Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 84
________________ થયેલો હોય અને તેવા તબક્કે તેના દ્વારા કોઇ ટકોર કે ચાપકો ફટકારવામાં આવે તે બાબત વિનય અને ઔચિત્યના દષ્ટિકોણથી કદાચ એટલું સમુચિત નથી. તે વખતે બચાવ, દલીલ, બહાનાબાજી કે આક્ષેપબાજીનો આશ્રય લેવાને બદલે ખેલદિલી સાથે સરળ રહેવાનું શૌર્ય વિકસાવજો. વધુ પડતો કડપ સંતાનને ખોટું બોલીને કામ કરતો કરે ત્યારે કાર્યશૈલીમાં ફેરફાર પણ આવકાર્ય બને. ધ્યેય કરતા પદ્ધતિ ક્યારેય ઊંચી ન હોઇ શકે ! બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ એક છોકરો પોતાના રૂમમાં કંઇક વાંચતો હતો. મમ્મી ને આશ્ચર્ય થયું. બે ત્રણ દિવસ રોજ આમ ચાલ્યું એટલે એકવાર મમ્મી અચાનક તેના રૂમમાં જઇ ચડ્યા. પેલાએ ચોપડી બંધ કરી ઓશિકા નીચે સરકાવી દીધી. મમ્મીએ પૂછ્યું : “શું વાંચે છે ?' પણ સરખો જવાબ ન મળ્યો. મમ્મીએ પરાણે પુસ્તક ખેંચી લીધું. તેનું નામ હતું : “આદર્શ માતાપિતા બનતાં શીખો.” ક્ષણવાર તો સ્તબ્ધ થઇ ગયેલા મમ્મીએ તેને કોઇ કારણ પૂછ્યું નહીં. પણ એ પછીના દિવસોમાં મમ્મીના વર્તાવમાં ઘણો ફરક જોવા મળ્યો. પછી ક્યારેય તે છોકરાને તેવું કોઈ પુસ્તક વાંચતા પણ જોયો નથી. આંતરનિરીક્ષણ અને પ્રવૃત્તિપરીક્ષણથી પોતાનામાં થોડા જરૂરી ફેરફારો કરવાની મા-બાપની સજ્જતા, એ પણ સંતાનના સંસ્કરણનો એક ભાગ 64-11 2127 89. Be practical. ઘરશાળા ૭ ૭

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98