________________
આવો કોઇ મહાન આત્મા જ્યારે પોતાની કુક્ષિને અલંકૃત કરી રહ્યો હોય ત્યારે તે ધન્ય માતાના આનંદનો સ્કેલ કેટલો ઊંચો હોય ! અને, સાથે જ પોતાની સંસ્કારદાત્રી માવડી તરીકેની જવાબદારીઓ પ્રત્યેની તેની સભાનતા પણ કેટલી હોય !
સંસ્કારસિંચન એ બાલદીમાં પાણી ભરીને ક્યારામાં ઢોળી દેવા જેવી સરળ અને સાદી પ્રક્રિયા નથી. સંસ્કરણ એ તો એક વિશિષ્ટ સાધના છે અને આ સાધના સારી રીતે પાર પાડનારા માતા-પિતાને સાધકનો દરજ્જો આપવો ઘટે.
જે ઉત્તમ યોગ્યતાઓ અને ઉન્નત શક્યતાઓ લઇને આ દિવ્યાત્મા કુક્ષિમાં અવતર્યો છે. તે તમામ યોગ્યતાઓનો ઉઘાડ કરવાનું અને શક્યતાઓને સાકાર કરવાનું કપરું ઉત્તરદાયિત્વ માતા-પિતાના શિરે છે. '
તેમાં પણ વિશેષ જવાબદારી માતાની છે. સંસ્કરણની ભગીરથ સાધના માટેનો શ્રેષ્ઠકાળ એટલે બાળકનો ગર્ભકાળ ! ગર્ભાવસ્થા એટલે માતા અને બાળક વચ્ચે ઘણું-ખરું દેહિક તાદાભ્ય. આ તાદાત્મ અને નૈદ્ય સંસ્કરણની આખી ય પ્રક્રિયાને ખૂબ સરળ અને સફળ બનાવે છે.
પશ્ચિમી જગતના જીનેટિક વિજ્ઞાનીઓ પણ છેક હવે તેમના રિસર્ચ રિપોર્ટ્સ આગળ ધરીને એ તારણ પર આવ્યા છે કે ગર્ભસ્થ બાળક અને તેની માતાની શારીરિક અને માનસિક સ્થિતિ વચ્ચે સીધો સંબંધ હોય છે.
બાળકનું સંપૂર્ણ અસ્તિત્વ અને વ્યક્તિત્વ જ્યારે માતાના જ અસ્તિત્વનો અને વ્યક્તિત્વનો એક અંશ હોય ત્યારે માતા પોતાના બાળક ઉપર ધારે તેવી અસર ઉપજાવી શકે. માતાની પ્રત્યેક ક્રિયાની તદનુરૂપ અને ત્વરિત પ્રતિક્રિયા બાળક ઉપર ઉપસતી હોય ત્યારે આ માવડી એક કુંભકારની કલાસૂઝ વાપરીને આ મીટાના પિંડને ધારે તે આકાર અને ઓપ આપી શકે !
બાળકના શરીર વિકાસની કુદરતી પ્રક્રિયાની સાથે જ સુસંસ્કારોના દિવ્ય રસાયણોનો અસરકારક પુટ અપાતો જાય ત્યારે એમ લાગે કે આ માતાનું ઉદર એક એવી રત્નશાલા બની છે. જેમાં ધરતીનું એક ઉત્તમ અને અણમોલ આભૂષણ ઘડાઈ રહ્યું છે.
gશાળા