Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 73
________________ “આટલી અક્કલ નથી ? શું કામ ખોટીદોડાદોડ કરેછે ?'' બાળકોને ઠપકારતા કે ઠોકતા પહેલા બાળપણના લક્ષણો જાણી લેવા જોઇએ. બાળકો ઉ૫૨ ગુસ્સે થઇ ગયા પછી કે હાથ ઉપાડી દીધા પછી માતાનું માતૃત્વ ઘણીવાર અંદરથી જ તેને ડંખતું હોય છે. ઘણીવા૨ સંકલ્પો ક૨વા છતાં અચાનક જ કમાન છટકી જાય છે ને હાથ ઉપજી જાય છે અને પછી ફરીથી પસ્તાવો પણ થાય છે. આવા વાલીઓ સ્વસ્થ ચિત્તે બાળકોની સાયકોલોજીને થોડી સમજી લે તો તેમનો સંકલ્પ ચિરંજીવી બની શકશે. : ઉતાવળે સંતાન પર ગુસ્સો થઇ ગયા પછી પોતાના જ બચાવમાં પોતે જ બોલતા હોય છે ઃ ‘‘અમારી પણ કાંઇ લિમિટ હોય ને ! સમજે જ નહીં તો પછી મગજની કમાન છટકે ને !'' પોતાની લિમિટ બીજાને સમજાવવાની કોશિશ કરવાને બદલે સ્વસ્થતાપૂર્વક વાલીએ બાળકોની કેટલીક મર્યાદાઓ (Child Limitations) ને જાણી લેવી જોઇએઃ • બાળકો પોતાની લાગણીઓને રોકી શકતા નથી : મોટાઓની બુદ્ધિ તેમના હૃદય કરતા વધુ કામ કરતી હોય છે. જ્યારે બાળકોની બુદ્ધિ કરતા તેમનું હૃદય વધુ સક્રિય હોય છે. આથી પોતાની લાગણીઓ કે વિચારોને અમલમાં મૂકતાં પહેલાં તે પુખ્ત વિચારણા ન કરે તે સહજ છે. રડવાની લાગણી ઉત્પન્ન થવા છતાં લોકોની હાજરીનો ખ્યાલ હોવાથી વયસ્ક વ્યક્તિ પોતે ક્યારેક રડવાનું રોકી પણ શકે છે. ઘરમાં મહેમાનોની ઉપસ્થિતિનો ખ્યાલ હોવાથી કેટલીક વાર ઘરની વ્યક્તિ પર ગુસ્સો આવવા છતાં તે તત્કાળ તો શાંત રહી શકે છે. ૨મવાનું મન થવા છતાં પણ પરીક્ષાનો ખ્યાલ હોવાથી મોટો વિદ્યાર્થી કદાચ ઇચ્છાને અંકુશમાં રાખી પણ શકે. નાનાઓની અહીં મર્યાદા હોય છે. તેને રડવાનું મન થાય એટલે તરત રડી પડે. કોઇ ચીજની ના પાડો તો તરત રીસાઇ જાય. રમવાનું મન થાય તો તરત જ તે શરું થઇ જશે. તેના રમવાથી ત્યારે ઘરમાં કોઇના આરામમાં ખલેલ પડશે એવો અંદાજ તેને આવી શકતો નથી. ઘરમાં કોઇ લપસી પડે ૬૬ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98