________________
ત્યારે હસવું આવવા છતાં સમજણપૂર્વક મોટાઓ હાસ્યને રોકી શકે, નાનઓ તો ખડખડાટ હસી જ પડે.
તેને ભણવાનો મૂડ હોય તો હોમવર્ક એનું પોતાનું અને તેને રમવાનો મૂડ હોય તો તે હોમવર્ક મમ્મીનું ! બાળકો પોતાની લાગણીને રોકી શકતા નથી. • બાળકો વસ્તુ કે વ્યક્તિની કિંમત આંકી શકે એટલા તૈયાર નથી : કોઇ પ્રૌઢને દૂધપાકનો આગ્રહ માફક ન આવે તો તે તેની ના પાડશે. બાળકને જમવાનો મૂડ ન હોય ને પરાણે આપશો તો તે થાળી ઊંઘી વાળી દેશે. ભારે કપડા અને સામાન્ય કપડા વચ્ચેનો ફરક મોટાઓ સમજી શકે છે. નાનાઓ તો ગમે તે કપડા મેલા પણ કરી દે ને ભીના પણ કરી દેશે.
કાચના વાસણના તકલાદીપણાનો ખ્યાલ હોવાથી મોટાઓ તેને જવાબદારીપૂર્વક ઉપાડી કે મૂકી શકે છે. નાનાઓનો ભરોસો નહીં. એટલે જ તો કોઇ પણ ડેલિકેટ કે મૂલ્યવાન ચીજ બાળકના હાથે ચડે કે તરત જ સિફતપૂર્વક તે છોડાવી લેવાય છે.
મોટી કે કામની વ્યક્તિ સાથે કઇ રીતે બોલવું કે વર્તવું તે અંગેનો વિવેક મોટાઓ પાસે હોઇ શકે. નાનાઓને છણકા કરવાના કોઇ ચોક્કસ સ્થાન નથી હોતા. મહેમાન માટે પૂરણપોળી બનાવી હોય ત્યારે મહેમાનના આવતા પહેલા જ કોક’ક આવીને પૂરણ ખાવા માંડે ત્યારે એ ‘માનવંતા મહેમાન'ની લાગણીપ્રધાનતાને સમજી શકવા જેટલી બુદ્ધિપ્રધાનતા મોટાઓ ન રાખી શકે ? બાળકો પરિસ્થિતિને સમજી શકે એટલા પુખ્ત નથી :
ઘરમાં જગ્યાની સંકડાશ હોય તો પહોળો પથારો ન કરાય અથવા કોઇની અવર જવરના રસ્તે બેસાય નહીં આવો ખ્યાલ રાખવા જેટલી પુખ્તતા બાળકો પાસે હોતી નથી.
•
કોઇક ચીજ ગમી જવા છતાં પણ ઘરની મધ્યમ પરિસ્થિતિને લક્ષ્યમાં લઇને મોટાઓ પોતાની ઇચ્છાને હજી અંકુશમાં રાખી શકે. પોતાની ઇચ્છા અને પપ્પાના ખિસ્સાનો મેળ બેસે છે કે નહીં તે ચકાસવાની પુખ્તતા બાળક પાસે હોતી નથી.
ઘરશાળા
૬૭