________________
ધાકતે ધાકમાં રાખો
“આ વૃક્ષ કેવું ભાગ્યશાળી છે કે આવી સુંદર લતા તેને વીંટળાઇ છે !” “ના, ના, ખરી ભાગ્યશાળી તો આ લતા છે જેને આવા ઘટાદાર અને મજબુત વૃક્ષનો આશ્રય મળ્યો છે.'
“છતાં પણ આ લતાના કારણે આ વૃક્ષની શોભા કંઇક જુદી જ નથી લાગતી ?”
“લાગે જ છે ને ! અને આ વૃક્ષ ફરતે વીંટળાવાના કારણે જ તો આ વનલતા પણ આવી શોભી રહી છે !'
રામ અને સીતા વચ્ચે આ સંવાદ ચાલી રહ્યો હતો. વનવાસ દરમ્યાન કોઇ મનોહર સ્થળે એક લીલીછમ લતાથી વીંટળાયેલા વૃક્ષને જોઇને બન્ને જણા પોતાના અભિપ્રાય જણાવતા હતા. છેલ્લે તોડ કાઢવા રામચન્દ્રજીએ લક્ષ્મણજી પર છોડતા કહ્યું: “તે તટસ્થ છે, નિર્ણય તે જ કરશે.' - લક્ષ્મણજી બન્નેના હૈયાના ભાવો સમજી ગયા હતા છતાં તેમણે તો કંઇક અલગ જ દિશા ખોલીઃ “ન તો આ વૃક્ષ ભાગ્યશાળી છે, ન તો આ વનલતા ભાગ્યશાળી છે.''
' પર
ઘરશાળા