________________
માવજતની મોસમ
તમારે હવે કાંઇ કહેવું છે ખરું ?''ચુકાદો આપતા પૂર્વ જજ સાહેબે ચોરને પૂછ્યું.
હા ચોરે કહ્યું: “મારી એવી ઇચ્છા છે કે મારા માતા- . પિતાને મારી સાથે જેલમાં મોકલવામાં આવે.”
કાંઇ કારણ?” આશ્ચર્ય સાથે જજ સાહેબે પૂછ્યું.
બહુ મજબૂત કારણ છે'-ચોરે કહ્યું: “નાનપણમાં સ્કુલમાંથી એક પેન્સિલ ચોરીને લાવ્યો હતો ત્યારે તેમણે મને કાંઇ જ ન કહ્યું. એકવાર પેનસેટ સાથેનો કંપાસબોક્સ ઊઠાવી લાવ્યો, ત્યારે પણ મારી પીઠ થાબડવામાં આવી હતી. પછી ક્યારેક પાડોશીને ત્યાં હાથ અજમાવી લેતો ત્યારે પણ તેમણે આંખ આડા કાન કર્યા હતા. એકાદ બે વખત સ્વજનોના ઘરે હાથ સફાઇ કરી હતી. અંદરખાને તેઓ ત્યારે પણ ખુશ થયા હતા. પછી તો ચોરી મારી ટેવ બની ગઇ.
જજ સાહેબ ! હું ચોર નથી, હું સંસ્કારી છું. ચોરી એ મારી આદત નથી, મારા સંસ્કાર છે. અને આવું સંસ્કરણ, આપનારા, મારી બુરાઇને ઉત્તેજન આપનારા શું સાવ નિર્દોષ હોઇ શકે ? માત્ર છ વર્ષની ઉમરે મેં પેન્સિલની ચોરી
Eશાળા