________________
આજનો શિક્ષિત ગણાતો અમુક વર્ગ પણ એક નવી જ હવા પ્રસરાવે છે. “નવી પેઢીને હવે બહુ કન્ટ્રોલમાં રાખવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. હવે સમય બદલાયો છે. બદલાયેલા સમય મુજબ દરેકને હવે છૂટ અને મોકળાશ જોઇએ છે.’’ કબૂલ, પણ આ તે નિદાન થયું, ઉપાય નથી. દર્દીને દવા કડવી લાગે એટલા માત્રથી દવા રદ્દ ન થઇ શકે. વ્યક્તિની જેમ સમાજનું પણ એક શરીર હોય છે, તેનું પણ એક આરોગ્ય હોય છે, તેના પણ કેટલાક રોગ હોય છે અને તેની કેટલીક દવાઓ પણ હોય છે. સજાથી લઇને નાના મોટા સહુ અનુશાસક ઉપાયો એ સામાજિક તંદુરસ્તીની હેલ્થકેર ફોર્મ્યુલા છે.
ટીનેજ૨ દીકરો મોડી રાત સુધી ઘરની બહાર ફરતો હોય ત્યારે પૂછપરછ કરવાની ફરજ દરેક મા-બાપની છે અને એ પૂછ-પરછમાં પૂરો સહકાર આપવાની ફરજ દીકરાની પણ છે જ. અઠવાડિયામાં હજારેક રૂપિયા ઉડાવી દેનારા કોલેજિયનને તેના વાલી હિસાબ પૂછે તેમાં ખોટું શું છે? દીકરીના મોબાઇલ ૫૨ સતત કો’કના મેસેજ આવ્યા કરતા હોય તો શું સંસ્કારી માતા તે અંગે કોઇ ટકોર પણ ન કરી શકે ?
પેરન્ટ્સ ઓર્થોડોક્સ હોય છે તેવું ઓછી જગ્યાએ બને છે. વાસ્તવમાં નવી પેઢી વધુ પડતી આઝાદી ઇચ્છે છે. આ તથ્યને વાલીઓના જુનવાણીપણાના પડદા પાછળ ઢાંકવાનો પ્રયાસ નવા સમાજ સુધારકો પણ ક્યારેક કરતા હોય છે જે ચિંતાજનક હકીકત છે. જીવનમાં આનંદવાદ હોઇ શકે પણ મોજમસ્તી અને મર્યાદા વચ્ચેનો ભેદ ભૂંસાઇ જાય તે હદે ઝનૂને ચડેલો આનંદવાદ એ વાસ્તવમાં આનંદવાદ નથી, સામાજિક આતંકવાદ છે. આનંદના નામે અપરાધના રાજમાર્ગો રચાઇ ન જાય તે જોનારા જીવતા હશે તો જ સમાજ સ્વચ્છ રહેશે.
તાજેત૨માં અમેરિકાના સમાજ શાસ્ત્રીઓએ ચેતવણીના રૂપમાં એક તારણ આપ્યું છે. જેનો સારાંશ કંઇક આ પ્રમાણે છે. ‘‘જે મા-બાપો પોતાના સંતાનોને ઉંમ૨ની મર્યાદાથી કંઇક વધુ પડતી છૂટછાટ અને સમજ આપવામાં માને છે એ લોકોના સંતાનો અનૈતિક રસ્તાઓ પકડી લે છે. આ મા-બાપોને
૪.
ઘરશાળા