________________
• દીન, દુઃખી, ગરીબ અને નોકરવર્ગને ખુશ કરવા. • વડીલ જનોનો ખૂબ વિનય જાળવવો. • મનમાં ખૂબ પ્રસન્નતા જાળવી રાખવી. અપ્રસન્નતાના કારણોથી
દૂર રહેવું. • મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવોથી મનને ભર્યું ભર્યું રાખવું.
• સાત્ત્વિક સોબત રાખવી. સાત્વિક વાંચન દ્વારા સંસ્કરણ : "
તીર્થકર દેવો અને અન્ય મહાપુરુષોના ચરિત્રો વાંચવા (ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર) કુમારપાળ, વસ્તુપાળ, શ્રીપાળ, મયણા, સંપ્રતિ મહારાજા, પેથડ મંત્રી, જગડુશા, ભામાશા જેવા મહાપુરુષોની ગૌરવવંતી જીવનકથાઓનું, સાત્ત્વિક અને સગુણપોષક વાંચન કરવું. - આવો એક સુંદર સંસ્કારયજ્ઞ નવ માસ દરમ્યાન નિરંતર ચાલતો રહે તો
ભાગ્યની દેવી રૂમઝૂમ કરતી દોડી આવે. અને, એક રત્નકુક્ષી ધન્યમાતા બનવાના પરમ સૌભાગ્યનું કુમકુમ તિલક આ ધન્ય નારીના લલાટે કરી જાય. અનેખાતરી પૂર્વક કહી શકાય કે.. આવી સંસ્કારદાત્રી જાગ્રત જનેતાની કુક્ષિએ અવતરનારું બાળક, આગળ જતા સૃષ્ટિનો શણગાર બને. ધરતીનો ધબકાર બને. અવનિનું અલંકાર બને. પૃથ્વીનું પાનેતર બને. ગર્ભશ્રીમંત હોવા કરતા ગર્ભસંસ્કારી હોવું એ જીવનનું ઊંચું સૌભાગ્ય
ઘરશાળા