________________
વ્યસ્ત પપ્પા : પોતાના વ્યવસાયી જીવનમાંથી જેઓ સંતાન માટે ખાસ સમય ફાળવવા માંગે તો પણ ફાળવી શકતા નથી. સંતાનની ખરી જરૂરિયાત સમજવા છતાં સમયની ખેંચ હોવાના કારણે તેને બીજી પૂરક સામગ્રીઓથી પૂરી કરી દે છે.
કેટલાક તગડા ઇન્વેસ્ટરો મોટા સુપર મોલ બાંધીને દુકાનો વેંચી દેતા હોય છે અથવા ભાડેથી ચલાવવા આપી દેતા હોય છે. તેમ સંતાન માટે આયા, માણસ, ગાડી, ડ્રાઇવર, ટીચરથી લઇને મનોરંજક સામગ્રીઓનો ઢગલો ખડકી દઇને સંતાનનો ઉછે૨ કર્યાનો મિથ્યા અહેસાસ કરી લેતા હોય છે. સંતાનને જન્મ આપી દે અને જન્મદિવસે પાર્ટી આપી દે. તેને પરણાવી દે અને કામે લગાડી દે એટલે બસ છુટ્ટા ! કર્તવ્યની દિશા કદાચ તેમની પાસે હોય છે પણ પગ તે દિશામાં માંડી શકતા નથી. વ્યસ્તતાની સાંકળ તેમને સતત બાંધેલી રાખે છે.
આવા પપ્પા ઘરે આવીને પણ પોતાના કમ્પ્યુટર, કેલ્કયુલેશન્સ, ફોન અને ધંધાકીય સાહિત્યમાંથી બહાર આવી શકતા નથી. આવા પપ્પાને વ્યસ્ત પપ્પા કહી શકાય. કેટલાક લોકોના નંબર હોવા છતા ફોન લગભગ લાગતા નથી. તેમની લાઇન સતત બિઝી હોય છે !
મસ્ત પપ્પા : વસ્તુની પોષકતા તેના ઘટકતત્ત્વો (Ingredients) ને આભારી છે. અને વ્યક્તિની પોષકતા તેની ગુણવત્તા (Credentials)ને આભારી છે. મસ્ત પપ્પા પાસે ત્રણ વસ્તુ હોવી જરૂરી છે.
• સમય • સ્નેહ • શિસ્ત
સમય : સંતાન હોવું એ પિતાનું સૌભાગ્ય છે, સંતાન માટે સમય હોવો એ પિતાનું કર્તવ્ય છે. આ સમય જ પિતા અને પુત્ર વચ્ચે સ્નેહનો સેતુ અને આત્મીયતાનો હેતુ બને છે. કલાકની કસરતથી સંતાનના શરીરને લાભ થશે. કલાકના ટ્યૂશનથી તેની બુદ્ધિને લાભ થશે, પણ તેના મન અને જીવનને હર્યું ભર્યું અને આનંદમય રાખવાની તાકાત તેને મળતા પિતાના એક કલાકમાં રહેલી છે. સમય પ્રેમથી આપવો અને પરાણે આપવો એ બે બાબત વચ્ચેનો ભેદ પણ ભૂલાવો ન જોઇએ.
ઘરશાળા
૩૯