________________
સહેજ અટકીને પછી ઉમેર્યુંઃ ‘‘ભાગ્યશાળી તો તે જન છે જેને આની શીળી છાયા મળે છે.’’
રામ અને સીતા એક બીજાના ચહેરા વિસ્મયભાવે જોઇ જ રહ્યા. લક્ષ્મણજીએ હસીને જવાબના મર્મ ઉપરથી પડદો ઉઠાવ્યો. ‘ન તો આ રામચન્દ્રજી એવા ભાગ્યશાળી છે કે ન તો આ સીતામૈયા એવા ભાગ્યશાળી છે. ખરો ભાગ્યવાન તો આ સુમિત્રાનો નંદન છે જેનું જતન આ બન્નેની છત્રછાયામાં થઇ રહ્યું છે.’’
કોઇ સૌભાગ્યવંત પુરુષને જ મળે તેવો આશ્રય પોતાને મળ્યાનો કેફ લક્ષ્મણજીના જવાબમાં સ્પષ્ટ છતો થાય છે. આજે કેટલા સંતાનો પોતાને મળેલા આશ્રય અંગે આવો અભિપ્રાય આપી શકશે ?
આજે મોટા ભાગના સંતાનોના મનમાં મા-બાપ પ્રત્યે નકારાત્મક અભિપ્રાય હોય છે. જે મા-બાપે સંતાનોના નામ પાડ્યા હોય છે તે સંતાનો ક્યારેક પોતાના મમ્મી અને પપ્પાના નામો પાડવા લાગે છે. કોઇ પોતાના મમ્મીને ‘હિટલર’ કે ‘હંટરવાલી’ કહે છે તો કોઇ પોતાના પપ્પાને ‘ઓસામા’ કે ‘સદ્દામ’ કહે છે. આ નામનું ચલણ મનની અંદર અને ઘરની બહાર થતું હોવાથી મમ્મી કે પપ્પા પોતાના નામથી અજાણ હોય છે. સાથે જ પોતાની આવી આગવી ઓળખ ઊભી થવામાં પોતાની વર્તણુંક પણ કંઇક અંશે જવાબદાર હતી કે બાબત પણ તેઓ પકડી શકતા નથી.
પોતાના જ હિતસ્ત્રી વડીલો માટેની આવી અવગણના કરતી નવી પેઢી પ્રત્યે તો દયા ઉપજે, સાથે બાળકોના ઉછેરમાં કાળજી રાખનારા મા-બાપને કહેવાનું મન થાય કે સંતાનના દિલમાં તમારી મા-બાપ સિવાયની કોઇ ઓળખ ન થાય એટલી કાળજી ખાસ રાખશો. કેટલીક વાર બાળકની અમુક સામાન્ય ભૂલ કે હરકત ગળી ખાવી તે પણ એક પ્રકારની તેમની કાળજી જ છે.
નાનપણથી જ બાળકો સાથે બિનજરૂરી તિરસ્કારી વલણ, વાત-વાતમાં તેમને ઉતારી પાડવાની ટેવ, બાળકો પર વધુ પડતી ઠપકાશાહી જેવી વર્તણુંક બાળકોના મનમાં મા-બાપ પ્રત્યે એક નકરાત્મક માનસિકતા ઊભી કરે છે. નકારાત્મક માનસિકતા એ રસ્તા પરના બંધ થયેલા ફાટક જેવી મનોદશા છે.
ઘરશાળા
૫૩