________________
ચાલે ત્યારે તેમના વારસને તેઓ શું આપવા માંગે એ બાબત કદાચ ખ્યાલ બહાર જતી રહેતી હશે.
શબ્દકોશમાં ક્યાંય ન હોય તેવા કેટલાક (અપ) શબ્દો વ્યક્તિગત કોશમાં રાખનારા અને વાપરનારા લોકો બીજાના કાન ઉપર તો જુલમ કરે જ છે, સાથે પોતાના બાળકની જીભ ઉપર પણ સિતમ ગુજારે છે, જે વ્યક્ત નથી હોતો. બાળક બોલી શક્તો ન હોય તે કદાચ કમનસીબી ગણાય. પણ બાળકને સભ્ય અને સૌમ્ય વાણીકોશલ્ય શીખવવામાં મા-બાપને નિષ્ફળતા મળે એ તો કરૂણાંતિકા છે.
જીવનવ્યવહારની ઘણી પદ્ધતિઓ પણ બાળક ઘરે જ શીખી લે છે. અચાનક કો'કનો ફોન આવતાં જ પપ્પા દીકરાને કહી દે છે “કહી દે, પાપા ઘરે નથી” ત્યારે પપ્પાને કદાચ એમ હશે કે મેં દીકરાને જવાબ આપતા શીખવ્યું. વાસ્તવમાં તેમણે દીકરાને જુઠું બોલતા શીખવ્યું છે. પોતાના મામૂલી લાભ ખાતર સંતાનના જીવનમૂલ્યો પર અસર કરે તેવું જો વાલી જ શીખવે તો સંસ્કારનો સ્રોત બીજે ક્યા મળશે ?
સંતાનોના જીવનમાં સૌથી વધુ રિફલેકશન પોતાના મા-બાપનું પડે છે. કારણ કે પોતાના ઘડવૈયાની જીવનશૈલી, ભાષાશૈલી, કાર્યશૈલી સાથે સતત તે સંપર્કમાં રહે છે. ,
લાંબો પગપાળા પ્રવાસ કરી રહેલા એક પથિકે એક વૃક્ષ નીચે રાતવાસો કર્યો. સવારે ઊઠ્યો પણ શરીરમાં સ્કૂર્તિ નહોતી. સાંધા પકડાઇ ગયેલા અને ચાલવામાં ખૂબ તકલીફ પડતી હતી. આગળના ગામે એક વૈદ્યનો સંપર્ક કરીને તેણે દર્દની રજુઆત કરી. વૈદ્ય પૂછપરછ કરીને પછી નિદાન કર્યું. તમે રાત્રે જે વૃક્ષ નીચે આરામ કર્યો તે આમલીનું ઝાડ હોવું જોઇએ. જમીન નીચે રહેલા તેના મૂળિયાની ખટાશ અસર કરી ગઇ છે તેથી તમારા સાંધા અક્કડ થઇ ગયા છે.” આશ્રયસ્થાનની આશ્રિત ઉપર કેવી અસર હોય છે તે અહીં બરાબર જાણવા મળે છે.
ઘરશાળા