Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 67
________________ effect વધુ હોય છે. માણસ સાંભળીને જેટલું શીખે છે તેના કરતા જોઇને અનેકગણું શીખે છે અને અનેકગણી ઝડપે શીખે છે. આ વાત બાળકો માટે વધુ સાચી છે કારણ કે બાલ્યકાળમાં દરેક વ્યક્તિની ગ્રાહકતા (Receptivity) અત્યંત હાઇ ફ્રિક્વન્સીવાળી હોય છે. દીકરો યુવાનીમાં આવતા પહેલા જ કોઇ વ્યસનને રવાડે ચડી ગયો હોય તો તેમાં લગભગ બેમાંથી કોઈ એક પરિબળ કામ કરી ગયું હોઇ શકે (૧) કુસંગ (૨) કુટુંબ. કેટલીક વાર વ્યસની કે અલ્લડ મિત્રતેને ઢીંચતા શીખવાડે છે તો ક્યારેક વ્યસની પપ્પા તેને ફેંકતા કે થુંકતા શીખવે છે. માવો, માણેકચંદ કે સિમલા, ગુટકા ખાનારા પપ્પા માત્ર પોતાની જ બારબાદી કરે છે એવું નથી. પોતાના દીકરા પાસે ગોલફલેકના પેકેટ્સ મંગાવનારા પિતાશ્રીઓ સિગારેટની સાથે સંતાનના તંદુરસ્ત ભવિષ્યને પણ કાંડી ચાંપે છે. દેવું, રોગ અને વ્યસન આ ત્રણ ચીજનો વારસો કોઇ સંતાનને ન મળો ! વ્યસનની જેમ વચનપદ્ધતિ પણ વારસાગત હોય છે. સંતાનોનો અડધો અડધ શબ્દકોશ ઘરમાં તૈયાર થયેલો હોય છે. ઘરમાં ચાલતી બોલાચાલીથી લઇને ગાળાગાળી સુધીનું બધું જ સંતાન નામની સી.ડીમાં ઝીલાય છે. આ સી.ડીમાં રેકોર્ડિંગ ત્વરિત થાય છે અને ડબિંગ ખૂબ જ મુશ્કેલ હોય છે. ઘરની અંદર છૂટથી અપશબ્દોનો પ્રયોગ કરનારા પોતાના કુળને ભૂલી જતા હશે ? ઘરમાં માણસ સિવાય કોઇ રહેતું ન હોવા છતાં “કૂતરા” ને “ગધેડા'ના સંબોધનો કેમ સંભળાતા હશે ? નોકરને ખખડાવતી વખતે શેઠ ભૂલી જાય છે કે “આવતીકાલના શેઠ” આ બધું જોઈ રહ્યા છે અને શીખી રહ્યા છે. ઘરમાં રહેલા વૃદ્ધ વડીલ માટે “બુઢિયો’ કે ‘ડોસી” શબ્દ વાપરનારે વિચારી લેવું કે પોતાના ઘડપણ વખતે આવા શબ્દો પોતાને માટે પસંદ પડશે કે કેમ ? પાડોશી સાથે ઝઘડતી વખતે બોલાતા શબ્દો અને સમગ્ર સંઘર્ષશૈલીનું કોચિંગ કો'ક ને અપાઇ રહ્યું છે તેવો ખ્યાલ ઘણીવાર કોચને પણ હોતો નથી. પતિ અને પત્ની વચ્ચે બેહુદી ભાષા કે આક્ષેપ પ્રતિઆક્ષેપ ~~~~ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98