Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 71
________________ રચનાત્મક રીતે શુભક્ષેત્રે ઉપયોગ કરતા આવડે તો ચમત્કારિક પરિણામો લાવી શકાય છે. બ્લેન્ક કેસેટ જેવા છે બાળકો, જેનું ધારો તેનું રેકોર્ડિંગ થઇ શકે છે, સરળતાથી અને સહજતાથી. ભીની માટીને જે આકાર આપો તે પકડી લે છે. “કુમળા છોડને વાળો તેમ વળે” આ કહેવત કો'કની કરણી બને તે માટે બની છે. “પાકા ઘડે કાંઠા ન ચડે' ની વાત આડકતરી રીતે બાળપણના શીઘ્રગ્રહણને સર્ટિફાય કરે છે. અહીંઘરના વાતાવરણનો રોલ ખૂબ અગત્યનો બની જાય છે. ઘરનું પર્યાવરણ જો પ્રદૂષિત હશે તો બાળકના સંસ્કાર સ્વાચ્ય સામે મોટું જોખમ ! તંદુરસ્ત કૌટુંબિકતા અને પોષક સંસ્કારિતાનો શુદ્ધ પ્રાણવાયુ આજે કેટલા ઘરોમાં હશે ? શિક્ષાની બીક કે ઇનામની આશાથી બાળક શીખે ખરો, સંગતથી તે બાળકને સારું શીખવવા માટે એકલી ઇનામી યોજનાઓ પૂરતી નથી અને બાળકને ખોટું કરતા અટકાવવા માટે એકલી શિક્ષાપ્રણાલી પૂરતી નથી. આલંબન આપવામાં વાલીએ પાછા ન પડવું જોઇએ. ચાલ ચલગતને અમુક રંગ ચઢે ખરો, સમજણ આપવાથી તેના વિચાર ઘડાય ખરા, પરંતુ મા-બાપ કે અન્ય વડીલોના ખુદના આચરણ આગળ એ બધાની અસર કોઇ વિસાતમાં નથી. એકવાર પોતાની માતાને કોઇના પર દયા વરસાવતી જોઇને બાળક દયાનો ગુણ જેટલા સંપન્ન કરે એટલો સાત હજાર ચોપડીથી પણ નહીં કરે ! ઉચ્ચ આદર્શ એ વારસામાં આપવા જેવો સર્વોચ્ચ વૈભવ છે. ૬૪ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98