટો વિદ્યાર્થી કદાચ ઇચ્છાને અંકુશમાં રાખી પણ શકે. નાનાઓની અહીં મર્યાદા હોય છે. તેને રડવાનું મન થાય એટલે તરત રડી પડે. કોઇ ચીજની ના પાડો તો તરત રીસાઇ જાય. રમવાનું મન થાય તો તરત જ તે શરું થઇ જશે. તેના રમવાથી ત્યારે ઘરમાં કોઇના આરામમાં ખલેલ પડશે એવો અંદાજ તેને આવી શકતો નથી. ઘરમાં કોઇ લપસી પડે ૬૬ ઘરશાળા Page #74 -------------------------------------------------------------------------- ________________ ત્યારે હસવું આવવા છતાં સમજણપૂર્વક મોટાઓ હાસ્યને રોકી શકે, નાનઓ તો ખડખડાટ હસી જ પડે. તેને ભણવાનો મૂડ હોય તો હોમવર્ક એનું પોતાનું અને તેને રમવાનો મૂડ હોય તો તે હોમવર્ક મમ્મીનું ! બાળકો પોતાની લાગણીને રોકી શકતા નથી. • બાળકો વસ્તુ કે વ્યક્તિની કિંમત આંકી શકે એટલા તૈયાર નથી : કોઇ પ્રૌઢને દૂધપાકનો આગ્રહ માફક ન આવે તો તે તેની ના પાડશે. બાળકને જમવાનો મૂડ ન હોય ને પરાણે આપશો તો તે થાળી ઊંઘી વાળી દેશે. ભારે કપડા અને સામાન્ય કપડા વચ્ચેનો ફરક મોટાઓ સમજી શકે છે. નાનાઓ તો ગમે તે કપડા મેલા પણ કરી દે ને ભીના પણ કરી દેશે. કાચના વાસણના તકલાદીપણાનો ખ્યાલ હોવાથી મોટાઓ તેને જવાબદારીપૂર્વક ઉપાડી કે મૂકી શકે છે. નાનાઓનો ભરોસો નહીં. એટલે જ તો કોઇ પણ ડેલિકેટ કે મૂલ્યવાન ચીજ બાળકના હાથે ચડે કે તરત જ સિફતપૂર્વક તે છોડાવી લેવાય છે. મોટી કે કામની વ્યક્તિ સાથે કઇ રીતે બોલવું કે વર્તવું તે અંગેનો વિવેક મોટાઓ પાસે હોઇ શકે. નાનાઓને છણકા કરવાના કોઇ ચોક્કસ સ્થાન નથી હોતા. મહેમાન માટે પૂરણપોળી બનાવી હોય ત્યારે મહેમાનના આવતા પહેલા જ કોક’ક આવીને પૂરણ ખાવા માંડે ત્યારે એ ‘માનવંતા મહેમાન'ની લાગણીપ્રધાનતાને સમજી શકવા જેટલી બુદ્ધિપ્રધાનતા મોટાઓ ન રાખી શકે ? બાળકો પરિસ્થિતિને સમજી શકે એટલા પુખ્ત નથી : ઘરમાં જગ્યાની સંકડાશ હોય તો પહોળો પથારો ન કરાય અથવા કોઇની અવર જવરના રસ્તે બેસાય નહીં આવો ખ્યાલ રાખવા જેટલી પુખ્તતા બાળકો પાસે હોતી નથી. • કોઇક ચીજ ગમી જવા છતાં પણ ઘરની મધ્યમ પરિસ્થિતિને લક્ષ્યમાં લઇને મોટાઓ પોતાની ઇચ્છાને હજી અંકુશમાં રાખી શકે. પોતાની ઇચ્છા અને પપ્પાના ખિસ્સાનો મેળ બેસે છે કે નહીં તે ચકાસવાની પુખ્તતા બાળક પાસે હોતી નથી. ઘરશાળા ૬૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ • મહેમાનો માટે પરાથરેલા ગાદલામાં કુદકા મરાય નહીં, • ઓશિકાની ફેંકાફેંક કરી ઘરને માથે લેવાય નહીં, • દિવાલ પર ચોકથી કે પેનથી કાંઇ ચીતરાય નહીં, • કોઇ હાથમાં મેંદી રંગતું હોય ત્યારે તેને ધક્કો મરાય નહીં, • પેઇન્ટિંગના રંગ ભીના હોય ત્યાં સુધી તેને હાથ લગાડાય નહીં, • બે જણાની વાતમાં વચ્ચે બોલાય નહીં, આવી અઢળક વસ્તુઓની બાળકને ખબર પડતી નથી. આટલી વાતની ખબર તેના વાલીને હોવી જોઇએ. તો પછી “આટલી ખબર નથી પડતી !' ના ફેમસ ડાયલોગ સાથે થતો લાઠીચાર્જ સ્વયં શિસ્ત પાળશે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ તૈયાર કરેલા નાટક “સરસ્વતીચંદ્રના પાનાઓમાંથી તેની દીકરીએ મજાનો પતંગ બનાવી તે ચગવવા લાગી હતી. ગમતાનો ગુલાલ કરે તેનું નામ બાળક અને અણગમતું કરનારને હલાલ ન કરે તેનું નામ વાલી ! સમંદર કિનારે બેઠેલા રમણલાલની પાસે દોડતાં દોડતા કોઇ સજ્જન આવ્યા અને તાડુક્યા: “અરે ! તમે દરિયા કિનારે આ રીતે આરામ કરો છો, પણ જરા તમારો દીકરો શું કરે છે એનું તો ધ્યાન રાખો !' કેમ ભલા ! કાંઇ તકલીફ છે?' તકલીફની વાત કરો છો ? મારા કપડા જુઓ, બધા રેતીથી ભરી દીધા છે. ક્યારનો મારી પર રેતી ઉડાડે છે. જરા છોકરાઓને કાબુમાં રાખો.' રમણલાલે ઠંડે કલેજે જવાબ આપ્યાઃ ભાઇ ! છોકરા છે તે આવું કરે. આપણે ય આવું કરતા'તા. આટલા બધા અકળાશો નહીં.' પેલા સજ્જન તો વિફર્યા : અરે ! છોકરા હોય, પણ આવા તોફાની ! થોડાક તો સમજુ હોવા જોઇએ ને !” રમણલાલે ઠાવકાઇથી જવાબ આપ્યો : જુઓ, આ છોકરો તો મારો સહુથી શાંત અને ડાહ્યો છોકરો છે. તમારે તોફાન જ જોવા હોય તો પેલા છોકરાને જુઓ. એ તો તમારી છત્રી તોડી રહ્યો છે. ૬૮ દરશાળા Page #76 -------------------------------------------------------------------------- ________________ હું ? શું ? ગજબ કરી નાંખી !' રમણલાલ કહે: “હવે એ બધુ છોડો, અજબ ને ગજબ બધું બંધ કરો. છોકરા છે તે આવું કરે. આપણે ય આવું કરતા'તા. એમાં અકળાશો નહીં સમજ્યાં ?' સમજે શું ? પેલા ઉછળ્યા. રમણલાલે કહ્યું જુઓ, તમે મને ફરિયાદ કરવા આવ્યા ત્યારથી મારો ત્રીજો દીકરો તમારૂં ટિફિન ખોલીને ભોજન આરોગે છે. ભાઇ ! છોકરા છે તે આવું કરે. આપણે ય આવું..” પૂરું સાંભળ્યા વગર જ પગ પછાડતા પેલા તો દોડ્યા. પણ ત્યાં તો ટિફિન સાફ થઇ ગયેલું ને છોકરો આંગળા ચાટતો અને હસતો હતો, શું થાય ? “છોકરા છે તે આવું કરે.” - છોકરા કોને કહેવાય? ચાળા જેનું નામ ને અટકચાળા જેની અટક, ધમાલ જેનું ગામ ને નટખટ જેની ઓળખ ! અલબત્ત, કોઇની વસ્તુ તોડી નાંખે, બગાડી નાંખે કે ઝાપટી જાય તેનો બચાવ ન થઈ શકે પણ કો'ક એવી તોફાની ઘટના બને ત્યારે તે વાલી હાથ અને જબાનને ઉપાડતા પહેલા માત્ર એટલું વિચારે કે “ભાઈ ! છોકરા છે તે આવું કરે...