Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 61
________________ ફરક એટલો કે પેલું ફાટક બધી ગાડીઓને અટકાવે છે. આ ફાટક અમુક વ્યક્તિઓના પ્રવેશને જ અટકાવે છે. તેમાં પણ કેટલાક મા-બાપ જબાનની સાથે હાથને પણ બોલવા દે છે, ત્યારે આ ફાટક વધુ સજ્જડ બને છે. તેમના મતે બાળકને તરત જ સીધા કરવાનું એ હાથવગું સાધન છે. ઉંમર અને બળની મર્યાદાને કારણે તે વખતે બાળકો સીધા થઇ જતા હોય તેવું પણ બને પણ મા-બાપે આવા ટૂંકાગાળાના લાભને મહત્ત્વ આપવું જોઇએ નહીં. બે પેઢીઓ વચ્ચેનો સંબંધ એ કોઇ માત્ર બે પાંચ વર્ષનો કરાર નથી. શક્તિ કે બળપ્રયોગથી કોઇ વ્યક્તિ ઉપર કામચલાઉ અસર પાડી શકાય. કાયમી અસરકારિતા એ તંદુરસ્ત સંબંધોને સાપેક્ષ છે. તંદુરસ્ત સંબંધોની આધારશિલા છે તંદુરસ્ત માનસિકતા. સંતાનોને મારપીટ કરવાથી સંબંધની આધારશિલા ચલિત થાય છે. ઘવાયેલી માનસિકતા એ શરીર પરના ગુમડા જેવી છે. તેમાં સામાન્ય સ્પર્શ પણ જેમ અસહ્ય પીડાકારી લાગે તેમ તેવા સંતાનોને પછી મા-બાપ તરફથી મળતી સામાન્ય સૂચના પણ અરુચિકર લાગવા માંડે છે. સંતાનની ભૂલ થવી એ ઘટના છે. મારપીટથી તે દુર્ઘટનામાં પરિણમે છે. સંતાનોને અનુશાસન શીખવવાના અનેક રસ્તાઓ છે, મારપીટ એમાંનો કોઇ રસ્તો હોઇન શકે. સંતાનને ધિટ્ટાઇ તરફ ધકેલતો ઢાળ એટલે મારપીટ. મારપીટથી બાળક સુધરતો નથી, સમસમે છે. તેનામાં હિંસકવૃત્તિ અને આક્રમકતા વધે છે. સરવાળે તે સુધરવાને બદલે પોતાની જીદ સંતોષવા વધુ ઝનૂની બને છે. વાસ્તવમાં, મારપીટ એક એવી વિચિત્ર દવા છે જેની કાયમી અસર લગભગ થતી નથી અને લાંબાગાળાની આડઅસર કાયમ થાય છે. જેને વારંવારમાર પડે છે તેવા બાળકો લાંબાગાળે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે અને ગમગીન રહેતા હોય છે. એક રસપ્રદ સંશોધને ગજબનું તારણ આપ્યું છેઃ “જે બાળકોને ખૂબ માર પડ્યો હોય તે બાળકો આગળ વધવાનો ઉત્સાહ ધરાવતા હોતા નથી અને ઘણું કરીને ઓછા પગારવાળી નોકરી કરતા હોય છે.” ઘરશાળા ૫૪.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98