Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 87
________________ શિખામણ બન્ને આપી શકાય અન તે દ્વારા તેની અંદર કરૂણા, પરોપકારિતા, સૌજન્યતાની ખીલવટ કરી શકાય. કિશોરવય સુધીમાં વ્યક્તિનું આખું નાગરિકશાસ્ત્ર તૈયાર થઇ જાય છે. કેટલાક કુટુંબોમાં એક ખાસ પ્રકારનો અપસંસ્કરણ પ્રયોગ થઇ રહ્યો હોય છે. સાસુ સાથે જેને ન જામે તે તેના દીકરાને દાદીથી અળગો રાખે છે. દેરાણી કે જેઠાણી સાથે કંઇક બને એટલે સંતાન આગળ તેની કાકીનો આખો કાર્ડિયોગ્રામ રજુ કરવામાં આવે. પોતાના અંગત મામલાની છાયા પોતાના સંતાનો પર પડવા દેવાથી તેમના ભવિષ્યના સુદૃઢ સંબંધો પહેલેથી જ શિથિલ બને છે. ભૂલથી પણ પોતાની કૌટુંબિક કટુતાને કોઇ આગળની પેઢીમાં પાસઓન ન કરે ! ગુલાબના છોડને એસિડ પીવડાવવા જેવું આ હીન કૃત્ય છે. નવી પેઢીને પ્રેમના પાઠ ભણાવીને એ રીતે તૈયાર કરવાની હોય કે કુટુંબની કોઇ પણ વ્યક્તિનું દુઃખ કે ચિંતા સહુ પ્રથમ તેને અડે ! સંવેદનશીલતા અને કૌટુંબિકતાના અસ૨કા૨ી પાઠ જરૂર પડે તો ભજવીને દેખાડવાના હોય તેના બદલે તેના લાગણી તંત્રને લકવા લાગુ પડે તેવું કોચિંગ આપવું, એ વાસ્તવમાં સંતાનની જ પાંખ કાપવા જેવું છે. ધીમું ઝેર લાંબા ગાળા સુધી અસ૨ આપે છે. ઘડતરના મામલે આજે શારીરિકતાને જેટલું મહત્ત્વ મળે છે તેટલું માનસિકતાને નથી મળતું અને માહિતીને જેટલું મહત્ત્વ મળે છે તેટલું સંવેદનાને મળતું નથી. પ્રાણી સંગ્રહાલયમાં જઇને અથવા ડિસ્કવરી પ પ્રાણીઓ અંગેની માહિતી સંતાન મેળવે તેમાં સહુ ખુશ છે. ક્યારેક પાંજરાપોળની મુલાકાતે લઇ જઇને પ્રાણી જગતના માંદગી અને માવજત અંગે થોડી ટિપ્સ ન આપી શકાય શું ? આવા પ્રયોગથી જોનારના દિલમાં ભીનાશ અને કુમાશ સહજ પ્રગટે છે. ન કેટલાક મા-બાપ ટીવીનો ઉપયોગ બેબીસિટીંગ માટે કરે છે. નાનું બાળક જમે નહીં તો માતા તેને ટીવી સામે બેસાડીને જમાડે છે. (જો કે કેટલાક ૮૦ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98