________________
જ્યાં એક નાની ગોળીથી કામ થઇ શકતું હોય ત્યાં ડૉક્ટર ઇંજેકશનની જરૂર જોતા નથી અને જરૂર પડે ત્યારે સર્જરી કરતા પણ અચકાતા નથી.
નિષ્ફળતા વખતે પણ કઠોરતા તેને દાઝયા પર ડામ જેવી લાગે છે. તેના બદલે થોડું મીઠાશથી પ્રયાસ કરવાને બદલે કેટલાક મા-બાપ બીજાની સફળતાની સાથે તેને સરખાવ્યા કરે છે. તેનાથી કોઈ અર્થ સરતો નથી. આવા પ્રયાસોથી જે નાપાસ થયેલા હશે, તે નાસીપાસ પણ થશે. દરેકના ભણવાના રસ અને શક્તિ સરખા નથી હોતા. હંમેશા રેન્જર્સના રિઝલ્ટ સાથે પોતાના સંતાનની માર્કશીટને સરખાવીને તેને આટલા માર્ક આવે તો તને કેમ ન આવે”નો ચીપિયો પછાડતા પહેલા પિતાશ્રી જાતને પૂછી લે કે તમારા બોસ આટલું કમાઇ શકે તો તમે કેમ ન કમાઈ શકો' આ કડવો પ્રતિતર્ક ફાવે એવો છે ખરો ? પાંચે ય આંગળા સરખા નથી હોતા' આ કહેવત પર માત્ર વડીલોની ઇજારાહી નથી.
જે સંસ્કરણનું પાત્ર છે તેના નાનપણ અને નબળાઇનો ઉપયોગ કરી તેને કેવલ પોતાના અહં પુષ્ટિનું નિમિત્ત ન બનાવશો. Be Reasonable.
(૪) Be practical : વાસ્તવવાદી બનો. સંતાન ક્યારેક બાલ્ય ઉમરની સહજ ચંચળતાથી તોફાન કરે ત્યારે તે નથી રમતું, તેની ઉમર રમે છે. કિશોરાવસ્થામાં ક્યારેક સામે બોલી જાય ત્યારે તરત જ તેના સ્તરની કલ્પના કરી લેવાને બદલે ક્યારેક પોતે કરેલા સંસ્કરણનું સ્તર પણ ચકાસી લેવું. પોતાના નબળા આલંબનો લઇને તે કંઇક શીખી લે તો તેને સુધારવાના એક હિસ્સા રૂપે પણ પોતાનામાં સુધારો કરતા અચકાવું નહીં. સંતાન મા-બાપને સીધું મોઢા પર તેમની ભૂલ બતાવી દે અને જો તે સાચી હોય તો સંતાનના અવિનયને દૂર પછી કરજો, પહેલા પોતાની ભૂલમાં સુધારો લાવી દેજો. થોડા મોટા થયા પછી સંતાનોને આંખ, જીભ ને મગજ બધું જ આવી જાય છે. તમે તમારા કર્તવ્યમાં ક્યાં અને કેટલા ટૂંકા પડો છો તે વાત મા-બાપ બન્યા વગર તે સમજી શકે તેટલો બૌદ્ધિક વિકાસ તેનો
૭૬
ઘરશાળા