Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 63
________________ • દીકરાએ પેન ચકાસીને આપી હોત તો, • મમ્મીના સંજોગો સમજીને દીકરાએ બીજી પેન આપી દીધી હોત તો, • ઘરના બીજા કોઇ સભ્ય તરત જ નંબર લખવા હાજર થઇ ગયા હોત તો, નુકસાન નિવારી શકાય તેવા આટલા બધા વિકલ્પો જો અને તો વચ્ચે જ લટકતા રહ્યા અને સાણસી છુટી ગઇ ! કારણ કે ધીરજ ખૂટી ગઇ ! સંતાનના ઘડવૈયાએ પણ ઘડાવું પડતું હોય છે. ક્યારેક ડોકટરની આંખ પણ કમજોર હોઇ શકે. જાત સુધારણા માટે પેરટ્સ આટલું કરી શકેઃ સંતાનને જ્યારે જ્યારે મારી બેઠા હોય તે પ્રસંગોની એક નોંધ રાખીને તેનું એનાલિસિસ કરવું જોઇએ. (૧) સંતાનને કયા કારણે માર્યો ? (૨) એ કારણ બાળક માટે સહજ હતુ કે અસહજ? . (૩) નાનપણમાં આપણે આવું જ કરતા હતા કે નહીં ? (૪) આ અંગે તેને અગાઉ ક્યારેય સૂચના આપી હતી કે નહીં ? (૫) મારવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ હતો કે નહીં? (૬) એ વખતે ખરેખર બાળકની જ ભૂલ હતી કે બીજા કોઇ ઉપરનો રોષ બાળક પર ઊતરી ગયો હતો ? ' વાદળાં ક્યાંક બંધાય છે અને ક્યાંક વરસે છે એવું જ ક્યારેક પરિવારોમાં પણ બનતું હોય છે. ક્યારેક ઓફિસમાં બંધાયેલું વાદળ ઘરમાં વરસે છે, ક્યારેક રસોડામાં બંધાયેલું વાદળ બહાર વરસે છે. સાણસીવાળું ઉદાહરણ ધ્યાનથી વાંચતા ખ્યાલ આવશે કે રસોડાની વ્યસ્તતામાં વિક્ષેપ પડવાથી પુત્રવધૂનું મગજ ધુંધવાયેલું હતું તેનું જ આ પરિણામ હતું. આજે મોટા ભાગના ચાઇલ્ડ કાઉન્સેલર્સ કે સાઇકિયાટ્રિસ્ટ બાળકની ફરિયાદ લઇને આવનારા પેરટ્સને બે સલાહ ખાસ આપે છે: ધીરજ વધુ રાખો, અપેક્ષા ઓછી રાખો. પદ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98