________________
અંગ્રેજીમાં મજાનું વાક્ય છે : Example is better than Precept. ઉપદેશ કરતા ઉદાહરણ વધુ અસ૨કા૨ી બાબત છે તે ભૂલવું ન જોઇએ. વિનાયના પાઠ ભણાવના૨ પપ્પાના શબ્દો ઓછા અસ૨ કરે છે, દાદા સાથેનો પપ્પાનો વ્યવહા૨ વધુ અસર કરે છે. સચ્ચાઇ અને નીતિનો ઉપદેશ આપવા કરતા તેનો આદર્શ આપવો એ વધુ સક્ષમ ઉપાય છે. સદાચારની સલાહ આપનારા મા-બાપ ટેલિવિઝન પર સલાહ વિરુદ્ધ કાર્યક્રમો નિહાળતા હોય ત્યારે પેલા ઉપદેશના વોલ્ટેજ કેટલા હોઇ શકે ? જબાન કરતા જીવન હંમેશા વધુ બોલતું હોય છે.
મા-બાપ વચ્ચેના વાર્તાલાપ અને વર્તણુંકની બાળક ઉ૫૨ સૌથી ગહેરી અસર પડે છે. બાળક નાનું હોય ત્યારે જાણે કે તે છે જ નહીં એમ માનીને છૂટથી થતો વર્તનવિલાસ પણ બાળકના મગજમાં અવળા સંસ્કાર તો નાંખે જ છે. વાલીઓ સંતાનની હાજરીને સસરાની હાજરી સમજીને ચાલે !
વિલાસની જેમ કંકાસની પણ બાળકના મન પર અવળી અસર પડે છે. બાળકના મગજમાં શુષ્કતા અને શૂન્યતા સર્જવામાં સૌથી પ્રબળ નિમિત્ત છે, બાળકની હાજરીમાં થતો ગૃહકંકાસ. ઘર એ સંસ્કાર ભૂમિ છે, યુદ્ધભૂમિ નથી. આ વાતનું ક્યારેક શીર્ષાસન થઇ જાય છે ત્યારે બાળકના સંસ્કારોને શબાસન લાગુ પડે છે. પપ્પાના આક્રમણને વારંવાર જોઇ રહેલો બાળક છુપી રીતે મમ્મી પ્રત્યે સહાનુભૂતિ વધારી દે છે. ક્યારેક મમ્મીના ઝંઝાવાતી સ્પેલ સામે લાચાર બેટ્સમેનની અદાથી ઊભેલા પપ્પાને જોતા બાળકને મમ્મી પ્રત્યે અણગમો થવા લાગે છે. કો'ક ઘરમાં બધા જ ઓલરાઉન્ડર્સ ભેગા થયા હોય ત્યાં બાળકની શું દશા થતી હશે તે તો ફરીથી બાળક બનીએ તો જ ખબર પડે !
એકવાર એક નાનકડી બાળકીએ પોતાના ભઇલાને હાથમાં વેલણ આપીને કહ્યું કે ચલ, આપણે પપ્પા મમ્મીની જેમ ફાઇટિંગ કરીએ અને શો શરૂ થઇ ગયો. મહેમાનોની હાજરીમાં બનેલા આ પ્રસંગમાં ઘરનું નાગરિકશાસ્ત્ર ખુલ્લું થઇ ગયું. ફોટોગ્રાફ અને એક્સ-રે વચ્ચે ફરક હોય છે. એમ
૬૨
ઘરશાળા