Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 85
________________ સંસકાર બોલે છે કેટલીક વ્યક્તિઓ ખૂબ જ સારી હોય છે કારણ, માતા પિતા પસાય ! કેટલીક વ્યક્તિઓ એટલી સારી નથી હોતી કારણ, માતાપિતા પસાય ! કોઇ પણ વ્યક્તિ પોતાના સ્વભાવથી જ લોકહૈયે વસે છે. શરીરની જેમ સ્વભાવનું ઘડતર પણ જીવનના પ્રારંભિક તબક્કામાં જ થાય છે. પછી તેમાં સુધારો કરવો કઠણ છે. શરૂઆતમાં અતિ લાડ દ્વારા ઉછરેલા જીદ્દી સ્વભાવી બની જાય છે. મા-બાપ પણ તેની ફરિયાદ કર્યા કરે છે. પણ આવું સ્વભાવ ઘડતર કેમ થયું તે વિચારતા નથી. શૈશવ એ વ્યક્તિત્વનો ક્યારો છે. તેમાં જેવું સિંચન થશે તેવું ફળવાન અને બળવાન એ વ્યક્તિવૃક્ષ બનશે. સંતાનને બરાબર બોલતા ન આવડે તો મા-બાપ તરત ઇલાજ કરાવે છે પણ કાચી જીભની માફક કડવી જીભનો ઇલાજ થતો નથી. તેનો શારીરિક વિકાસ પ્રમાણસર ન હોય તો મા-બાપ સચિંત રહે છે. બાળકની બૌદ્ધિક ક્ષમતા વધારવામાં દરેક વાલીને રસ છે. તેની પ્રતિભા સર્વક્ષેત્રે 9 ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98