Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 62
________________ બાળકને અવસરે કહેતા રહીને, પ્રેમથી સમજાવવા દ્વારા, તેની આવી ટેવ તેના વિકાસમાં કેટલી અવરોધક બની શકે એ વાત તેના ગળે ઉતારવાની મહેનત કરવામાં કેટલાક માનતા નથી હોતા અને સામી વ્યક્તિમાં તત્કાલ સુધારો લાવી આપે તેવી તમાચ” થેરાપી અપનાવે છે. આવા વાલીઓમાં ધીરજ નથી હોતી અને ધીરજ ગુમાવનાર હંમેશા જરૂર કરતાં વધુ નુકસાની વેઠતો હોય છે. ગુજરાતના એક શહેરમાં બનેલી એક પારિવારિક ઘટના વાંચવા મળેલી સવારે ઘરમાં ફોનની રિંગ વાગી. આમ તો ઘરના વડીલશ્રી ડ્રોઇંગરૂમમાં જ બેઠા હતા. પરંતુ તેમણે અંદર રસોઇ બનાવી રહેલી પુત્રવધૂને ફોન લેવા બૂમ પાડી. એક હાથમાં સાણસી સાથે બહાર આવેલી ગૃહિણીએ ફોન લીધો. ફોનની વાતચીતમાં એને કોઇનંબરલખવાની જરૂર પડી એટલે પેન આપવા છોકરાને બૂમ પાડી. દીકરાએ પેન આપી પણ એ બરાબર ચાલતી ન હોતી અને સામે છેડેથી ફોન પર પેલા ભાઇ નંબર ફટાફટ બોલે જતા હતા એટલે મમ્મીએ ગુસ્સામાં પેન પાછી મુકવા કહ્યું. દીકરાએ પણ સામે કંઇક દલીલ કરી એમાં તો મમ્મીનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો. હાથમાં રહેલી સાણસીનો એણે છોકરા પર સીધો ઘા કર્યો, છોકરાનું નાક ફુટી ગયું. આને આપણે “ઘર” કહીશું...? જ્યાં પેન ચાલતી ન હોય અને સાણસી ઊડતી હોય ! વાત કેટલી ને નુકસાન કેટલું ? આ નુકસાન અટકી શક્યું હોય, જો • ડ્રોઇંગરૂમમાં જ બેઠેલા વડીલશ્રીએ ગૃહકાર્યમાં વ્યસ્ત પુત્રવધૂને બૂમ ન મારતા જાતે ઊભા થવાની તસ્દી લીધી હોત તો, • ફોનની બાજુમાં જ કાગળ પેન હોત તો, • “દીકરાએ કહેતાવેંત પેન તો આપી જ હતી. તે પેન ન ચાલી તેમાં દીકરો શું કરે ?' આટલી સમજ મમ્મીએ રાખી હોત તો, • નંબર લખાવનારે લખનારના સંજોગો સમજીને થોડીક ઓછી ઉતાવળ કરી હોત તો, Gશાળા ૫૫

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98