આપણે ય આવું કરતા'તા” એ મારવાથી નહીં, મોટા થવાથી સુધરશે. વસ્તુનો જેમ સ્વભાવ હોય છે. વ્યક્તિનો જેમ સ્વભાવ હોય છે. તેમ વયનો પણ એક સ્વભાવ હોય છે. ઘરશાળા ૬૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ ~ ~-- પપ્પા-મમ્મી ખોવાયા છે ! “એ દિવસોમાં જ્યારે મારી પાસે એકેય બાળક ન હોતું ત્યારે બાળ ઉછેર અંગેની ચાર થીયરી હતી. આજે જ્યારે ચાર બાળકો છે ત્યારે એકેય થીયરી નથી.” આ શબ્દો કદાચ કોઇ એકના હશે પણ અનુભવ ઘણાનો છે. ઘરમાં કો'કનું શુભ આગમન થવાના પડઘમ વાગે ત્યારથી જ તેના લાલન, પાલન, પોષણ અને ઉછેર અંગેની સ્વપ્નસૃષ્ટિ રચાવા માંડે છે. તેની તંદુરસ્તીથી લઇને તેની સર્વાગીણ પ્રતિભાનો વિકાસ કરવા માટેનું માનસિક માળખું તૈયાર થઇ જાય છે. એક આદર્શ માનવીની આખીય બ્લપ્રિન્ટ તૈયાર હોય છે. પરંતુ જ્યારે ખરેખર ઉછેર થાય છે ત્યારે તે બધી જ થીયરી, આખો ય પ્લાન બધુ જ ક્યાંક - અલોપ થઇ જાય છે. નેટ્સમાં લાજવાબ પ્રદર્શન કરનારા કેટલાક ખેલાડીઓ મેચ વખતે તે પ્રદર્શનને દોહરાવી શકતા નથી. તેવા ખેલાડીઓને માટે અહીં થોડું (થોડામાં ઘણું) પ્રસ્તુત છે : વાલીઓ પોતે ચાર બાબતે તેયાર થઇ શકે. 90 ઘરશાળા Page #78 -------------------------------------------------------------------------- ________________ (૧) Be Available: બાળકની નજરની પહોંચમાં રહો. આજે ઘણા બાળકોના માતા-પિતા હયાત છે, હાજર નથી હોતા. માતા-પિતા એ બાળકની હાથવગી હેલ્પલાઇન છે અને આ હેલ્પલાઇન સાથે બાળક ઓનલાઇન રહી શકે તેવી સ્થિતિનું સર્જન થવું જોઇએ. અતિવ્યસ્ત મા-બાપ સંતાનના જીવનને અસ્તવ્યસ્ત કરી નાંખે છે. મુંબઇના એક પરા વિસ્તારમાં થયેલો અનુભવ અહીં ટાંકુ છું. એક પરિચિત કિશોર રોજ મળતો. એક દિવસ સહજ રીતે તેને પૂછ્યું: “તારા પપ્પા કેમ દેખાતા નથી ?' તરત જ તેણે હસીને જવાબ આપેલો : “લે, પપ્પા તો મને પણ ક્યાં દેખાય છે !' અને હસતો હસતો તે ચાલ્યો ગયો. આના જવાબમાં ઘણાનો અનુભવ સમાયેલો છે. આજકાલ આ રીતે ઘણા બાળકોના પપ્પા ગુમ થયેલ છે !' • કૌટુંબિકતા વગરના જીવનથી પશ્ચિમીઓ હવે ત્રાસી ગયા છે. તે લોકો હવે સફાળા જાગ્યા છે. કુટુંબ ભાવનાને ઉત્તેજન આપવાના હેતુથી પશ્ચિમના સામાજિક વૈજ્ઞાનિકો ફેમિલી ડિનરના લાભથી માહિતગાર કરે છે. સપ્તાહમાં ત્રણથી પાંચ વાર બધાએ સાથે મળીને ભોજન કર્યું હોય તેવા પરિવારોની સંખ્યા અમેરિકામાં વધતી જાય છે. સંખ્યાબંધ અભ્યાસમાં એવું જણાવાયું છે કે “પરિવારની સાથે ભોજન કરતા કિશોરોના જીવનમાં અન્ય બાળકોની સરખામણીમાં ડ્રગ્સ વગેરેની લત લાગવાની શક્યતા ઓછી થાય છે, તેમની બૌદ્ધિક ક્ષમતા પણ સારી રહે છે, તાણ ઘટે છે અને તે બાળકો સારી રીતે જમી શકે છે. અમેરિકાના ઘણા ખરા રાજ્યોમાં સપ્ટેમ્બર મહિનાના ચોથા દિવસે પરિવાર ભોજનને પ્રોત્સાહન અપાય છે. પશ્ચિમમાં તેના ડે ઉજવાય છે. પણ આ હવા હવે અહીં પણ પ્રસરવા લાગી છે. ઘરમાં બધા ભેગા મળીને જમે ત્યારે જાણે કોઈ પ્રસંગ હોય તેવું લાગે એ ભારત માટે નવાઇ કહેવાય !' દરશાળા Page #79 -------------------------------------------------------------------------- ________________ થોડા વખત પહેલા મુંબઇ મહાનગર પાલિકાએ રેલ્વે સ્ટેશનો પર હોર્ડિંગ્સમાં મેસેજ આપ્યો હતો “સપ્તાહમાં એકવાર તો સંતાનો સાથે બેસીને, અવશ્ય ભોજન કરો.” આવા સંદેશ ક્યા સંજોગોમાં પ્રસારવા પડે તેનો અભ્યાસ કોઇ કરશે તો તેને કૌટુંબિકતાનો કાટમાળ નજરે ચડશે. ગામડાઓમાં બાળકો પાણી મેળવવા દૂર જતા હોય છે. શહેરોમાં બાળકો પ્રેમ મેળવવા માટે દૂર જાય છે. જે ઘરમાં જ છલોછલ છે તેને સિથેટિક સ્નેહમાટે ક્યાંય ફાંફા મારવા પડતા નથી. (૨) Be Approachable બાળકના મનની પહોંચ બહાર જતા ન રહો. બાળકની નજરમાં આવી શકે તે પેરટ્સ Available છે. બાળકની સ્મૃતિમાં શીઘ આવે તે પેરટ્સ Approachable છે. આ મુદ્દાને ગંભીરતાથી સમજવો જરૂરી છે. હયાતી અને હાજરી વચ્ચે જેમ ફરક છે તેમ હાજર હોવું અને હાજર થવું આ બે મુદ્દા વચ્ચે પણ પાતળી ભેદરેખા રહેલી છે. ગુસ્તાખોર મિજાજ, ઠપકાશાહી તિરસ્કારી વલણ, ભૂલ બતાવતી વખતે બિનજરૂરી આક્રમણ, પોતાના કામમાં ખલેલ પડતા ઉકળી ઊઠવાની ટેવ, આ બધી બાબતોને લઇને સંતાનોના દિલમાં અને દિમાગમાં પોતાના જ મા-બાપ માટેની એક માનસિક દૂરી સર્જાય છે. પછી ક્યારેક જરૂર હોવા છતાં પણ સંતાન મા-બાપ સુધી પહોંચતા અચકાય છે. અથવા મા-બાપની મદદ લેવા કરતા બીજા કોઇની સલાહ કે સહાય લેવા પ્રેરાય છે. જેની હાજરીમાં સંતાનને સેઇફ એન્ડ સાઉન્ડ હોવાનો અનુભવ થાય તેવા મા-બાપથી જ તેઓ બને ત્યાં સુધી સેઇફ ડિસ્ટન્સ રાખીને ચાલે એ કેવી કરૂણતા ! આવા પેરટ્સને અનુઅપ્રોચેબલ કહી શકાય. આવા મા-બાપ ઘરની બહાર ન હોય ત્યારે પણ સંતાનની પહોંચની બહાર હોય છે. યાદ રાખો કે માતા કે પિતા એ કોઇ સંકટ સમયની સાંકળ નથી કે બધા જ ઉપાયો નિષ્ફળ નીવડ્યા પછી જ લાચાર સંતાન સહાયની ભીખ માંગતો આવે !માતાપિતા તો જીવનના દરેક તબક્કે સંતાન માટેનું રેડીરેકનર છે ! ર ઘરશાળા Page #80 -------------------------------------------------------------------------- ________________ જીવનના પ્રારંભિક તબક્કામાં એવી ઘણી નાજુક પળો આવી જતી હોય છે જ્યારે સંતાનને હૂંફ અને હિંમતની જરૂર હોય છે. ક્યારેક કોઇ વર્ષો જુના મિત્ર સાથે તકરાર થવાથી દોસ્તી તૂટી હોય અને તે અપસેટ હોય. કોલેજ અને ક્લાસિસના વર્ષભરના પૈસા અને સેંકડો કલાકો પર પાણી ફેરવી આવેગમાં તે કોઇ ભૂલ કરી બેઠો હોય અને પછી ખૂબ સંકોચાતો હોય ત્યારે તેને ઉપર લાવવાના ધ્યેય સાથે હૂંફ અને હિંમતની જરૂર હોય છે. માતા એ હૂંફનું પ્રતિક છે અને પિતા એ હિંમતનું પ્રતિક છે. કોઇએ બહુ સરસ કહ્યું છેઃ “ખોળો આપે તે મા, ખભો આપે તે બાપ !'' એક હૂંફાળો ખોળો સંતાનના જીવનની રૂક્ષતાઓની ભેખડોને ઓગાળી નાંખે છે. થોડી'ક હિંમત તેની શુષ્કતાને ખંખેરીને તેને કોરી ખાતી એકલતા કે હતાશાને પડકારે છે. ‘‘તમારો ટોમી જરા ય ભણી શકે તેમ નથી, તેને આવતી કાલથી સ્કુલમાં મોકલસો નહીં’’ વર્ગશિક્ષકની આવી નોટ લઇને રડતા રડતા ઘે૨ આવેલા બાળકને તેની માતાએ હિંમત આપીને માથે વહાલથી હાથ ફેરવતા કહ્યું : મારો છોડ઼ો ભણી શકશે કે નહીં તે તારા શિક્ષકને શું ખબર પડે ! ચિંતા ન કરતો. કાલથી હું તને ઘે૨ ભણાવીશ, આ છોકરો પછી ઘે૨ જ ભણ્યો અને આગળ જતાં થોમસ આલ્વા એડિસનના નામે જાણીતો વૈજ્ઞાનિક બન્યો ! કલ્પના કરી જુઓ કે પેલા ટીચરની નોટ વાંચી તેની માતાએ તેને હૂંફ અને હિંમત આપવાને બદલે ઠપકો આપ્યો હોત તો ? તો કદાચ પેલા શિક્ષકનું લખાણ સાચું પુરવાર થયું હોત ! થોડા વર્ષો પહેલા મુંબઇમાં ચોથા ધોરણના એક વિદ્યાર્થી માટે તેના શિક્ષકે એવો અભિપ્રાય આપ્યો હતો કે ‘તું જરાય આગળ નહીં વધી શકે કારણ કે તું બરાબર લખી શકતો નથી.' તેના અક્ષર ખૂબ જ ખરાબ હતા તે હકીકત જાણવા છતા હિંમતથી તેની માતાએ સતત છ મહિના સુધી તેનો હાથ પકડીને રોજના કલાકો સુધી તેની પાસે સુરેખ આલેખન માટે અક્ષરો ઘુંટાવ્યા. સતત ઘરશાળા ૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ તેનો પ્રોગ્રેસ થઇ રહ્યો છે તે રીતે તેની પીઠ થાબડતી જાય અને તેનો ઉત્સાહ વધારતી જાય. આ છોકરો આજે ત્રણ ડિગ્રીઓ લઇને બેઠો છે અને અંગ્રેજી અને અકાઉન્ટ્સના કલાસિસ ચલાવે છે. કેટલીક દવાઓ લાઇફ સેવિંગ ડ્રગ્સ તરીકે ઓળખાય છે. હૂંફ અને હિંમત આવા પ્રકારની દવા છે. જીવનમાં નાજુક પળો કદાચ ક્યારેક જ આવતી હશે. ત્યારે સલાહ અને સૂચનો એ પર્યાપ્ત દવા નથી. ત્યારે સમયસરના હૂંફ અને હિંમત તેના માટે ઓક્સિજન સિલિન્ડરની ગરજ સારે છે. મુંઝવણની પળોમાં મા-બાપનો સંપર્ક કરતા સંતાન અચકાય નહીં એવા ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઇડની ભૂમિકાવાળા પેરન્ટ્સ હંમેશા અપ્રોચેબલ રહે છે. બે હાથ ભેગા થતા દોસ્તી થઇ જાય છે, આંખો મળતા પ્રેમ થઇ જાય છે પણ આવો ખોળો અને ખભો મળતા તો તેની જીંદગી બની જાય છે ! Be Approachable. (૩) Be Reasonable : ગેરવ્યાજબી ન બનો. બાળકના ઘડત૨ માટે સલાહ અને શિક્ષાનો વ્યાજબી દરે વપરાશ કરો. બાથરૂમમાં પૂરી દેવાથી કોઇ દીકરાનું લેસન પુરું થયું નથી. ભૂખ્યા રાખવાથી કોઇ બાળકને પાઠ જલદી યાદ રહી જતો નથી. દરેક બાબતે બાળકને સલાહ ગમતી પણ નથી હોતી, જરૂરી પણ નથી હોતી. મા-બાપના સલાહ આપવાના અબાધિત અધિકારની રક્ષા માટે અને પોતાના દ્વારા અપાતી સલાહ રુચિકર લાગે તે માટે પણ આનો ઓવરડોઝ ન થઇ જાય તે જોવું જરૂરી છે. ખેતરમાં થનારા પાક માટે વરસાદ અનુકૂલન સર્જે છે, જો તે વ૨સાદ માપસરનો હોય અને સમયસરનો હોય તો. અતિવૃષ્ટિ પાસે પ્રમાણભાન હોતું નથી. માવઠું માપસરનું હોય તો પણ નકામું છે, કારણ કે તેની પાસે સમયસૂચકતા નથી. સંતાનો પણ ફળદ્રુપ જમીન જેવા છે. કંઇક સફળતાઓ અને સિદ્ધિઓના પાક અહીં પાકી શકે છે. તે માટે ઉચિત ખાતર પાણી ને ખેડાણ સાથે થોડી વૃષ્ટિ પણ અપેક્ષિત છે પણ બે બાબતે અતિવૃષ્ટિ થઇ જવાથી આ જમીનનું જ ધોવાણ થઇ જાય છે. ૭૪ ઘરશાળા Page #82 -------------------------------------------------------------------------- ________________ (૧) શિખામણનો વરસાદ. (૨) ઠપકાનો વરસાદ. રસોઇમાં જે સ્થાન સાકર અને મરચાનું છે તે સ્થાન સંતાનના ઘડતરમાં સલાહ અને ઠપકાનું છે. વધુ પડતી સાકરથી મોં ભાંગી જાય છે. વધુ પડતા મરચાથી જીભ સળગી જાય છે. આપણા અનુભવ પરથી સંતાનને થઇ શકનારા અનુભવનું અનુમાન થઇ શકે. ક્યારેક અપાતી સલાહ વધુ ગ્રાહ્ય બને છે. સલાહના શબ્દો જેટલા ઓછા તેટલી તેની અસર વધુ ! એકની એક વાતને સ્ટ્રેચ કરવાને બદલે ટૂંકું ને ટચ ઇઝ મોર ધેન મચ ! ટકોર અને ટકટક વચ્ચે ખાસ્સો ફેર છે. ઘડિયાળના કલાકના કાંટા અને સેકન્ડ કાંટા જેટલો ! કલાકના ટકોરાની નોંધ લેવાય છે. સેકન્ડનો કાંટો તો ભાઇ ! વાગ્યા કરે, તેને તો ટેવ પડ ! આવું જ ઠપકા માટે પણ છે. ભૂલ થવી એ નાનકડી ફોલ્લી કે ગુમડું થવા જેવી બાબત છે. તેનો ઇલાજ જરૂરી છે. ઇલાજમાં પીડા પણ થશે, છતાં થોડી કાળજી રાખી શકાય. ઠપકાના લગભગ બે કારણો હોય છે. (૧) ભૂલ (૨) નિષ્ફળતા. ભૂલ જો સામાન્ય હોય તો મુશળધાર ન વરસવું!