________________
અહીંલાત મારવી એ પશુતા નથી, માનવતા છે. જિરાફમાતાને જંગલી વાતાવરણનો અનુભવ છે. પોતાના પગ પર ચાલી કે દોડી ન શકે તો બચ્ચાને ક્યાંક કો'કનો શિકાર બની જતા વાર ન લાગે એવો નીતરતો માતૃસ્નેહ અહીં વ્યક્ત થાય છે.
જે વખતે વિશ્વના પવનમાં સંસ્કારિતાની મહેંક સર્વથા નાબૂદ થતી લાગતી હોય. કોલેજમાં થઈ જનારી ખોટી સોબત પોતાના દીકરાની જીંદગી બરબાદ કરી દે તેવી શક્યતા હોય. વધુ પડતી છૂટમાં પૃથ્વીના ચીકણા પાટલા પર દીકરી ક્યાંક લપસી જશે એવી દહેશત રહેતી હોય. મોબાઇલ કે ઇન્ટરનેટનો ઢાળ ક્યાંક જોખમી જણાતો હોય ત્યારે ઘરના રક્ષકો આંખ આડા કાન કરે તે સંતાનના ભાવપ્રાણની હત્યા છે.
નવી પેઢીના વ્હાલા ફરજંદોને ખૂબ લાગણીથી કહેવાનું મન થાય છે કે પ્લીઝ, શિલ્પની કામના હોય તો શિલ્પીના ટાંકણા ખાવાની તૈયારી રાખો. માતા કે પિતાની શિસ્ત અને મર્યાદા અંગેની આગ્રહવૃત્તિને પેલી જિરાફમાતાની કિકથેરાપીના અંદાજથી સ્વીકારશો.
તમારી દરેક હલચલ પાછળ ઝીણવટથી કોઇ ધ્યાન રાખતું હોય તે શંકા પ્રેરિત નથી, નેહપ્રેરિત છે. આવું સ્પેશ્યલ અટેન્શન મળવું એ સંતાનની જીંદગીમાં ખલેલ નથી, તેનું સૌભાગ્ય છે.
અનુશાસન એ માતા-પિતા અને કુટુંબની સંતાન પ્રત્યેની કરૂણાનું સક્રિય સ્વરૂપ છે.
.
•
•
•
•
•
ઘરશાળા
૫૧