Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 65
________________ થોડાક વર્ષો પૂર્વે પરદેશની ધરતી પરબની ગયેલો પ્રસંગ આ સંદર્ભમાં ખૂબ ઉપયોગી છે. એ ભાઇએ પોતાની સાત વર્ષની નાનકડી દીકરીને તે દિવસે ખૂબ મારી છોકરીનો વાંક એટલો જ હતો કે પપ્પાએ વેંચવા માટે લાવેલા સોનેરી કાગળમાંથી એક મોટો ટુકડો ફાડીને તે કંઇક બનાવી રહી હતી. દેવું, મંદી અને આર્થિક સંકડામણથી થોડા ત્રસ્ત હતા તેથી છોકરી કંઈ કહે તો પણ સાંભળવાની ધીરજ પપ્પા રાખી શક્યા નહોતા. દીકરી રડતી રડતી સૂઇ ગઇ. બીજા દિવસની સવાર પડી અને આગલા દિવસનો માર ભૂલીને પેલી પરી હાથમાં સોનેરી ગિફટ બોક્સ લઇને હસતી હસતી ઊભેલી તેની આંખો થોડી સૂજેલી હતી. પપ્પા ! હેપી બર્થડે આજે તમારો જન્મ દિવસ છે ! “કહીને તેણે તે બોક્સ પપ્પાને આપ્યું. ગળગળા થઇ ગયેલા પપ્પાએ બોક્સ સ્વીકાર્યું અને ખોલીને જોયું તો સાવ ખાલી ! કેમ ?' પપ્પાએ પૂછ્યું. ત્યારે થોડા ઉદાસ ચહેરે પેલી બોલી “ગઇકાલે તમે ખૂબ વસ્યા તેથી કાંઇ ભરવાની હિંમત ન કરી શકી. પણ..પણ છતાં એ ભરેલું છે. બરાબર જુઓ પપ્પા ! આખું બોક્સ છલોછલ છે. ખૂબ પ્રેમથી ચુમીઓ ભરીને આ બોક્સ આપ્યું છે. અંદર મારો ચિક્કાર પ્રેમ ભર્યો છે. ક્યારેય ખાલી ન થાય એટલો બધો !' હવે રડવાનો વારો પપ્પાનો હતો. આગલા દિવસની સમગ્ર ઘટના આંખ સામે ખડી થઇ ગઇ. પોતાની ઉતાવળ અને ઉગ્રતા બદલ પારાવાર દુઃખ થયું અંતર ભરાઈ ગયું. “આઈ એમ વેરી સોરી' કહીને દીકરીને ગળે લઇ લીધી. ટ્રેજેડી તો એ થઇ કે થોડાક મહિનાઓ બાદ એક વાહન અકસ્માતમાં પેલી દીકરીનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું. પપ્પા પાસે બે ચીજ રહી ગઈ. જીંદગી ભરનો પસ્તાવો ને બોક્સભર પ્રેમ ! પછી રાત્રે સૂતી વખતે પપ્પા કાયમ આ બોક્સને પોતાના ઓશિકા પાસે રાખતા. આ ઉદાહરણ બે વાર ધ્યાનથી વાંચીને પછી તાકાત હોય તો સંતાન પર હાથ ઉપાડી જો જો ! શાક સુધારવું અને સંતાનને સુધારવું એ બે વચ્ચે ઘણો તફાવત છે. પ૮ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98