________________
~
~--
પપ્પા-મમ્મી ખોવાયા છે !
“એ દિવસોમાં જ્યારે મારી પાસે એકેય બાળક ન હોતું ત્યારે બાળ ઉછેર અંગેની ચાર થીયરી હતી. આજે જ્યારે ચાર બાળકો છે ત્યારે એકેય થીયરી નથી.” આ શબ્દો કદાચ કોઇ એકના હશે પણ અનુભવ ઘણાનો છે.
ઘરમાં કો'કનું શુભ આગમન થવાના પડઘમ વાગે ત્યારથી જ તેના લાલન, પાલન, પોષણ અને ઉછેર અંગેની સ્વપ્નસૃષ્ટિ રચાવા માંડે છે. તેની તંદુરસ્તીથી લઇને તેની સર્વાગીણ પ્રતિભાનો વિકાસ કરવા માટેનું માનસિક માળખું તૈયાર થઇ જાય છે. એક આદર્શ માનવીની આખીય બ્લપ્રિન્ટ તૈયાર હોય છે. પરંતુ જ્યારે ખરેખર ઉછેર થાય છે ત્યારે તે બધી જ થીયરી, આખો ય પ્લાન બધુ જ ક્યાંક - અલોપ થઇ જાય છે.
નેટ્સમાં લાજવાબ પ્રદર્શન કરનારા કેટલાક ખેલાડીઓ મેચ વખતે તે પ્રદર્શનને દોહરાવી શકતા નથી. તેવા ખેલાડીઓને માટે અહીં થોડું (થોડામાં ઘણું) પ્રસ્તુત છે :
વાલીઓ પોતે ચાર બાબતે તેયાર થઇ શકે.
90
ઘરશાળા