ભૂલ કદાચ થોડી ગંભીર હોય તો પણ સતત હેલીની માફક વરસતા ન રહેવું ! ભૂલ ક્યા કારણોસર થઇ છે તે ખાસ જોવું. ભૂલ કેટલીવાર થઇ છે તે પણ જોવું. જૈન શાસ્ત્રોમાં આશ્રિતના અપરાધ વખતે તેને સુધારવા અંગેના શિક્ષાત્મક ચાર ક્રમિક તબક્કાની બહુ સરસ વાત જણાવવામાં આવી છે. (૧) સ્મારણા (૨) વારણા (૩) પ્રેરણા (૪) પ્રતિપ્રેરણા. ક્યારેક માત્ર ટકોર કરવાથી કામ થઇ જાય. ક્યારેક સામાન્ય કડકાઇ કરવી પડે, ક્યારેક વિશેષ કડકાઇ અને કેટલાક પ્રસંગે શિક્ષાત્મક પગલા પણ લેવા પડે. સંતાન અને સ્થિતિ બન્નેનું મૂલ્યાંકન કરીને વાલીએ વર્તવું. ઘરશાળા ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ જ્યાં એક નાની ગોળીથી કામ થઇ શકતું હોય ત્યાં ડૉક્ટર ઇંજેકશનની જરૂર જોતા નથી અને જરૂર પડે ત્યારે સર્જરી કરતા પણ અચકાતા નથી. નિષ્ફળતા વખતે પણ કઠોરતા તેને દાઝયા પર ડામ જેવી લાગે છે. તેના બદલે થોડું મીઠાશથી પ્રયાસ કરવાને બદલે કેટલાક મા-બાપ બીજાની સફળતાની સાથે તેને સરખાવ્યા કરે છે. તેનાથી કોઈ અર્થ સરતો નથી. આવા પ્રયાસોથી જે નાપાસ થયેલા હશે, તે નાસીપાસ પણ થશે. દરેકના ભણવાના રસ અને શક્તિ સરખા નથી હોતા. હંમેશા રેન્જર્સના રિઝલ્ટ સાથે પોતાના સંતાનની માર્કશીટને સરખાવીને તેને આટલા માર્ક આવે તો તને કેમ ન આવે”નો ચીપિયો પછાડતા પહેલા પિતાશ્રી જાતને પૂછી લે કે તમારા બોસ આટલું કમાઇ શકે તો તમે કેમ ન કમાઈ શકો' આ કડવો પ્રતિતર્ક ફાવે એવો છે ખરો ? પાંચે ય આંગળા સરખા નથી હોતા' આ કહેવત પર માત્ર વડીલોની ઇજારાહી નથી. જે સંસ્કરણનું પાત્ર છે તેના નાનપણ અને નબળાઇનો ઉપયોગ કરી તેને કેવલ પોતાના અહં પુષ્ટિનું નિમિત્ત ન બનાવશો. Be Reasonable. (૪) Be practical : વાસ્તવવાદી બનો. સંતાન ક્યારેક બાલ્ય ઉમરની સહજ ચંચળતાથી તોફાન કરે ત્યારે તે નથી રમતું, તેની ઉમર રમે છે. કિશોરાવસ્થામાં ક્યારેક સામે બોલી જાય ત્યારે તરત જ તેના સ્તરની કલ્પના કરી લેવાને બદલે ક્યારેક પોતે કરેલા સંસ્કરણનું સ્તર પણ ચકાસી લેવું. પોતાના નબળા આલંબનો લઇને તે કંઇક શીખી લે તો તેને સુધારવાના એક હિસ્સા રૂપે પણ પોતાનામાં સુધારો કરતા અચકાવું નહીં. સંતાન મા-બાપને સીધું મોઢા પર તેમની ભૂલ બતાવી દે અને જો તે સાચી હોય તો સંતાનના અવિનયને દૂર પછી કરજો, પહેલા પોતાની ભૂલમાં સુધારો લાવી દેજો. થોડા મોટા થયા પછી સંતાનોને આંખ, જીભ ને મગજ બધું જ આવી જાય છે. તમે તમારા કર્તવ્યમાં ક્યાં અને કેટલા ટૂંકા પડો છો તે વાત મા-બાપ બન્યા વગર તે સમજી શકે તેટલો બૌદ્ધિક વિકાસ તેનો ૭૬ ઘરશાળા Page #84 -------------------------------------------------------------------------- ________________ થયેલો હોય અને તેવા તબક્કે તેના દ્વારા કોઇ ટકોર કે ચાપકો ફટકારવામાં આવે તે બાબત વિનય અને ઔચિત્યના દષ્ટિકોણથી કદાચ એટલું સમુચિત નથી. તે વખતે બચાવ, દલીલ, બહાનાબાજી કે આક્ષેપબાજીનો આશ્રય લેવાને બદલે ખેલદિલી સાથે સરળ રહેવાનું શૌર્ય વિકસાવજો. વધુ પડતો કડપ સંતાનને ખોટું બોલીને કામ કરતો કરે ત્યારે કાર્યશૈલીમાં ફેરફાર પણ આવકાર્ય બને. ધ્યેય કરતા પદ્ધતિ ક્યારેય ઊંચી ન હોઇ શકે ! બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ એક છોકરો પોતાના રૂમમાં કંઇક વાંચતો હતો. મમ્મી ને આશ્ચર્ય થયું. બે ત્રણ દિવસ રોજ આમ ચાલ્યું એટલે એકવાર મમ્મી અચાનક તેના રૂમમાં જઇ ચડ્યા. પેલાએ ચોપડી બંધ કરી ઓશિકા નીચે સરકાવી દીધી. મમ્મીએ પૂછ્યું : “શું વાંચે છે ?' પણ સરખો જવાબ ન મળ્યો. મમ્મીએ પરાણે પુસ્તક ખેંચી લીધું. તેનું નામ હતું : “આદર્શ માતાપિતા બનતાં શીખો.” ક્ષણવાર તો સ્તબ્ધ થઇ ગયેલા મમ્મીએ તેને કોઇ કારણ પૂછ્યું નહીં. પણ એ પછીના દિવસોમાં મમ્મીના વર્તાવમાં ઘણો ફરક જોવા મળ્યો. પછી ક્યારેય તે છોકરાને તેવું કોઈ પુસ્તક વાંચતા પણ જોયો નથી. આંતરનિરીક્ષણ અને પ્રવૃત્તિપરીક્ષણથી પોતાનામાં થોડા જરૂરી ફેરફારો કરવાની મા-બાપની સજ્જતા, એ પણ સંતાનના સંસ્કરણનો એક ભાગ 64-11 2127 89. Be practical. ઘરશાળા ૭ ૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ સંસકાર બોલે છે કેટલીક વ્યક્તિઓ ખૂબ જ સારી હોય છે કારણ, માતા પિતા પસાય ! કેટલીક વ્યક્તિઓ એટલી સારી નથી હોતી કારણ, માતાપિતા પસાય ! કોઇ પણ વ્યક્તિ પોતાના સ્વભાવથી જ લોકહૈયે વસે છે. શરીરની જેમ સ્વભાવનું ઘડતર પણ જીવનના પ્રારંભિક તબક્કામાં જ થાય છે. પછી તેમાં સુધારો કરવો કઠણ છે. શરૂઆતમાં અતિ લાડ દ્વારા ઉછરેલા જીદ્દી સ્વભાવી બની જાય છે. મા-બાપ પણ તેની ફરિયાદ કર્યા કરે છે. પણ આવું સ્વભાવ ઘડતર કેમ થયું તે વિચારતા નથી. શૈશવ એ વ્યક્તિત્વનો ક્યારો છે. તેમાં જેવું સિંચન થશે તેવું ફળવાન અને બળવાન એ વ્યક્તિવૃક્ષ બનશે. સંતાનને બરાબર બોલતા ન આવડે તો મા-બાપ તરત ઇલાજ કરાવે છે પણ કાચી જીભની માફક કડવી જીભનો ઇલાજ થતો નથી. તેનો શારીરિક વિકાસ પ્રમાણસર ન હોય તો મા-બાપ સચિંત રહે છે. બાળકની બૌદ્ધિક ક્ષમતા વધારવામાં દરેક વાલીને રસ છે. તેની પ્રતિભા સર્વક્ષેત્રે 9 ઘરશાળા Page #86 -------------------------------------------------------------------------- ________________ ખીલી ઊઠે તેવું દરેક માતાપિતા ઇચ્છે છે પણ સંતાનના સ્વભાવ ઘડતર અંગે સૂઝ કે શ્રમ પ્રમાણમાં ઓછા હોય છે. સંતાનના સંસ્કરણમાં બે મહત્ત્વના પાસા આવરી લેવાના હોય છે. (૧) ચારિત્ર્ય ઘડતર (૨) સ્વભાવ ઘડતર ચારિત્ર્ય ઘડતરથી સ્વ-રક્ષા થાય છે, સ્વભાવ ઘડતરથી સર્વરક્ષા થાય છે. સંતાન એ ભવિષ્યમાં કુટુંબ, જ્ઞાતિ, સમાજ એ રાજ્યનો એક હિસ્સો બનવાનો છે. કો'કનો સ્વજન, કો'કનો મિત્ર, કો'કનો પાડોશી તો કો'કનો જીવનસંગાથી બનનાર છે. આ દરેક તબક્કે તેની સ્વસ્થતા અને સુખાકારિતાની આધારશિલા હશે, તેનો પોતાનો સ્વભાવ ! જે દીકરીએ ભવિષ્યમાં ઘર બદલવાનું હોય તે દીકરીમાં બીજાને પોતાના બનાવી શકે તેવી પ્રેમાળ પ્રકૃતિનું સર્જન કોણે કરવાનું ? વડીલોનો વિનય ચૂકી જવાય નહીં, કામમાં આળસ થાય નહીં, કુટુંબની સંવાદિતા ખોરવાય નહીં, આ બધી બાબતોના ખ્યાલને તેના વ્યક્તિત્વ સાથે સાંકળી લેવી જોઇએ. દીકરીને સાસરું કેવું મળશે, તે કહી શકાય નહીં પણ સહિષ્ણુતા અને સહાયકતાના કરિયાવર સાથે વળાવેલી દીકરીને હંમેશા સારું સાસરું મળે છે. દરેક મા-બાપ દીકરીના માધ્યમથી પોતાના જ સંસ્કારને પારકે ઘેર મોકલે છે. નાનપણમાં ભાઇઓ વચ્ચે કે ભાઇ બહેન વચ્ચે મીઠા ઝઘડા થતા હોય ત્યારે બન્નેને છુટા પાડી દેવા કે જેની ભૂલ હોય તેને સજા કરી દેવી એટલું જ પૂરતું નથી. પરસ્પરના વલણને સમજતા શીખવાની થોડી શીખ (જો સંતાનો સમજણા હોય તો) ત્યારે આપવી જોઇએ. આ સંસ્કારો તેના ભવિષ્યનો ખોરાક બને છે. પોતાના લંચ બોક્સમાંથી દીકરાએ થોડા સક્કરપારાનો નાસ્તો પોતાના દોસ્તને કરાવ્યો હોય તો.તે બાબતે તેને પ્રોત્સાહિત કરવાથી તેનામાં ઉદારતા અને આતિથ્યની ભાવના સહજ ખીલી ઊઠે છે. નોકરથી લઇને દીન દુઃખી, રોગી સાથે કેવો વ્યવહાર, વર્તાવ રાખવો તે અંગે પણ આલંબન અને ઘરશાળા Page #87 -------------------------------------------------------------------------- ________________ શિખામણ બન્ને આપી શકાય અન તે દ્વારા તેની અંદર કરૂણા, પરોપકારિતા, સૌજન્યતાની ખીલવટ કરી શકાય. કિશોરવય સુધીમાં વ્યક્તિનું આખું નાગરિકશાસ્ત્ર તૈયાર થઇ જાય છે. કેટલાક કુટુંબોમાં એક ખાસ પ્રકારનો અપસંસ્કરણ પ્રયોગ થઇ રહ્યો હોય છે. સાસુ સાથે જેને ન જામે તે તેના દીકરાને દાદીથી અળગો રાખે છે. દેરાણી કે જેઠાણી સાથે કંઇક બને એટલે સંતાન આગળ તેની કાકીનો આખો કાર્ડિયોગ્રામ રજુ કરવામાં આવે. પોતાના અંગત મામલાની છાયા પોતાના સંતાનો પર પડવા દેવાથી તેમના ભવિષ્યના સુદૃઢ સંબંધો પહેલેથી જ શિથિલ બને છે. ભૂલથી પણ પોતાની કૌટુંબિક કટુતાને કોઇ આગળની પેઢીમાં પાસઓન ન કરે ! ગુલાબના છોડને એસિડ પીવડાવવા જેવું આ હીન કૃત્ય છે. નવી પેઢીને પ્રેમના પાઠ ભણાવીને એ રીતે તૈયાર કરવાની હોય કે કુટુંબની કોઇ પણ વ્યક્તિનું દુઃખ કે ચિંતા સહુ પ્રથમ તેને અડે ! સંવેદનશીલતા અને કૌટુંબિકતાના અસ૨કા૨ી પાઠ જરૂર પડે તો ભજવીને દેખાડવાના હોય તેના બદલે તેના લાગણી તંત્રને લકવા લાગુ પડે તેવું કોચિંગ આપવું, એ વાસ્તવમાં સંતાનની જ પાંખ કાપવા જેવું છે. ધીમું ઝેર લાંબા ગાળા સુધી અસ૨ આપે છે. ઘડતરના મામલે આજે શારીરિકતાને જેટલું મહત્ત્વ મળે છે તેટલું માનસિકતાને નથી મળતું અને માહિતીને જેટલું મહત્ત્વ મળે છે તેટલું સંવેદનાને મળતું નથી. પ્રાણી સંગ્રહાલયમાં જઇને અથવા ડિસ્કવરી પ પ્રાણીઓ અંગેની માહિતી સંતાન મેળવે તેમાં સહુ ખુશ છે. ક્યારેક પાંજરાપોળની મુલાકાતે લઇ જઇને પ્રાણી જગતના માંદગી અને માવજત અંગે થોડી ટિપ્સ ન આપી શકાય શું ? આવા પ્રયોગથી જોનારના દિલમાં ભીનાશ અને કુમાશ સહજ પ્રગટે છે. ન કેટલાક મા-બાપ ટીવીનો ઉપયોગ બેબીસિટીંગ માટે કરે છે. નાનું બાળક જમે નહીં તો માતા તેને ટીવી સામે બેસાડીને જમાડે છે. (જો કે કેટલાક ૮૦ ઘરશાળા Page #88 -------------------------------------------------------------------------- ________________ કિસ્સામાં બાળકને જમાડતી વખતે માતાને જ ટીવી જોવાની ટેવ હોય છે !) ‘ટીવી સામે જોતાં જોતાં બાળક જલ્દીથી કોળિયો ગળે ઉતારી લેશે એટલે છૂટા થવાય' આ માનસિકતા ત્યાં કામ કરતી હોય છે. આવા વખતે સંતાનના શરીર સાથે તેના મનને પણ કંઇક ખોરાક મળી રહ્યો છે તે વાતનો કદાચ તેની માતાને પણ ખ્યાલ નથી. જમતી વખતે બાળક ગ્રહણપરિણામી (Receptive) બન્યું હોય છે. આહારની સાથે અધ્યવસાયના ક્ષેત્રે પણ આ ગ્રહણશીલતા કાર્યરત રહે છે. લેવાતા કોળિયાની સાથે દેખાતા દૃશ્યની અસરને પણ તે અંદર લઇ લે છે અને પછી તે અસરરૂપે જાણે લોહીમાં વણાઇ જાય છે. આ અદશ્ય કોળિયો (invisible intake) દેખાતો નથી પણ તેની અસર ચોક્કસ વર્તાશે. સ્વભાવે આ સંતાનમાં ક્રૂરતા, વિકારિતા કે ઉન્માદ જાગી શકે છે. તે દરેક વ્યક્તિના જીવન વ્યવહારમાં તેની માનસિકતા મહત્ત્વનો ભાગ ભજવે છે. સંતાનને સાત્ત્વિક જીવન વ્યવહારના સ્વામી બનાવવું હોય તો તેને તંદુરસ્ત માનસિકતાની ભેટ આપવી જોઇએ. કોઇની પ્રગતિ જોઇને તેને ઇર્ષ્યા ન થાય, સંકુચિતતા કે સ્વાર્થ ભાવનાની ઉધઇ તેના હૃદયકાષ્ઠને