________________
એમ લાગે છે કે એ અમારા સંતાનોને ખુશ કરીએ છીએ, વાસ્તવમાં તે લોકો પોતાના સંતાનોને ખતમ કરે છે.'
કેટલાક પેરન્ટ્સના સ્ટાઇલિસ્ટ ડાયલોગ સાંભળ્યા છેઃ “અમારે મન સંતાનની ખુશી સૌથી મહત્ત્વની છે તે જો ખુશ રહેતો હોય તો પછી તે શું કરે છે તેની સાથે અમારે બહુ નિસ્બત નથી.” આ કર્તવ્યના મેદાનમાં રમવા ઊભેલા મા-બાપની એક જાતની ભાગેડુવૃત્તિ (escapism) છે. બાળકને જે ભાવતું હોય પણ તેની હોજરીને ફાવતું ન હોય તેવો ખોરાક મા આપતી નથી. બાળકના સ્વાદ કરતાં બાળકના સ્વાથ્યને વધુ મહત્ત્વ આપનારા સંતાનના મોજ આગળ તેની માવજતને ગૌણ કરી દે એ એક રીતે સામાજિક અપરાધ ગણાય. આ ઉદારતા નથી, ઉપેક્ષા છે. '
આવી ઉપેક્ષાવૃત્તિથી કિશોરવયમાં સ્વેચ્છાચાર વધી જતા ક્યારેક અપરાધના ફાટકો ખુલ્લા થઇ જાય છે. જેને પછી બંધ કરવા ઘણા અઘરા છે. સમાજનું કાયદાકીય માળખું જો અપરાધોને અંકુશમાં રાખી શકતું હોય તો કુળ અને કુટુંબના અનુશાસન એમાં વિશેષ પૂરક ન બની શકે ? ટીનેજર્સમાં આજકાલ વધી રહેલા અપરાધીકરણની પાછળ વાસ્તવમાં ક્યા કારણો ભાગ ભજવે છે તેનું તટસ્થભાવે નિદાન અને ચિકિત્સા બંને થવા જરૂરી છે. તો આજના તબક્કે અનુશાસનની અનિવાર્યતા સમજાશે.
આ સંદર્ભમાં એગર હોવર નામના સમાજશાસ્ત્રીનું સ્ટેટમેન્ટ સ્પષ્ટ, 241 24441 Bir E9. "If discipline is Practiced in every home Juvenile delinquency would be reduced by 95%. કેવી મજાની વાત ! લોકલ દવા દ્વારા ગ્લોબલ ઇફટ ! પ્રત્યેક ઘર જો અનુશાસનધર્મની આરાધના માટેનું ઉપાસના મંદિર બની જાય તો આજે યુવાપેઢી દ્વારા થઇ રહેલા અપરાધોમાં ૯૫% સુધીનો કાપ મૂકી શકાય છે. એલ્ગર હોવરનું ઉપરોક્ત સ્ટેટમેન્ટ વાસ્તવમાં ચિકિત્સા સૂત્ર છે. જેમાં ગર્ભિત રીતે નિદાન તરફ પણ આંગળી ચીંધણું છે. આ સૂત્રનો અમલ આવતી કાલના સ્વચ્છ અને સ્વસ્થ સમાજની ગેરંટી આપી શકશે.
ઘરશાળા