________________
હું ? શું ? ગજબ કરી નાંખી !'
રમણલાલ કહે: “હવે એ બધુ છોડો, અજબ ને ગજબ બધું બંધ કરો. છોકરા છે તે આવું કરે. આપણે ય આવું કરતા'તા. એમાં અકળાશો નહીં સમજ્યાં ?'
સમજે શું ? પેલા ઉછળ્યા.
રમણલાલે કહ્યું જુઓ, તમે મને ફરિયાદ કરવા આવ્યા ત્યારથી મારો ત્રીજો દીકરો તમારૂં ટિફિન ખોલીને ભોજન આરોગે છે. ભાઇ ! છોકરા છે તે આવું કરે. આપણે ય આવું..”
પૂરું સાંભળ્યા વગર જ પગ પછાડતા પેલા તો દોડ્યા. પણ ત્યાં તો ટિફિન સાફ થઇ ગયેલું ને છોકરો આંગળા ચાટતો અને હસતો હતો, શું થાય ? “છોકરા છે તે આવું કરે.”
- છોકરા કોને કહેવાય? ચાળા જેનું નામ ને અટકચાળા જેની અટક, ધમાલ જેનું ગામ ને નટખટ જેની ઓળખ ! અલબત્ત, કોઇની વસ્તુ તોડી નાંખે, બગાડી નાંખે કે ઝાપટી જાય તેનો બચાવ ન થઈ શકે પણ કો'ક એવી તોફાની ઘટના બને ત્યારે તે વાલી હાથ અને જબાનને ઉપાડતા પહેલા માત્ર એટલું વિચારે કે “ભાઈ ! છોકરા છે તે આવું કરે...આપણે ય આવું કરતા'તા” એ મારવાથી નહીં, મોટા થવાથી સુધરશે.
વસ્તુનો જેમ સ્વભાવ હોય છે. વ્યક્તિનો જેમ સ્વભાવ હોય છે. તેમ વયનો પણ એક સ્વભાવ હોય છે.
ઘરશાળા
૬૯