________________
• મહેમાનો માટે પરાથરેલા ગાદલામાં કુદકા મરાય નહીં, • ઓશિકાની ફેંકાફેંક કરી ઘરને માથે લેવાય નહીં, • દિવાલ પર ચોકથી કે પેનથી કાંઇ ચીતરાય નહીં, • કોઇ હાથમાં મેંદી રંગતું હોય ત્યારે તેને ધક્કો મરાય નહીં, • પેઇન્ટિંગના રંગ ભીના હોય ત્યાં સુધી તેને હાથ લગાડાય નહીં, • બે જણાની વાતમાં વચ્ચે બોલાય નહીં,
આવી અઢળક વસ્તુઓની બાળકને ખબર પડતી નથી. આટલી વાતની ખબર તેના વાલીને હોવી જોઇએ. તો પછી “આટલી ખબર નથી પડતી !' ના ફેમસ ડાયલોગ સાથે થતો લાઠીચાર્જ સ્વયં શિસ્ત પાળશે.
ગોવર્ધનરામ ત્રિપાઠીએ તૈયાર કરેલા નાટક “સરસ્વતીચંદ્રના પાનાઓમાંથી તેની દીકરીએ મજાનો પતંગ બનાવી તે ચગવવા લાગી હતી. ગમતાનો ગુલાલ કરે તેનું નામ બાળક અને અણગમતું કરનારને હલાલ ન કરે તેનું નામ વાલી !
સમંદર કિનારે બેઠેલા રમણલાલની પાસે દોડતાં દોડતા કોઇ સજ્જન આવ્યા અને તાડુક્યા: “અરે ! તમે દરિયા કિનારે આ રીતે આરામ કરો છો, પણ જરા તમારો દીકરો શું કરે છે એનું તો ધ્યાન રાખો !'
કેમ ભલા ! કાંઇ તકલીફ છે?'
તકલીફની વાત કરો છો ? મારા કપડા જુઓ, બધા રેતીથી ભરી દીધા છે. ક્યારનો મારી પર રેતી ઉડાડે છે. જરા છોકરાઓને કાબુમાં રાખો.'
રમણલાલે ઠંડે કલેજે જવાબ આપ્યાઃ ભાઇ ! છોકરા છે તે આવું કરે. આપણે ય આવું કરતા'તા. આટલા બધા અકળાશો નહીં.'
પેલા સજ્જન તો વિફર્યા : અરે ! છોકરા હોય, પણ આવા તોફાની ! થોડાક તો સમજુ હોવા જોઇએ ને !”
રમણલાલે ઠાવકાઇથી જવાબ આપ્યો : જુઓ, આ છોકરો તો મારો સહુથી શાંત અને ડાહ્યો છોકરો છે. તમારે તોફાન જ જોવા હોય તો પેલા છોકરાને જુઓ. એ તો તમારી છત્રી તોડી રહ્યો છે.
૬૮
દરશાળા