________________
ટી.વી., રિમોટ, મોબાઇલ, કમ્યુટર, ઇન્ટરનેટ જેવા સાધનોનો બિનજરૂરી ઉપયગો સંતાન ન કરે અથવા ખૂબ મર્યાદિત ઉપયોગ કરે. મિત્રવર્તુળ કે પાડોશીવર્ગમાંથી કંઇક “અવનવું' તે શીખી ન લાવે તેની કાળજી રાખવી. વિચિત્ર ચિત્રોવાળા વર્તમાનપત્રો, મેગેઝિન્સ કે અન્ય કોઇ વાંધાજનક સાહિત્ય સાથે સંતાનને દોસ્તી ન થઇ જાય. વાણીમાં, વર્તનમાં, વેશમાં કે વ્યવહારના કોઇ પણ ક્ષેત્રે સંસ્કારિતા અને સભ્યતાની સરહદ બહારનું કાંઇ પણ પ્રવેશી ન જાય તેની બાજનજરેતકેદારી રાખવી અને એવું કંઇક આવેલું લાગે તો તે ખામી સ્થાયી બને તે પૂર્વે જ બાજની ચીલ ઝડપે તેને દૂર પણ કરી દેવી.
કાકવૃત્તિઃ વર્ણ કાળો પણ કાગડો કેટલીક ગજબની ગુણવત્તા ધરાવે છે. બેફિકર કોયલ પોતાના ઇંડા મૂકીને જતી રહે છે. તેનું સેવન કરવાનું પરોપકારી કૃત્ય કાગડો કરે છે. સંતાનના સંસ્કરણમાં સજાગ રહીને બાળકના જીવનમાં મૂલ્યો અને સગુણોનું પ્રાગટ્યથાય તે રીતે કંઇક રચનાત્મક પગલા લેવા એ કાકવૃત્તિ છે. આ માટે બે અસરકારી પદ્ધતિઓને અજમાવી શકાય. વાર્તા દ્વારા વિચાર પદ્ધતિ :
બાળક રવભાવે વાર્તાપ્રિય હોય છે. રોજ થોડો સમય કાઢીને એકાદ નવી, નાની અને સાત્ત્વિક વાર્તા બાળકને કહી શકાય. સાથે વાર્તાના મૂળતત્ત્વ ઉપર થોડા અને સરળ શબ્દોમાં પ્રેરણારૂપે પ્રકાશ પાડી શકાય. આ માટે મા-બાપે કથાકાર તરીકે થોડા તૈયાર થવું પડે. કથા સારગર્ભિત હોય, બાળયોગ્ય હોય અને રજુઆત બાળભોગ્ય હોય તો વિશેષ લાભકારી બની શકે.
આ સંસ્કરણપદ્ધતિને આપણે “વાર્તા દ્વારા વિચાર પદ્ધતિતરીકે ઓળખશું. બાળકને વાર્તા કહેનારો માત્ર વાર્તા નથી કહેતો. વાર્તાના માધ્યમથી એક નક્કર અને પોષક તત્ત્વોથી ભરેલો તાજો વિચાર આપી રહ્યો છે. માતા જીજાબાઇએ રામાયણના અરણ્યકાંડની કથા વસ્તુઓના રસાળ શ્રવણથી સંસ્કારેલો બાળક આગળ જતા છત્રપતિ શિવાજી થયો હતો.
માત્ર બે જ વર્ષ જો આ કાર્યક્રમ ચાલે તો બાળકમાં સત્ત્વ, દયા, કરુણા, નૈતિકતા, પરોપકાર, ઉદારતા, સત્યનિષ્ઠા, શૌર્ય, વિનય અને વિવેક જેવા
૧૮
ઘરશાળા