________________
કહેવાનું મન થાય કે For God's Sake નહીં તો છેવટે For Child's Sake. ઘરમાં શાંતિ જાળવો !
ઘરમાં થતી દરેક હિલચાલ એ બાળકની આવતીકાલની પ્રવૃત્તિ છે. માતા-પિતાની ભાષાશૈલી એ બાળકની જબાનનો રિંગટોન છે. માતાપિતાની જીવનશૈલી એ બાળકનો અભ્યાસક્રમ છે, જેને એ પૂરા દિલથી ભણે છે. બાળકના ઘડતરમાં મા-બાપના પોતાના અંગત જીવનનો પણ ખાસ્સો હિસ્સો હોય છે. કારણ કે ફરીથી યાદ કરી લઇએ એ વાતને કે બાળક જોઇને જેટલું ઝડપથી શીખે છે તેટલું એ બીજી કોઈ રીતે શીખતો નથી. તપેલીનું દૂધ તાજું હોવા છતાં પણ જો ફાટી જાય તો માનો કે જે તપેલીમાં આ દૂધ ભર્યું છે તે તપેલીમાં અગાઉના દહીંની રહી ગયેલી ખટાશ કામ કરી ગઇ !
બાળકો પાસે બે મહાનશક્તિઓ રહેલી છે. (૧) ગ્રહણ શક્તિ (૨) અનુકરણશક્તિ. બાળકો અને યોગી બની ગ્રહણશક્તિ સતેજ હોય છે પણ બન્નેની ગ્રાહકતામાં એક અસમાનતા પણ છે. યોગીનીગ્રહણ શૈલી દર્પણ જેવી છે જ્યારે બાળકની ગ્રહણ શૈલી કેમેરા લેન્સ જેવી છે. દર્પણમાં પ્રતિબિંબ દરેક વસ્તુનું પડી શકે છે પણ દર્પણ તેને માત્ર ઝીલે છે, તેનો સંગ્રહ કરતું નથી કે તેની કોઇ અસર લેતું નથી. વસ્તુ ખસેડતા જ તેની કોઇ અસર દર્પણમાં રહેતી નથી.
કેમેરાલેન્સની ગ્રાહકતા આથી તદ્દન વિપરીત છે. સામે આવતા દૃશ્યને તે ઝીલે છે ને પછી કચકડાની પટ્ટી પર તેને સંગ્રહે છે. વસ્તુ સામેથી ગાયબ થઇ ગયા પછી પણ તેની અમીટ છાપ તેની અંદર કેદ થઇ ગયેલી હોય છે. કાયમી અસર છોડીને તે જાય છે.
યોગી કેવળ જ્ઞાતા અને દૃણ રહી શકે છે. બાળક તેના જ્ઞાન અને દર્શનને સ્મરણ અને અનુકરણ સુધી લંબાવે છે. દરેક શક્તિ વરદાન પણ બની શકે છે, અભિશાપ પણ. એમાં બાળકની બન્ને શક્તિઓ પણ અપવાદ ન હોઇ શકે. શક્તિ તટસ્થ હોય છે. પરિણામનો આધાર તેનો પ્રયોગ કરનાર પર રહે છે. બાલમાનસની આ બે વિશિષ્ટ અને વિરલ શક્તિનો જો
વરશાળા