________________
દીકરી મોટી થતા કંઇક ઓછા સારા કહેવાય તેવા વેસ્ટર્ન આઉટફિટ્સ પહેરતી થાય ત્યારે કેટલાક સંસ્કારી પરિવારના કો'ક મોભીનો જીવ ચોક્કસ બળતો હોય છે. પણ આ જ દીકરી જ્યારે સાવ નાની હતી ત્યારે તેને ટૂંકા ને સ્લીવલેસ વસ્ત્રો કોણે પહેરાવ્યાં હતા.? નાનપણમાં કદાચ એ એટલું ખરાબ નહોતું અને છતાં ખરાબ હતું. કારણ કે પછી ટેવ પડી જાય તો !
બાળક મોટું થયા પછી જે પ્રવૃત્તિ કરે નહીં એવી જે બાબતે મા-બાપ ઇચ્છા ધરાવતા હોય તે બધી જ બાબતોથી બાળકોને પહેલેથી વેગળા રાખવાનું ડહાપણ મા-બાપે રાખવું જરૂરી. તેમાં પણ જે કાળે બાળકો બહુ નાની ઉંમરમાં જ મોટા થઇ જતા હોય તે કાળે આ સાવધાની રાખવી ખૂબ જ અનિવાર્ય બને છે.
પોષક ખોરાક મળવાથી શરીરનું બંધારણ એવું નક્કર બને છે કે સામાન્ય હવાફેર કે વાઇરસ જલદી અસર કરી શકતા નથી. આવું જ બાલમાનસ અંગે સમજવું. પોષક વિચારો એ મનનો પૌષ્ટિક ખોરાક છે. કુનિમિત્તો અને કુસંગના વાઇરસ સામે ટકી રહેવાની પ્રતિકાર શક્તિ બાળકના મનમાં પહેલેથી ઊભી કરી દીધી હોય તેવા મા-બાપને મોટા થતા બાળકના સંસ્કાર સ્વાથ્ય અંગે ચિંતા ઓછી રહે. શિયાળામાં ખાધેલા ખજુર વર્ષભર અસર આપે છે. શૈશવકાળ એટલે જીવનનો શિયાળો. શિયાળામાં જઠરાગ્નિ વધુ પ્રદીપ્ત રહે તેથી જે આપો તેનું પરિણમન થઇ જાય છે. પરંતુ આજે જીવનનો શિયાળો વીતી જાય ત્યાં સુધીમાં બાળક સાથે પૂરતા પ્રમાણમાં પોષક વાર્તાલાપ થતો નથી. બાળક સાથે જેને અર્થપૂર્ણ વાર્તાલાપ (Meaningful Dialogoue) કહેવાય તેવો સમય કદાચ આખા અઠવાડિયામાં પૂરો અડધો કલાક પણ થતો હશે કે કેમ તે એક સવાલ છે.
બાલ્યકાળ એટલે ખરો ગ્રહણકાળ. માણસ જીવનમાં જેટલા શબ્દો શીખે છે તેમાંથી તેનો મોટા ભાગનો શબ્દકોશ ઉમરવર્ષ ત્રણ થી છની વચ્ચે તૈયાર થાય છે. મોટા થઇને બાળકો જે કાંઇ કરે છે. તેનું ઘણું ખરું પ્રોગ્રામિંગ પણ લગભગ ત્રણથી છ વર્ષની વચ્ચે તૈયાર થાય છે. ઉંમરમાં આગળ વધતા જ
૧૬
ઘરશાળા