________________
થોડા વખત પહેલા મુંબઇ મહાનગર પાલિકાએ રેલ્વે સ્ટેશનો પર હોર્ડિંગ્સમાં મેસેજ આપ્યો હતો “સપ્તાહમાં એકવાર તો સંતાનો સાથે બેસીને, અવશ્ય ભોજન કરો.” આવા સંદેશ ક્યા સંજોગોમાં પ્રસારવા પડે તેનો અભ્યાસ કોઇ કરશે તો તેને કૌટુંબિકતાનો કાટમાળ નજરે ચડશે. ગામડાઓમાં બાળકો પાણી મેળવવા દૂર જતા હોય છે. શહેરોમાં બાળકો પ્રેમ મેળવવા માટે દૂર જાય છે. જે ઘરમાં જ છલોછલ છે તેને સિથેટિક સ્નેહમાટે ક્યાંય ફાંફા મારવા પડતા નથી.
(૨) Be Approachable બાળકના મનની પહોંચ બહાર જતા ન રહો. બાળકની નજરમાં આવી શકે તે પેરટ્સ Available છે. બાળકની સ્મૃતિમાં શીઘ આવે તે પેરટ્સ Approachable છે. આ મુદ્દાને ગંભીરતાથી સમજવો જરૂરી છે. હયાતી અને હાજરી વચ્ચે જેમ ફરક છે તેમ હાજર હોવું અને હાજર થવું આ બે મુદ્દા વચ્ચે પણ પાતળી ભેદરેખા રહેલી છે.
ગુસ્તાખોર મિજાજ, ઠપકાશાહી તિરસ્કારી વલણ, ભૂલ બતાવતી વખતે બિનજરૂરી આક્રમણ, પોતાના કામમાં ખલેલ પડતા ઉકળી ઊઠવાની ટેવ, આ બધી બાબતોને લઇને સંતાનોના દિલમાં અને દિમાગમાં પોતાના જ મા-બાપ માટેની એક માનસિક દૂરી સર્જાય છે. પછી ક્યારેક જરૂર હોવા છતાં પણ સંતાન મા-બાપ સુધી પહોંચતા અચકાય છે. અથવા મા-બાપની મદદ લેવા કરતા બીજા કોઇની સલાહ કે સહાય લેવા પ્રેરાય છે. જેની હાજરીમાં સંતાનને સેઇફ એન્ડ સાઉન્ડ હોવાનો અનુભવ થાય તેવા મા-બાપથી જ તેઓ બને ત્યાં સુધી સેઇફ ડિસ્ટન્સ રાખીને ચાલે એ કેવી કરૂણતા ! આવા પેરટ્સને અનુઅપ્રોચેબલ કહી શકાય. આવા મા-બાપ ઘરની બહાર ન હોય ત્યારે પણ સંતાનની પહોંચની બહાર હોય છે.
યાદ રાખો કે માતા કે પિતા એ કોઇ સંકટ સમયની સાંકળ નથી કે બધા જ ઉપાયો નિષ્ફળ નીવડ્યા પછી જ લાચાર સંતાન સહાયની ભીખ માંગતો આવે !માતાપિતા તો જીવનના દરેક તબક્કે સંતાન માટેનું રેડીરેકનર છે !
ર
ઘરશાળા