SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ હું ? શું ? ગજબ કરી નાંખી !' રમણલાલ કહે: “હવે એ બધુ છોડો, અજબ ને ગજબ બધું બંધ કરો. છોકરા છે તે આવું કરે. આપણે ય આવું કરતા'તા. એમાં અકળાશો નહીં સમજ્યાં ?' સમજે શું ? પેલા ઉછળ્યા. રમણલાલે કહ્યું જુઓ, તમે મને ફરિયાદ કરવા આવ્યા ત્યારથી મારો ત્રીજો દીકરો તમારૂં ટિફિન ખોલીને ભોજન આરોગે છે. ભાઇ ! છોકરા છે તે આવું કરે. આપણે ય આવું..” પૂરું સાંભળ્યા વગર જ પગ પછાડતા પેલા તો દોડ્યા. પણ ત્યાં તો ટિફિન સાફ થઇ ગયેલું ને છોકરો આંગળા ચાટતો અને હસતો હતો, શું થાય ? “છોકરા છે તે આવું કરે.” - છોકરા કોને કહેવાય? ચાળા જેનું નામ ને અટકચાળા જેની અટક, ધમાલ જેનું ગામ ને નટખટ જેની ઓળખ ! અલબત્ત, કોઇની વસ્તુ તોડી નાંખે, બગાડી નાંખે કે ઝાપટી જાય તેનો બચાવ ન થઈ શકે પણ કો'ક એવી તોફાની ઘટના બને ત્યારે તે વાલી હાથ અને જબાનને ઉપાડતા પહેલા માત્ર એટલું વિચારે કે “ભાઈ ! છોકરા છે તે આવું કરે...આપણે ય આવું કરતા'તા” એ મારવાથી નહીં, મોટા થવાથી સુધરશે. વસ્તુનો જેમ સ્વભાવ હોય છે. વ્યક્તિનો જેમ સ્વભાવ હોય છે. તેમ વયનો પણ એક સ્વભાવ હોય છે. ઘરશાળા ૬૯
SR No.006099
Book TitleGharshala
Original Sutra AuthorN/A
AuthorUdayvallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year2015
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy