Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 90
________________ પર્યટન માટે નીકળેલું એક વિદેશી કપલ ગળામાં કેમેરો લટકાવીને આ દશ્ય જોઇ રહ્યું હતું. સમગ્ર ઘટનામાંથી ભાષાને બાદ કરતા બધો ભાવ તેમને સમજાઈ ગયો. ભારે અચરિજ સાથે ખભા ઊંચકતા ટિપિકલ સ્ટાઇલમાં પુરુષ બોલ્યો : “વોટ અ પ્લેઝર ! જેના બન્ને દીકરાઓ પોતાની જ કન્ટ્રી અને સિટીમાં રહેવા છતાં પોતે ક્યારેય આવી ભીનાશ અનુભવી ન હોય, કે પોતાના પ્રદેશમાં આવા પારિવારિક સ્નેહલતા જોઇ ન હોય તેને આમાં આશ્ચર્ય ન લાગે તો જ આશ્ચર્ય ! કુવીન્સ નેકલેસના નામે જાણીતા નરીમન પોઇન્ટના વિદ્યુત્ ઝગારાને ઝાંખો પાડી દે તેવો આ ભારતીય જીવન પ્રણાલિનો ખરો ઝગમગાટ હતોઃ કુટુંબભાવના. આવું દૃશ્ય જોનારા દરેક, વૃદ્ધદાદાજીના નસીબને અને સંસ્કારી પૌત્રોની શુશ્રુષાભાવનાને જોઇને સ્તબ્ધ થઇ જાય પણ અહીં વચલી પેઢીને નજર અંદાજ કરી શકાય નહીં. જેમણે વડીલ સેવા અને વિનયના ઊંચા આદર્શો અને સમૃદ્ધ સંસ્કારોનો ભવ્ય વારસો પોતાના વારસદારો સુધી લંબાવ્યો છે. ચિત્ર જો સુરેખ છે, તો તે ચિત્રકારની કમાલ છે ! પશ્ચિમના દેશોની જીવનશૈલીમાં માતૃભક્તિના ઊંચા આદર્શો અને સંતાનોના સંસ્કરણના ઉદ્દેશોને કોઇ સ્થાન નથી. વકરેલા ભૌતિકવાદ અને સજ્જડ સામ્રાજ્યવાદના મૂડીવાદી વાતાવરણમાં ઉછરતી ત્યાંની પેઢીને ગળાકાપ સ્પર્ધા અને આકંઠ ભોગ સિવાયની કોઇ ફળશ્રુતિ દેખાતી નથી. તેમની એક જ ભાષા છે, પૈસાની. આ વાત માત્ર અમેરિકાનોની જ નથી. ત્યાં જઇને વસેલા ભારતીય મૂળના લોકોની પણ આ જ દશા છે. અમેરિકનો હવે સફાળા જાગ્યા છે. આખા દેશને ભરડો લઇ રહેલી આ વિકરાળ સમસ્યાના ઉકેલ સ્વરૂપે એક સંસ્થા ત્યાં કાર્યરત થઇ છે. આ સંસ્થાનું નામ છે નેપી” (નેશનલ ઇફેક્ટિવ પેરેન્ટિંગ ઇનિશીયેટીવ). નેપીનો ઉદ્દેશ સફળ માતા-પિતા બનતાં શીખવવાનો છે. શ્રેષ્ઠ બાળઉછેર માટે આ સંસ્થા ઠેર-ઠેર વર્કશોપ અને ક્લાસીસ ચલાવે છે. ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98