________________ દસ - દસ વર્ષ સુધી એક શાળામાં ભાણીને S.S.C. ઉત્તીર્ણ થયેલો વિદ્યાર્થી જ્યારે શાળાની બહાર પગ મૂકે છે. ત્યારે તેના હાથમાં રહેલી માર્કશીટ તેની હવે પછીની કરીઅર માટે અત્યંત નિર્ણાયક બની રહે છે. ‘ઘર' નામની સંસ્કારશાળાનાં કૌટુંબિક પર્યાવરણમાં માતા-પિતાની ઓથ નીચે. બાલ્યકાળનાં કિંમતી બાર-પંદર વર્ષ પસાર કરીને એક કિશોર દુનિયાદારીની દુનિયામાં પ્રવેશે છે ત્યારે, તેના હાથમાં પણ એક સદેશ્ય માર્કશીટ હોય છે જેમાં તેનાં ચારિત્ર્યનું ગુણાકન થયેલું હોય છે, તેના વ્યક્તિત્વનાં નિર્માણ માટે આ માર્કશીટ અત્યંત નિર્ણાયક બની રહે છે.