________________
જીવનના પ્રારંભિક તબક્કામાં એવી ઘણી નાજુક પળો આવી જતી હોય છે જ્યારે સંતાનને હૂંફ અને હિંમતની જરૂર હોય છે. ક્યારેક કોઇ વર્ષો જુના મિત્ર સાથે તકરાર થવાથી દોસ્તી તૂટી હોય અને તે અપસેટ હોય. કોલેજ અને ક્લાસિસના વર્ષભરના પૈસા અને સેંકડો કલાકો પર પાણી ફેરવી આવેગમાં તે કોઇ ભૂલ કરી બેઠો હોય અને પછી ખૂબ સંકોચાતો હોય ત્યારે તેને ઉપર લાવવાના ધ્યેય સાથે હૂંફ અને હિંમતની જરૂર હોય છે.
માતા એ હૂંફનું પ્રતિક છે અને પિતા એ હિંમતનું પ્રતિક છે. કોઇએ બહુ સરસ કહ્યું છેઃ “ખોળો આપે તે મા, ખભો આપે તે બાપ !'' એક હૂંફાળો ખોળો સંતાનના જીવનની રૂક્ષતાઓની ભેખડોને ઓગાળી નાંખે છે. થોડી'ક હિંમત તેની શુષ્કતાને ખંખેરીને તેને કોરી ખાતી એકલતા કે હતાશાને પડકારે છે.
‘‘તમારો ટોમી જરા ય ભણી શકે તેમ નથી, તેને આવતી કાલથી સ્કુલમાં મોકલસો નહીં’’ વર્ગશિક્ષકની આવી નોટ લઇને રડતા રડતા ઘે૨ આવેલા બાળકને તેની માતાએ હિંમત આપીને માથે વહાલથી હાથ ફેરવતા કહ્યું : મારો છોડ઼ો ભણી શકશે કે નહીં તે તારા શિક્ષકને શું ખબર પડે ! ચિંતા ન કરતો. કાલથી હું તને ઘે૨ ભણાવીશ, આ છોકરો પછી ઘે૨ જ ભણ્યો અને આગળ જતાં થોમસ આલ્વા એડિસનના નામે જાણીતો વૈજ્ઞાનિક બન્યો ! કલ્પના કરી જુઓ કે પેલા ટીચરની નોટ વાંચી તેની માતાએ તેને હૂંફ અને હિંમત આપવાને બદલે ઠપકો આપ્યો હોત તો ? તો કદાચ પેલા શિક્ષકનું લખાણ સાચું પુરવાર થયું હોત !
થોડા વર્ષો પહેલા મુંબઇમાં ચોથા ધોરણના એક વિદ્યાર્થી માટે તેના શિક્ષકે એવો અભિપ્રાય આપ્યો હતો કે ‘તું જરાય આગળ નહીં વધી શકે કારણ કે તું બરાબર લખી શકતો નથી.' તેના અક્ષર ખૂબ જ ખરાબ હતા તે હકીકત જાણવા છતા હિંમતથી તેની માતાએ સતત છ મહિના સુધી તેનો હાથ પકડીને રોજના કલાકો સુધી તેની પાસે સુરેખ આલેખન માટે અક્ષરો ઘુંટાવ્યા. સતત
ઘરશાળા
૭૩