________________
• કોઇ બાબતે અતિ જીદ કરવી નહીં. • અપશબ્દો કે મર્યાદા બહારના શબ્દો ભૂલથી પણ બોલવા નહીં. • મોટા અવાજે બોલવું નહીં. • વધુ પડતું બોલવું નહીં. • ખોટું બોલવું નહીં. • કોઇને ટોણા-મેણા મારવા નહીં.
• રિસાઇ ન જવું, અબોલા ન લેવા. વિચાર સંયમઃ
• કોઇ પણ વ્યક્તિ માટે દુર્ભાવના કે પૂર્વગ્રહ રાખવો નહીં. • કોઇ પણ વ્યક્તિનું મનથી પણ અશુભ ચિંતવવું નહીં. • સ્વાર્થ અને ઇર્ષાના ભાવોથી ખાસ દૂર રહેવું. • કોઇ વાતમાં ખોટું લગાડવું નહીં. • માનસિક ચિંતા, ઉદ્વેગ, ઉકળાટ અને ઉશ્કેરાટથી દૂર રહેવું. • અમંગળ કે અશુભ કલ્પનાઓ ન કરવી.
• નબળા કે હીન વિચારો ન રાખવા. ખૂબ સરળ રહેવું. ગર્ભકાળ દરમ્યાન માતા શું પ્રવૃત્તિ કરી શકે ?
ગર્ભકાળમાં પણ બાળકની ગ્રાહકતા ને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ કરવી જોઇએ. વર્તમાન વિજ્ઞાન પણ તે કાળે બાળકની ગ્રહણ શક્તિની સક્રિયતાને સ્વીકારે છે. વીર અભિમન્યુને ચક્રવ્યુહ ભેદનીતિનું જ્ઞાન ગર્ભાવસ્થામાં જ તેની માતા દ્વારા મળ્યું હતું એમ કહેવાય છે.
બાબુભાઈ કડીવાલાનું નામ જેન જગતમાં અત્યંત પ્રસિદ્ધ અને પરિચિત છે. નવકાર અને નવપદને શ્વાસ પ્રાણની જેમ જીવનમાં તેમણે વણી લીધા હતા. તેમના જીવનની નવપદમયતાનું રહસ્ય પણ જાણવા જેવું છે.
~
~~~~~
~~~
~
~~
~
ઘરશાળા
૨૭