ફોલી ન ખાય, નિંદા ટીકા ને હલકી વાતો એ તેના જીવનના રસનો વિષય બની ન જાય એવો રોયલ એન્ડ રીયલ, સ્વભાવે રાજ્જા દિલનો એક માનવી પકવવાનો છે તે દરેક વાલીએ યાદ રાખવાનું છે. મા-બાપ મૃત્યુ પછી પણ સંતાનના સ્વભાવમાં જીવતા હોય છે. “વડ એવા ટેટા ને બાપ એવા બેટા’ની કહેવતમાં દમ છે. ઘરશાળા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કુટુંબસંસ્કૃતિનું નજરાણું: બાળસંસ્કરણ મરીન ડ્રાઇવની દરિયાઇ પાળ પાસે એક ગાડી આવીને ઊભી રહી. એક સાથે બે બાજુના દરવાજા ખૂલ્યા અને બે ટાબરિયા નીચે ઊતર્યા. પછી કો'ક મુદ્દા પર ચડસાચડસી કરવા લાગ્યા. જોનારાને બીજું તો કાંઇ સમજાય તેવું ન હોતું, માત્ર એટલું સંભળાતું હતું : ‘ના, હું !...' ‘ના, હું !' વાત એમ હતી કે દાદાજીને દર્શનાર્થે લઇ ગયા બાદ વળતાં થોડીવાર દરિયાકિનારાની ફુટપાથે બાકડા પર બેસાડવાના હતા. ગાડીમાંથી દાદાજીને ઉતારવા માટે બન્ને ભાઇઓ મીઠો ઝઘડો કરી રહ્યા હતા. છેવટે બન્નેના પપ્પાએ ન્યાય તોળ્યો : ‘એક કામ કરો. રવિને અત્યારે ચાન્સ આપો. પાછા ગાડીમાં બેસાડતી વખતે રાજનો વારો ! ખુશખુશાલ થઇ ગયેલા રવિએ બે હાથે દાદાજીને ગાડીમાંથી નીચે ઉતાર્યા. પછી હળવેથી દાદાજીને હાથમાં લાકડી પકડાવી અને રાજ તરફ આંખો નચાવતો તે દાદાજીને બાકડા સુધી દોરી ગયો અને બરાબર બેસાડી દીધા. ઘરશાળા Page #90 -------------------------------------------------------------------------- ________________ પર્યટન માટે નીકળેલું એક વિદેશી કપલ ગળામાં કેમેરો લટકાવીને આ દશ્ય જોઇ રહ્યું હતું. સમગ્ર ઘટનામાંથી ભાષાને બાદ કરતા બધો ભાવ તેમને સમજાઈ ગયો. ભારે અચરિજ સાથે ખભા ઊંચકતા ટિપિકલ સ્ટાઇલમાં પુરુષ બોલ્યો : “વોટ અ પ્લેઝર ! જેના બન્ને દીકરાઓ પોતાની જ કન્ટ્રી અને સિટીમાં રહેવા છતાં પોતે ક્યારેય આવી ભીનાશ અનુભવી ન હોય, કે પોતાના પ્રદેશમાં આવા પારિવારિક સ્નેહલતા જોઇ ન હોય તેને આમાં આશ્ચર્ય ન લાગે તો જ આશ્ચર્ય ! કુવીન્સ નેકલેસના નામે જાણીતા નરીમન પોઇન્ટના વિદ્યુત્ ઝગારાને ઝાંખો પાડી દે તેવો આ ભારતીય જીવન પ્રણાલિનો ખરો ઝગમગાટ હતોઃ કુટુંબભાવના. આવું દૃશ્ય જોનારા દરેક, વૃદ્ધદાદાજીના નસીબને અને સંસ્કારી પૌત્રોની શુશ્રુષાભાવનાને જોઇને સ્તબ્ધ થઇ જાય પણ અહીં વચલી પેઢીને નજર અંદાજ કરી શકાય નહીં. જેમણે વડીલ સેવા અને વિનયના ઊંચા આદર્શો અને સમૃદ્ધ સંસ્કારોનો ભવ્ય વારસો પોતાના વારસદારો સુધી લંબાવ્યો છે. ચિત્ર જો સુરેખ છે, તો તે ચિત્રકારની કમાલ છે ! પશ્ચિમના દેશોની જીવનશૈલીમાં માતૃભક્તિના ઊંચા આદર્શો અને સંતાનોના સંસ્કરણના ઉદ્દેશોને કોઇ સ્થાન નથી. વકરેલા ભૌતિકવાદ અને સજ્જડ સામ્રાજ્યવાદના મૂડીવાદી વાતાવરણમાં ઉછરતી ત્યાંની પેઢીને ગળાકાપ સ્પર્ધા અને આકંઠ ભોગ સિવાયની કોઇ ફળશ્રુતિ દેખાતી નથી. તેમની એક જ ભાષા છે, પૈસાની. આ વાત માત્ર અમેરિકાનોની જ નથી. ત્યાં જઇને વસેલા ભારતીય મૂળના લોકોની પણ આ જ દશા છે. અમેરિકનો હવે સફાળા જાગ્યા છે. આખા દેશને ભરડો લઇ રહેલી આ વિકરાળ સમસ્યાના ઉકેલ સ્વરૂપે એક સંસ્થા ત્યાં કાર્યરત થઇ છે. આ સંસ્થાનું નામ છે નેપી” (નેશનલ ઇફેક્ટિવ પેરેન્ટિંગ ઇનિશીયેટીવ). નેપીનો ઉદ્દેશ સફળ માતા-પિતા બનતાં શીખવવાનો છે. શ્રેષ્ઠ બાળઉછેર માટે આ સંસ્થા ઠેર-ઠેર વર્કશોપ અને ક્લાસીસ ચલાવે છે. ઘરશાળા Page #91 -------------------------------------------------------------------------- ________________ નેપીના વડા, ફાઉન્ડર અને એક્ઝીક્યુટીવ ડો. કર્મી. ટી. અલ્વી દ્વારા દાયકાઓ સુધીના સંશોધન પર આધારિત, તૈયાર થયેલા કાર્યક્રમને વ્હાઇટ હાઉસમાં અને અમેરિકન કોંગ્રેસમાં રજુ કરવામાં આવશે. ઉપરાંત જાણીતી શાળાઓમાં અને ઘણીખરી કોર્પોરેટ સંસ્થાઓમાં આ કોર્સ દાખલ કરાશે. શાળામાં ભણતા બાળકોના પેરન્ટ્સને અને કોર્પોરેટ એકઝીક્યુટીવ્સને ટ્રેઇનિંગ અપાશે. ટૂંકમાં, આ અને આવા કાર્યક્રમને “અમેરિકાના ભાવિ' તરીકેની ઇમેજથી જોવામાં આવી રહ્યો છે. બાળ ઉછેર અને સંતાનના સંસ્કારી ઘડતરની પરંપરાગત વિશેષતાઓ અને ખૂબીઓ, જે સૈકાઓથી ભારત સાચવતું આવ્યું છે તેને જો ગુમાવી નહીં દેતો ભારતને આવા કાર્યક્રમની જરૂર પડે તેમ નથી. (જો કે આવા કાર્યક્રમોમાં સંસ્કારિતાનું નહીં, સુખાકારિતાનું જ મહત્ત્વ રહેલું હોય છે !) પશ્ચિમ અને પૂર્વના દેશોની રહેણીકરણી અંગેનો આ બુનિયાદી ફરક જોવા મળે છે. અહીં કુટુંબો ચાલે છે, ત્યાં તે અંગેના ક્લાસિસ ચાલે છે. કુટુંબ ભાવનાના ક્ષેત્રે ભારત પાસે માસ્ટર્સ ડિગ્રી છે જ્યારે પશ્ચિમના દેશો હજી ઘૂંટણિયે ચાલે છે. પશ્ચિમની જીવનશૈલીનો વ્યાપ અહીંવધતો ગયો અને આજે આવા જ કંઇક પડઘમ અહીં પણ વાગે છે. આજે નવી પેઢીમાં સ્વેચ્છાચાર વધતો દેખાય છે, સદાચાર ઘટતો જાય છે. તેનું મિત્રવર્તુળ ખાસું મોટું હોય છે પણ કુટુંબભાવના ઓસરતી જાય છે. આમાં કાળનો પણ થોડો પ્રભાવ હશે સાથે મા-બાપની સંસ્કરણક્ષેત્રે ઉપેક્ષાવૃત્તિનો પણ થોડો હાથ છે. સંસ્કરણ નબળું પડે એટલે કેવળ એક વ્યક્તિ નબળી નથી પડતી. એક કુટુંબ, એક જ્ઞાતિ, એક