Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 64
________________ મારપીટ એ એક રીતે તો બાળકની નિર્બળતાનો એક પ્રકારનો ગેરલાભ ઉઠાવ્યો ગણાય. ઘણીવાર બાળકને પણ ખબર પડતી નથી કે તેને ક્યા કારણથી આટલી આકરી સજા કરાઇ છે. આવા કેટલાક કિસ્સાઓ જાણવા મળેલા. (૧) એક બહેન પોતાના દીકરાને જ્યારે પણ ભણાવે ત્યારે મારઝૂડ એ એમનો રોજીંદો ક્રમ હતો. આની આડઅસરો વધતા છોકરો સાવ ગુમસુમ રહેવા લાગ્યો ત્યારે કોઇ મનોચિકિત્સકની મદદ લેવાઇ, ઊંડી પૂછપરછને અંતે એવું તથ્ય ખૂલ્યું કે તે બહેનના પતિને વ્યવસાયાર્થે ઘણો વખત પરદેશમાં જ રહેવું પડતું, ઘરે માત્ર નામ પૂરતી અવરજવર રહેતી. પતિવિયોગથી નીપજતા નિરાશા અને રોષ બિચારા છોકરા પર ઊતરતા હતા. (૨) રોજની મા૨પીટ છતાં છોકરામાં સુધારો ન થતા તેને એક ચાઇલ્ડ કાઉન્સેલ૨ પાસે લઇ જંવાયો આગળ પાછળની વાતો સાંભળીને જે તારણ નીકળ્યું એ ચોંકાવનારું હતું. દેરાણી સાથે મેકઅપથી માંડીને સાડી, પૈસા વગેરે બાબતમાં સતત સરખામણી કરતી પેલા છોકરાની મમ્મી એક પ્રકારની લઘુતાગ્રંન્થિ અનુભવતી હતી. અને એની આડઅસરરૂપે બધો ગુસ્સો છોકરા ૫૨ કાઢતી હતી. (૩) બન્યું એવું કે એ બહેનને સવા૨માં જ સાસુ સાથે કોઇ મુદ્દે ચડભડ થઇ હતી. મિસ્ટરે થોડી દરમ્યાનગિરી કરી પણ તેમાં તેણે પોતાની માતાનો પક્ષ લીધો હતો આથી તે ગૃહિણી વધુ ઘવાયેલી હતી. બ્રીફકેસ લઇને મિસ્ટર ઓફિસે જતા રહ્યાં ત્યાં જ સ્કુલેથી આવેલો છોકરો થોડો રમતે ચડ્યો અને પેલા બહેનનો પિત્તો ગયો અને છોકરાનું આવી બન્યું. છોકરો હેબતાઇ ગયો પણ તેને ખ્યાલ ન આવ્યો કે નાની શી વાતમાં આટલું બધું કેમ થઇ ગયું ? પેમેન્ટની જેમ પનિશમેન્ટના પણ હવાલા પડતા હોય છે, જેને મોટાઓ રોકી શકતા નથી, નાનાઓ સમજી શકતા નથી. ઘરની કે ઘરના સભ્યોની પરિસ્થિતિ સમજી શકવાની ક્ષમતા ન હોય ત્યારે બાળકોની આ અક્ષમ સ્થિતિને મા-બાપે સમજવી જોઇએ. પરિપક્વતા અને ઠરેલપણું વાલીઓમાં ન વસે તો પછી ક્યાં વસે ? ઘરશાળા ૫૭

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98