________________
‘નવી પેઢી સમજવા તૈયાર જ નથી’ એવો નિરાશાવાદ પણ અસ્થાને છે. નવી પેઢીની પ્રતિભા અને પારદર્શકતા ગજબનાક છે. નવી પેઢીને અનુશાસનનું મહત્ત્વ યોગ્ય કેળવણી દ્વારા સમજાવી શકાય છે. શિસ્ત અને અનુશાસનને પર્સનાલિટી ડેવલપમેન્ટના મહત્ત્વના પાસા તરીકે વર્ણવી શકાય અને તે દ્વારા પણ દર્દી પાસે દવાનું માર્કેટિંગ થઇ શકે. માર્કેટિંગ એ ડિમાન્ડ ઊભી કરવાનું સક્ષમ માધ્યમ તો છે જ. જરૂર છે અનુશાસનને સ્ટેટસ સિમ્બોલ બનાવવાની.
અનુશાસન એ દવા છે અને કોઇ પણ દવાનો ઓવરડોઝ કે હાઇડોઝ આડઅસરો સર્જી શકે છે. વધુ પડતું કે જલદ અનુશાસન સંતાનના મનમાં વિરોધની અથવા વિદ્રોહની લાગણી જન્માવી શકે છે. અનુશાસન સ્વીકારવાની સરળતા અને પાત્રતાનો સંતાનમાં વિકાસ થાય તે પણ જોવું જોઇએ.
દરેક બેટ્સમેન ક્રીઝનું મહત્ત્વ સમજે છે. દરેક ડ્રાઇવર ગાડીમાં બ્રેકનું અને રોડ પર સિગ્નલની જરૂરિયાત સમજે છે. નવી પેઢીએ નવા વિશ્વમાં ઊભા રહેવાનું છે. જેમાં કેવળ બૌદ્ધિકતા કામ નહીં આપે. મૂલ્યો અને સંસ્કારોના કવચની આ વિશ્વમાં ટકવા માટેી અનિવાર્યતા છે અને નવી પેઢીને તે સમજાય તે અત્યંત જરૂરી છે.
જિરાફ નામના લાંબા પ્રાણીને સહુ ઓળખે છે. માતા જિરાફ ઊભા ઊભા જ બચ્ચાને જન્મ આપે છે. એકાએક બચ્ચુ કડક જમીન પર પડે છે ને પડ્યું રહે છે. પછી માતા જિરાફની કામગિરી જોવા જેવી હોય છે. તે બચ્ચાની પાછળ જઇને પોતાના પગથી પોતાના બચ્ચાને એક જોરદાર લાત મારે છે. લાત પડતાં જ બચ્ચું તરત જ ઊભું તો થઇ જાય છે પણ પગની કમજો૨ીને કારણે પાછું જમીન ૫૨ બેસી જાય છે.
જિરાફ માતા ફરીથી બચ્ચાની પાછળ પોઝિશન લે છે. ફરીથી એક લાત લગાવે છે. જ્યાં સુધી ઊભું થઇને તે બચ્ચું પોતાના પગે ચાલવા ન લાગે ત્યાં સુધી માતા પોતાની લાત પ્રક્રિયા ચાલુ રાખે છે. માતાની આ ક્રૂરતા નથી પણ સંસ્કરણની એક પદ્ધતિ છે.
૫૦
ઘરશાળા