________________
ખીલી ઊઠે તેવું દરેક માતાપિતા ઇચ્છે છે પણ સંતાનના સ્વભાવ ઘડતર અંગે સૂઝ કે શ્રમ પ્રમાણમાં ઓછા હોય છે.
સંતાનના સંસ્કરણમાં બે મહત્ત્વના પાસા આવરી લેવાના હોય છે. (૧) ચારિત્ર્ય ઘડતર (૨) સ્વભાવ ઘડતર
ચારિત્ર્ય ઘડતરથી સ્વ-રક્ષા થાય છે, સ્વભાવ ઘડતરથી સર્વરક્ષા થાય છે. સંતાન એ ભવિષ્યમાં કુટુંબ, જ્ઞાતિ, સમાજ એ રાજ્યનો એક હિસ્સો બનવાનો છે. કો'કનો સ્વજન, કો'કનો મિત્ર, કો'કનો પાડોશી તો કો'કનો જીવનસંગાથી બનનાર છે. આ દરેક તબક્કે તેની સ્વસ્થતા અને સુખાકારિતાની આધારશિલા હશે, તેનો પોતાનો સ્વભાવ !
જે દીકરીએ ભવિષ્યમાં ઘર બદલવાનું હોય તે દીકરીમાં બીજાને પોતાના બનાવી શકે તેવી પ્રેમાળ પ્રકૃતિનું સર્જન કોણે કરવાનું ? વડીલોનો વિનય ચૂકી જવાય નહીં, કામમાં આળસ થાય નહીં, કુટુંબની સંવાદિતા ખોરવાય નહીં, આ બધી બાબતોના ખ્યાલને તેના વ્યક્તિત્વ સાથે સાંકળી લેવી જોઇએ.
દીકરીને સાસરું કેવું મળશે, તે કહી શકાય નહીં પણ સહિષ્ણુતા અને સહાયકતાના કરિયાવર સાથે વળાવેલી દીકરીને હંમેશા સારું સાસરું મળે છે. દરેક મા-બાપ દીકરીના માધ્યમથી પોતાના જ સંસ્કારને પારકે ઘેર મોકલે છે.
નાનપણમાં ભાઇઓ વચ્ચે કે ભાઇ બહેન વચ્ચે મીઠા ઝઘડા થતા હોય ત્યારે બન્નેને છુટા પાડી દેવા કે જેની ભૂલ હોય તેને સજા કરી દેવી એટલું જ પૂરતું નથી. પરસ્પરના વલણને સમજતા શીખવાની થોડી શીખ (જો સંતાનો સમજણા હોય તો) ત્યારે આપવી જોઇએ. આ સંસ્કારો તેના ભવિષ્યનો ખોરાક બને છે.
પોતાના લંચ બોક્સમાંથી દીકરાએ થોડા સક્કરપારાનો નાસ્તો પોતાના દોસ્તને કરાવ્યો હોય તો.તે બાબતે તેને પ્રોત્સાહિત કરવાથી તેનામાં ઉદારતા અને આતિથ્યની ભાવના સહજ ખીલી ઊઠે છે. નોકરથી લઇને દીન દુઃખી, રોગી સાથે કેવો વ્યવહાર, વર્તાવ રાખવો તે અંગે પણ આલંબન અને
ઘરશાળા