________________
તેનો પ્રોગ્રેસ થઇ રહ્યો છે તે રીતે તેની પીઠ થાબડતી જાય અને તેનો ઉત્સાહ વધારતી જાય. આ છોકરો આજે ત્રણ ડિગ્રીઓ લઇને બેઠો છે અને અંગ્રેજી અને અકાઉન્ટ્સના કલાસિસ ચલાવે છે.
કેટલીક દવાઓ લાઇફ સેવિંગ ડ્રગ્સ તરીકે ઓળખાય છે. હૂંફ અને હિંમત આવા પ્રકારની દવા છે. જીવનમાં નાજુક પળો કદાચ ક્યારેક જ આવતી હશે. ત્યારે સલાહ અને સૂચનો એ પર્યાપ્ત દવા નથી. ત્યારે સમયસરના હૂંફ અને હિંમત તેના માટે ઓક્સિજન સિલિન્ડરની ગરજ સારે છે. મુંઝવણની પળોમાં મા-બાપનો સંપર્ક કરતા સંતાન અચકાય નહીં એવા ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઇડની ભૂમિકાવાળા પેરન્ટ્સ હંમેશા અપ્રોચેબલ રહે છે.
બે હાથ ભેગા થતા દોસ્તી થઇ જાય છે, આંખો મળતા પ્રેમ થઇ જાય છે પણ આવો ખોળો અને ખભો મળતા તો તેની જીંદગી બની જાય છે ! Be Approachable.
(૩) Be Reasonable : ગેરવ્યાજબી ન બનો. બાળકના ઘડત૨ માટે સલાહ અને શિક્ષાનો વ્યાજબી દરે વપરાશ કરો. બાથરૂમમાં પૂરી દેવાથી કોઇ દીકરાનું લેસન પુરું થયું નથી. ભૂખ્યા રાખવાથી કોઇ બાળકને પાઠ જલદી યાદ રહી જતો નથી. દરેક બાબતે બાળકને સલાહ ગમતી પણ નથી હોતી, જરૂરી પણ નથી હોતી. મા-બાપના સલાહ આપવાના અબાધિત અધિકારની રક્ષા માટે અને પોતાના દ્વારા અપાતી સલાહ રુચિકર લાગે તે માટે પણ આનો ઓવરડોઝ ન થઇ જાય તે જોવું જરૂરી છે.
ખેતરમાં થનારા પાક માટે વરસાદ અનુકૂલન સર્જે છે, જો તે વ૨સાદ માપસરનો હોય અને સમયસરનો હોય તો. અતિવૃષ્ટિ પાસે પ્રમાણભાન હોતું નથી. માવઠું માપસરનું હોય તો પણ નકામું છે, કારણ કે તેની પાસે સમયસૂચકતા નથી.
સંતાનો પણ ફળદ્રુપ જમીન જેવા છે. કંઇક સફળતાઓ અને સિદ્ધિઓના પાક અહીં પાકી શકે છે. તે માટે ઉચિત ખાતર પાણી ને ખેડાણ સાથે થોડી વૃષ્ટિ પણ અપેક્ષિત છે પણ બે બાબતે અતિવૃષ્ટિ થઇ જવાથી આ જમીનનું જ ધોવાણ થઇ જાય છે.
૭૪
ઘરશાળા