________________
~
~--
~~~
~~ સંસ્કરણ : માનવની મોનોપોલી
ક્રિયા” અને “કળા” આ બે શબ્દો સમાનાર્થી નથી. There is a qualitative difference beteween Action and Art. બન્ને વચ્ચે ગુણાત્મક ફરક છે. ક્રિયામાં કોઈ ચોક્કસ પ્રકાર કે પદ્ધતિ ભળે છે, ક્રિયાને સુંદરતાનો ઓપ આપે છે પછી તે ક્રિયા કળાનો દરજ્જો પામે છે. ક્રિયા બધા પાસે હોઇ શકે, કળા બધે નથી હોતી. ક્રિયા, વિશેષ પ્રયત્ન સાધ્ય નથી હોતી, કળામાં વિશેષ પ્રયાસ અને સતત અભ્યાસ જરૂરી છે. શ્વાસોશ્વાસ અને પ્રાણાયામ વચ્ચે ફરક છે. સૂઇ જવું અને શબાસન કરવું બે જુદી બાબત છે. હવાતિયાં અને નૃત્ય શબ્દો વચ્ચેનો અર્થફેર આપણને સમજાય છે. હાથ-પગ બંનેમાં હલતા હોય છે અને છતાં એક ક્રિયા છે, બીજી યોગ કળા કહેવાય છે.
લીટા તાણવા એ ક્રિયા છે, લેખન એ કળા છે.
ચિતરડા અને મોર્ડન આર્ટ વચ્ચે કંઇક ફેર તો છે જ ! “ખડકવું” અને “ગોઠવવું' વચ્ચે ‘ઢગલા' અને “ ડિપ્લે' જેટલો ફરક છે. ગાડીને ઊભી રાખવી અને પાર્ક કરવી' માં પણ ફેર છે.
હરશાળા