________________
ફોન કરનારાઓમાંથી કોઇને ખોરાકી ચિંતા કે રહેઠાણની અસુવિધા નથી. કોઇને દવાની કે અન્ય કોઇ જરૂર નથી. રોટી, કપડા ને મકાન સિવાયના પ્રશ્નો, જેનો ઉકેલ લાગણી, હૂંફ અને સાહચર્યના અનુભવથી લાવી શકાતા હોય, લગભગ તેવા જ પ્રશ્નો હોય છે. ચાઇલ્ડ હેલ્પલાઇનવાળાના કહેવા પ્રમાણે ઘણાખરા ફોનકોલ્સ માત્ર માર્ગદર્શન અને સહાનુભૂતિ મેળવવા માટેના જ હોય છે. કેટલીકવાર તો ફોન કરનાર બાળક ફોન કરી દીધા પછી ય ડરનો માર્યો સાવ ચૂપ રહે છે. વારંવાર પૂછવા છતાં પણ તે કાંઇ બોલતો કે બોલી શકતો નથી.
- ઇ.સ. ૧૯૯૬માં સામાજિક ન્યાય અંગેની મિનિસ્ટ્રી દ્વારા ચોવીસ કલાક માટેની નિઃશુલ્ક ફોન તત્કાલ સુવિધારૂપે “ચાઇલ્ડ લાઇન' શરૂ કરવામાં આવેલી. મુખ્ય તો શોષણ પામતા, ગુમ થયેલા, ઘરેથી ભાગી ગયેલા અથવા ચિકિત્સાની જરૂરવાળા બાળકોને મદદરૂપ બનવાનો તેમાં આશય હતો. પણ આજે તો ચાઇલ્ડલાઇન એટલે જાણે મમ્મી-પપ્પા !
' અહીં જણાવેલી વાત જરા પણ કલ્પિત નથી પરંતુ કલ્પી પણ ન શકાય તે હદે વાસ્તવિક છે. - શહેરી શિક્ષિત શ્રીમંતવર્ગમાં આ વ્યવસ્થા (!) વધુ કામ આવે છે. પ્રોફેશનલ પપ્પાઓ અને મમ્મીઓ એ કદાચ આવી કમનસીબ સંતાનોની સૌથી દુઃખદ ઉપલબ્ધિ હશે. આવા બાળકોને જોઇને ક્યારેક એવું લાગે કે - ગુલાબના ગોટા જંગલમાં કેમ ખીલતા હશે ?
આજના કાળમાં બે મોટી પારિવારિક સમસ્યાઓ એટલે મા-બાપને . સાથે રાખવા માટે સંતાનોની તૈયારી નથી અને સંતાનો માટે મા-બાપ પાસે પૂરતો સમય નથી. આ કેટલાક ઘરોમાં મા-બાપ ઘરમાં સાથે રહે છે છતાં વૃદ્ધાશ્રમની તમામ સવલતો ઘરમાં જ મેળવતા હોય છે તેમ કેટલાક બાળકો એ હદે ગર્ભશ્રીમંત હોય છે કે તેમને અનાથાશ્રમની તમામ સવલતો પણ ઘરમાં જ મળી રહે છે.
આ દેશમાં બાળક પાસે મજુરી કરાવી ન શકાય તેવો કાયદો કદાચ બની જશે પણ મજુરના બાળકને પણ તેના મા-બાપ પાસેથી મળી રહે તેવું
હરશાળા
૩૧