Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 66
________________ ~~ ~~~ ~ ~ ~ વારસામાં આપવા જેવો વૈભવ આઇરિશ કવિ મૂર કોઇ સભામાં લેક્ટર આપવા ગયેલા. લેક્ટર અસરકારક રહ્યું. સમારંભ પૂર્ણ થયા બાદ મૂર પોતાની કારમાં બેસવા જતા હતા ત્યાં જ તેમનો કોઇ કટ્ટર વિરોધી માણસ ક્યાંકથી ટપકી પડ્યો. “તમારા બાપા તો મીઠું-મરચું વેંચતા હતા ને તમે આટલું બધું બોલતા ક્યાંથી શીખી ગયા ?” પ્રશ્નનો મર્મ પામી જવા છતાં જરા પણ વિચલિત થયા વગર મૂરે સરસ જવાબ આપ્યો. “એમ તો તમારા પિતાશ્રી પણ કેવા સજ્જન હતા છતાં આપ આવા કેમ..?'' મૂરના સ્ટેટમેન્ટમાં તેની હાજરજવાબી પ્રતિભા અને ઘટનાથી અપ્રભાવિત રહેવાના મિજાજનો ખ્યાલ તો આવે જ છે. તે સિવાય પણ અહીંવારસાવિજ્ઞાનનો એક પાઠ છતો થાય છે. વાલીના ગુણદોષની આનુવંશિક અનુવૃત્તિ ચાલતી હોય છે. વારસાનો વ્યાપ રોગોથી લઈને ટેવો અને આવડતો સુધી, ખાસિયતો અને ખામીઓ સુધીનો હોય છે. ઓડિયો કરતા વિડિયોનું માધ્યમ વધુ શક્તિશાળી એટલા માટે ગણાય છે કે : Verbal effect કરતા Visual ઘરશાળા પ૯

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98