________________
ઘરશાળા
પપ્પા: ગ્રસ્ત, વ્યસ્ત તે મસ્ત
પ્રસંગ થોડા વખત પહેલાનો છે પણ સાચો છે. પોતાની લાડકી દીકરી ઉંમરલાયક થતા તેના અંગે ઘરમાં વાતચીત ચાલતી હતી ત્યારે તે દીકરીએ પોતાના પિતાને કહેલા શબ્દો સાંભળવા જેવા છે :
‘‘રૂપ કે રૂપિયામાં કંઇક કચાશ હશે તો તેવી વ્યક્તિ સાથે મને જરા પણ વાંધો નહીં આવે પણ તેનો સ્વભાવ તો પપ્પા ! બિલકુલ તમારી જેવો જ હોય તે ખાસ જોશો. તમારી પાસે વ્યક્તિને બરાબર સમજવાની સૂઝ પણ છે અને વ્યક્તિને સુધારવાની શિસ્ત પણ છે. તમે સગવડ અને સંસ્કાર બન્ને આપી શક્યા છો. અમને મોજ પણ કરાવી છે. છતાં મર્યાદાના પાઠ પણ શિખવ્યા છે. બહુ ઓછાને મળે તેવા પપ્પા મને મળ્યા છે, માટે સ્વભાવમાં તમારી સાથ સામ્ય ધરાવતું પાત્ર પસંદ કરશો.''
પિતા માટે સંતાન પાસેથી આનાથી વધુ ઊંચો અભિપ્રાય કયો હોઇ શકે... ? પિતૃત્વ એક એવી હૂંફાળી છત્રી છે જેની નીચે રહેલા સંતાનને રક્ષણ અને પોષણ બન્ને મળી રહે. દરેક સંતાનના પિતા હોય છે પણ દરેક પિતાનું પિતૃત્વ સરખું નથી
૩૭