સમાજ, એક રાજ્ય, એક રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વભરમાં તેની સ્થૂલ કે સૂક્ષ્મ અસર હોય છે. કારણ કે દરેક વ્યક્તિ એ વિશ્વની વિરાટ મશીનરીનો એક ઝીણો સ્પેરપાર્ટ છે. ઘણા વર્ષો અગાઉ કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડૉ. ચાર્લ્સ. વાહલેએ એક કોલેજમાં પ્રવચન આપ્યું હતું. તેમણે તેમના પ્રવચનમાં એક સુંદર વાત કહી ઘરશાળા Page #92 -------------------------------------------------------------------------- ________________ હતી કે “જો સર્વ મા-બાપ પોતાનાં બાળકોને યોગ્ય રીતે સંસ્કારી ઉછેરથી મોટા કરે તો આખું વિશ્વ એક જ પેઢીમાં પરિવર્તન પામી શકે.' ઘરમાં ગૃહિણી રસોઇ કરવાની માંડવાળ કરે એની અસર આખા ઘર પર પડી શકે તો પછી હજારો માતાપિતા પોતાની કર્તવ્યનિષ્ઠામાં થોડા ઊણા ઊતરે તેની અસર આવતી આખી પેઢી પર પડવાની જ ! અભિનય એકનો બગડે એમાં નાટક તો આખું જ બગડે. હાલના સમયે કેટલાક ક્ષેત્રો જે ઉપેક્ષાનો ભોગ બન્યા છે તેમાં સંતાનોના સંસ્કરણને અગ્રસ્થાન મળી શકે. ધરતી પર ઉષ્ણતામાન વધવાથી ધ્રુવછેડેની હિમશિલાઓ પીગળી રહી છે, સમુદ્રની સપાટી વધી રહી છે અને સમયસરના પગલા નહીં લેવાય તો આવનારા દાયકામાં આ સમગ્ર પૃથ્વી પર એક ચીજનો પ્રભાવ હશે અને તે હશે જોખમ ! તેવી જ રીતે આજની નવી પેઢીની સંસ્કાર વિમુખ બનવાની ઘટનાને ભાવિ દુર્ઘટના તરીકે લેવી જોઇએ. પેટાળમાં પાણીના તળ નીચાં જતાં રહે તેના કરતા પણ વ્યક્તિમાં સંસ્કારના તળ નીચાં જતાં રહે તે વધુ ચિંતાજનક બાબત છે. પાણી દ્વારા પડતા દુષ્કાળ કરતાં સંસ્કારનો દુષ્કાળ અતિ ભયાનક છે. પાણીનો દુષ્કાળ એક વર્ષને અસર કરે છે, સંસ્કારનો દુષ્કાળ આખી પેઢીને અસર કરે છે. વર્તમાન યુગ એટલે સંસ્કારના મહાદુષ્કાળનો કપરો કાળ ! કુસંગ, ટેલિવિઝન વગેરે પ્રચાર માધ્યમો, પશ્ચિમી પવન વગેરે વાદળોમાંથી કુસંસ્કારોની અતિવૃષ્ટિ થઈ રહી છે, જેના ઉપદ્રવથી વર્તમાન નવી પેઢી ગ્રસ્ત બની છે. તો, બીજી બાજુ સંસ્કારના સરોવરિયાં સૂકાઇ ગયા છે. બાળકને અંદરથી તંદુરસ્ત બનાવે તેવા ત્રણ મહત્ત્વના પરિબળો છે. શિક્ષણ, વડીલ અને વાલી. આધુનિક શિક્ષણ મૂલ્યનિરપેક્ષ હોવાથી અને કેવળ માહિતી પ્રધાન બનવાથી સંસ્કરણના ધ્યેયથી ઘણું દૂર ખસી ગયું છે. ઊર્દુ, શિક્ષણના માધ્યમથી કેટલાય કુસંસ્કારો અને મિથ્થામાન્યતાઓનું આરોપણ થતું જોવા મળે છે. વિભક્ત કુટુંબવ્યવસ્થાને કારણે દાદા દાદી વગેરે વડીલજનો દ્વારા મળતું પોષણ બંધ થઇ ગયું છે. અત્યંત વ્યસ્ત અને ઘરશાળા Page #93 -------------------------------------------------------------------------- ________________ ક્યાંક ઉપેક્ષિત રહેતા માતા-પિતા પણ સંતાનોના સંસ્કરણની જવાબદારી સુપેરે બજાવી શકતા નથી. આમ સંતાન નામના ખેતરમાં સિંચાઇ દુષ્કર બની છે. કોઇ પણ બેન્કની નોનપર્ફોમિંગ એસેટ્સ જ્યારે વધી જાય છે ત્યારે તે બેન્કની કેટેગરી નીચે ઉતારી દઇને છેલ્લે તેને ડીલિસ્ટ કરી દેવામાં આવે છે. સંતાન એ મા-બાપની અસેટ છે અને મનુષ્ય જીવન એ સંતાનને મળેલી અસેટ છે. સંતાનનું જીવન સંસ્કરણ નબળું પડે એટલે આ અસેટ નોન-પર્ફોમિંગ બને છે. ભવિષ્યમાં એકને સંતાન વગરની દશા મળે, અન્યને મનુષ્યતરભવ મળે ! કર્તવ્ય વિસ્મરણ એ નાનો અપરાધ નથી. શ્રી પ્રભાનંદસૂરિ કૃત હિતોપદેશમાલા નામના ગ્રંથમાં સંતાન પ્રત્યેની તેના માતાપિતાની કર્તવ્યસૂચિ વર્ણવામાં આવી છે. • સંતાનને શારીરિક દૃષ્ટિએ સુદઢ બનાવવો, • આર્થિક દૃષ્ટિએ સદ્ધર બનાવવો, • વ્યવહારિકતામાં કુશળ બનાવવો, • બૌદ્ધિક દૃષ્ટિએ પ્રૌઢ બનાવવો, • સામાજિક રીતે તંદુરસ્ત બનાવવો, • માનસિક રીતે પરિપક્વ બનાવવો, અને, આધ્યાત્મિક દૃષ્ટિએ ઉન્નત બનાવવો. સંતાનને આવું સુરક્ષિત સંસ્કાર છત્ર આપવાનું કર્તવ્ય તેના માતાપિતાનું છે. દીકરો જન્મે એ તો એક ઘટના માત્ર છે. મા-બાપ બનવું એ એક સાધના છે. શ્રી ધર્મદાસ ગણિ મહારાજ રચિત ઉપદેશમાલા પ્રકરણમાં આશ્રિતના સુયોગ્ય ઘડતરની ઉપેક્ષા કરનાર, તેના યોગક્ષેમનું પૂર્ણરૂપે વહન નહીં કરનારા માટે બહુ ભારેખમ શબ્દ વપરાયો છે : “કસાઇ' ! ઘરશાળા Page #94 -------------------------------------------------------------------------- ________________ સંયુક્ત વીમો ~ ~~ ~~ સુખી જીવન એટલે મોટું મકાન નહીં ! સુખી જીવન એટલે તગડું બેન્ક બેલેન્સ નહીં! સુખી જીવન એટલે અફાટ અક્યામતો નહીં ! સુખી જીવન એટલે તંદુરસ્ત શરીર નહીં ! આ બધું હોવા છતાં કે ન હોવા છતાં પણ સ્વસ્થ મન એટલે સુખી જીવન ! ચિત્ત સમાધિ જેવું કોઇ ધન નથી. ગમે તે ભોગે તેને સાચવવી જ પડે અને તેના ભોગે તો કાંઇ જ નહીં ! - વર્તમાન ગૃહસ્થજીવનમાં આ ચિત્તસમાધિની સામે અનેક પડકારો ઊભા થયા છે. ક્યારેક સંપત્તિનું સુરક્ષાચક્ર ગાયબ થઇ જાય છે, ક્યારેક આરોગ્યની આધારશિલા કંપે છે, તો ક્યારેક પોતાના જ પરિવારના આધારસ્તંભો ચલિત થાય છે. જેના પર આવતી કાલનો મદાર બાંધ્યો હોય તેવા સંતાનો જ ચિંતા અને પીડાનું નિમિત્ત બને છે. આવી કોઇ પણ ઘટનામાં પેલી નાજુક ચિત્ત સમાધિને ભારે ઇજા પહોંચે છે. જેની