________________
(૧) શિખામણનો વરસાદ. (૨) ઠપકાનો વરસાદ.
રસોઇમાં જે સ્થાન સાકર અને મરચાનું છે તે સ્થાન સંતાનના ઘડતરમાં સલાહ અને ઠપકાનું છે. વધુ પડતી સાકરથી મોં ભાંગી જાય છે. વધુ પડતા મરચાથી જીભ સળગી જાય છે. આપણા અનુભવ પરથી સંતાનને થઇ શકનારા અનુભવનું અનુમાન થઇ શકે.
ક્યારેક અપાતી સલાહ વધુ ગ્રાહ્ય બને છે. સલાહના શબ્દો જેટલા ઓછા તેટલી તેની અસર વધુ ! એકની એક વાતને સ્ટ્રેચ કરવાને બદલે ટૂંકું ને ટચ ઇઝ મોર ધેન મચ !
ટકોર અને ટકટક વચ્ચે ખાસ્સો ફેર છે. ઘડિયાળના કલાકના કાંટા અને સેકન્ડ કાંટા જેટલો ! કલાકના ટકોરાની નોંધ લેવાય છે. સેકન્ડનો કાંટો તો ભાઇ ! વાગ્યા કરે, તેને તો ટેવ પડ !
આવું જ ઠપકા માટે પણ છે. ભૂલ થવી એ નાનકડી ફોલ્લી કે ગુમડું થવા જેવી બાબત છે. તેનો ઇલાજ જરૂરી છે. ઇલાજમાં પીડા પણ થશે, છતાં થોડી કાળજી રાખી શકાય.
ઠપકાના લગભગ બે કારણો હોય છે. (૧) ભૂલ (૨) નિષ્ફળતા. ભૂલ જો સામાન્ય હોય તો મુશળધાર ન વરસવું!ભૂલ કદાચ થોડી ગંભીર હોય તો પણ સતત હેલીની માફક વરસતા ન રહેવું ! ભૂલ ક્યા કારણોસર થઇ છે તે ખાસ જોવું. ભૂલ કેટલીવાર થઇ છે તે પણ જોવું.
જૈન શાસ્ત્રોમાં આશ્રિતના અપરાધ વખતે તેને સુધારવા અંગેના શિક્ષાત્મક ચાર ક્રમિક તબક્કાની બહુ સરસ વાત જણાવવામાં આવી છે. (૧) સ્મારણા (૨) વારણા (૩) પ્રેરણા (૪) પ્રતિપ્રેરણા. ક્યારેક માત્ર ટકોર કરવાથી કામ થઇ જાય. ક્યારેક સામાન્ય કડકાઇ કરવી પડે, ક્યારેક વિશેષ કડકાઇ અને કેટલાક પ્રસંગે શિક્ષાત્મક પગલા પણ લેવા પડે. સંતાન અને સ્થિતિ બન્નેનું મૂલ્યાંકન કરીને વાલીએ વર્તવું.
ઘરશાળા
૭૫