પીડા મુખ પર તરવરે છે, વાણી દ્વારા પણ વ્યક્ત થાય છે, ક્રિયા અને પ્રતિક્રિયાથી પણ જણાય છે. ઘરશાળા Page #95 -------------------------------------------------------------------------- ________________ મનની વ્યગ્રતા, જીવનની શાંતિ-સમાધિને તો હણે જ છે સાથે મનને ધર્મકરણીમાં સ્થિર થવામાં અડચણ રૂપ બને છે. ધર્મપ્રાપ્તિ માટેના એકવીસગુણો શ્રીધર્મરત્નપ્રકરણમાં દર્શાવ્યા છે તેમાં “સુપક્ષયુક્ત' (અનુકૂળ પરિવારયુક્ત) ને પણ લક્ષમાં લીધો છે. જે પરિવારમાં સંસ્કારની સૌરભ મહેંકતી હોય, સ્નેહ, સંપ, સહિષ્ણુતા અને સહાયક ભાવનાની રંગોળીઓ પૂરાતી હોય તેવો પરિવાર એટલે સુપક્ષ ! ગૃહસ્થ જીવનમાં સમાધિનો એક મહત્ત્વનો સ્ત્રોત છે સંતાન ! સંતાન માટે સંસ્કારનો એક મહત્ત્વનો સ્ત્રોત છે. મા-બાપ ! બન્ને સ્રોત જ્યારે પોતાની અસરકારિતા ગુમાવે છે ત્યારે ઘર એ ઘર મટીને નિરાશ્રિતોની છાવણી બને છે. આ એક સામાજિક અપરાધ પણ છે. મનુષ્યજીવન અને ઉચ્ચ કુળને પામ્યા પછી આવું બને ત્યારે આને એક આધ્યાત્મિક દુર્ઘટના પણ ગણી શકાય. નવી પેઢીનું સંસ્કરણ એ વર્તમાનનો પેચીદો પ્રશ્ન બની ગયો છે. આ બાબતે હવે જાગતિક જાગ્રતિ પ્રવર્તે છે. પોતાના વારસને કોઇ વાઇરસ ન લાગે તે જોવાની પવિત્ર ફરજ તેના મા-બાપની છે. આ કર્તવ્યનું પાલન કરવાનો ધર્મ જ્યાં સિદ્ધ થાય ત્યાં બે મહાન લાભો પણ થાય છે. (૧) મા બાપની સમાધિનો એક મહત્ત્વનો આધાર છે, સંતાન. તેનું સંસ્કરણ એટલે મા-બાપની સમાધિની સિક્યોરીટી. (૨) જીવનની આધ્યાત્મિક ઉન્નતિ માટેનું ગ્રાઉન્ડ છે મનુષ્યભવ ! તેને પામીને આવેલા એક જીવને યોગ્ય સંસ્કરણ મળે એટલે તેનું પણ કામ થઇ જાય છે. સંસ્કરણ એક એવો મહાયજ્ઞ છે, જેમાં યજમાન અને મહેમાન બન્નેને આ રીતે ફળ મળે છે. મનુષ્યભવની હોટ સીટ પર સ્થાન મેળવવામાં સફળ થયેલો આત્મા અવશ્ય નસીબદાર જ હોય ! જીવન ઉત્થાન માટે તેનો હવે પછીનો બધો જ અમદાર તેના મા-બાપ પર રહેવાનો. તેમના હાથમાં એક વિકાસશીલ તત્ત્વ ૮૮ શાળા Page #96 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે. બીજમાં વૃક્ષ છુપાયેલું છે. તેની વિકાસશીલતાને ઉજાગર કરનાર માળી મળે એટલે બસ ! મકરાણા માર્બલનો ટુકડો જો કોઇ પાનવાળાના ગલ્લા પાસે પડ્યો હોય તો લોકોના પગ અને પિચકારીઓ ખાઇને પોતાનો અસલ રંગ પણ ખોઇ બેસે છે. આ જ માર્બલ પીસ જો કોઇ કુશળ કારીગરના હાથે ચડી જાય તો મનોહર શિલ્પાકૃતિ તૈયાર થઇ જાય. પત્થર તો એના એ જ છે છતાં તેની દશા દયનીય બનશે કે દર્શનીય, તે બાબત તેને ઘડવૈયા કેવા મળે છે, તેના પર અવલંબિત છે. જેવું આરસ માટે છે, તેવું જ વારસ માટે છે. હિતોપદેશમાં કર્તવ્યભ્રષ્ટ માતાપિતાને માટે ભારેખમ શબ્દો વપરાય છે : “માતા શત્રુ: પિતા વૈપી, વાનો પવિત:' સંતાનના સંસ્કરણ પ્રત્યે ઉદાસીન કે ઉપેક્ષિત રહેનારી માતા એ બાળકની શત્રુ બની કહેવાય અને એવા પિતા એ બાળકના વેરી થયા ગણાય ! - માવજતની ઉણપ એક સુંદર મજાના બગીચાને ઉકરડામાં ફેરવી શકે છે. માવજતની મહેનત ઉખર ભૂમિને પણ કંઇક લાયક બનાવી શકે છે. ખાલી પડેલા પ્લોટ પર આર્કિટેક્ટના પ્લાન મુજબ કોઇ બિલ્ડર બાંધકામ પ્રારંભે છે પછી થોડા જ વખતમાં ત્યાં ઉત્તુંગ ઇમારત ઊભેલી જોઇ શકાય છે. વિશાળ બાંધકામનો સ્કોપ ધરાવતો પ્લોટ એટલે મનુષ્ય ભવ ! ગુજરાતના ગામડે ગામડે ઐતિહાસિક તથ્યોની નોંધણી કરવાના ઇરાદા સાથે કોઇ ડેલિગેશન ફરી રહ્યું હતું. તેમના સર્વે પેપરમાં એક કલમ હતી “આ ગામમાં કોઈ મહાપુરુષનો જન્મ થયો છે ? ઉત્તરગુજરાતના એક ગામમાં આ લોકોને જબરો અનુભવ થયો. પેલા પ્રશ્નના જવાબમાં ગામના વૃદ્ધ “ના” લખી દીધી. તે ગામની ખ્યાતિ, વસતિનું પ્રમાણ જોતા આ જવાબથી ડેલિગેટ્સ આશ્ચર્યમાં પડી ગયા. છેવટે સીધું જ પૂછી લીધું: “તમારા ગામમાં કોઇ મહાપુરુષનો જન્મ થયો નથી ?” “ના જ વળી.” પાકી ખાતરી સાથે કહો છો તમે ?' ફરી પૂછી લીધું. દરશાળા Page #97 -------------------------------------------------------------------------- ________________ હાસ્તો. અમારે ત્યાં તો માત્ર બાળકોનો જ જન્મ થયો છે. પછી તે કેવા ઘડાય છે અને કેવા તૈયાર થાય છે તે તો જન્મ પછીની વાત થઇ.” વૃદ્ધના જવાબમાં કોઇ તર્કશાસ્ત્રીનો મિજાજ છતો થાય છે. માથા પરના જિથરાને હેરસ્ટાઇલનો દરજજો આપવામાં મુખ્ય ફાળો કાંસકાનો છે. ઘરશાળા Page #98 -------------------------------------------------------------------------- ________________ દસ - દસ વર્ષ સુધી એક શાળામાં ભાણીને S.S.C. ઉત્તીર્ણ થયેલો વિદ્યાર્થી જ્યારે શાળાની બહાર પગ મૂકે છે. ત્યારે તેના હાથમાં રહેલી માર્કશીટ તેની હવે પછીની કરીઅર માટે અત્યંત નિર્ણાયક બની રહે છે. ‘ઘર' નામની સંસ્કારશાળાનાં કૌટુંબિક પર્યાવરણમાં માતા-પિતાની ઓથ નીચે. બાલ્યકાળનાં કિંમતી બાર-પંદર વર્ષ પસાર કરીને એક કિશોર દુનિયાદારીની દુનિયામાં પ્રવેશે છે ત્યારે, તેના હાથમાં પણ એક સદેશ્ય માર્કશીટ હોય છે જેમાં તેનાં ચારિત્ર્યનું ગુણાકન થયેલું હોય છે, તેના વ્યક્તિત્વનાં નિર્માણ માટે આ માર્કશીટ અત્યંત નિર્ણાયક બની રહે છે.